ETV Bharat / state

સુરતમાં કૉલેજની વિદ્યાર્થિનીની 'ગેમ ઓવર', એટીકેટીના ટેન્શનના કારણે કરી આત્મહત્યા

author img

By

Published : Dec 20, 2022, 10:42 AM IST

Updated : Dec 20, 2022, 1:39 PM IST

સુરતમાં કૉલેજની વિદ્યાર્થિનીની 'ગેમ ઓવર', એટીકેટીના ટેન્શનના કારણે કરી આત્મહત્યા
સુરતમાં કૉલેજની વિદ્યાર્થિનીની 'ગેમ ઓવર', એટીકેટીના ટેન્શનના કારણે કરી આત્મહત્યા

સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં (jahangirpura surat ) એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતા ચકચાર (Girl commits suicide in Surat) મચી છે. મૃતકે સોમવારે બપોરે જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે (Surat Police investigation) વધુ તપાસ હાથ ધરી છે.

સુરત અત્યારના સમયમાં નાની નાની વાતમાં આત્મહત્યા જેટલું મોટું પગલું લેતા લોકો જરાય વિચારતા નથી. કોઈ પણ વાતનું ખોટું લાગે એટલે તરત આવું ઘાતક પગલું ભરી લે છે. આવું જ કંઈક કર્યું છે સુરતની વિદ્યાર્થિનીએ. શહેરની કૉલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા (Girl commits suicide in Surat) કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકે ઘરમાં જ આત્મહત્યા (Girl commits suicide in Surat Police) કરી હતી.

વિદ્યાર્થિનીની 'ગેમ ઓવર' શહેરના એક વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થિનીએ 'ગેમ ઓવર' લખેલી ટી શર્ટ પહેરીને આત્મહત્યા કરી (Girl commits suicide in Surat) હતી. આ વિદ્યાર્થિનીને એટીકેટી આવતા તે ખૂબ જ તણાવ અનુભવતી હતી. આના જ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા (Girl commits suicide in Surat ) પોલીસે વ્યક્ત (Surat Police investigation) કરી છે. તો આ ઘટના પછી મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ડોક્ટરે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, અમે બપોરે બહાર ગયા હતા. ત્યારબાદ આવીને ઘરે જોયું તો મારી પૂત્રીનો મૃતદેહ ઘરમાં મળ્યો હતો. એટલે અમે તાત્કાલિક 108 એમ્બુલન્સને ફોન કરી તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તો આ તરફ જહાંગીરપુરા પોલીસે (Jahangirpura Police Station) આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

થોડા સમય પહેલા જ એક્ઝામમાં તેને ATKT આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થિની જિલ્લાના કીમ ખાતે આવેલી કૉલેજમાં BHMSનો અભ્યાસ કરતી હતી. તે દરરોજ કૉલેજથી ઘરે અપડાઉન કરતી હતી. થોડા સમય પહેલા જ એક્ઝામમાં તેને ATKT આવી હતી. એટલે તે ઘણા સમયથી અભ્યાસને (Girl commits suicide in Surat) લઈને ખૂબ જ ટેન્શનમાં હતી. આના કારણે આ પગલું ભર્યું હોય તેવું હોઈ શકે છે, પરંતુ આખી નાની વાતે મારી દિકરી આત્મહત્યા કરે તે હું નહીં માની શકું.

Last Updated :Dec 20, 2022, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.