જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ

author img

By

Published : Jun 2, 2022, 9:02 PM IST

જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ(Attempted robbery in Surat ) કરવામાં આવ્યો હતો. દુકાન દારની સમય સૂચકતાને કારણે બન્ને આરોપીઓ નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરત: શહેરના પાંડેસરામાં આવેલા જવેલર્સમાં બાઈક પર આવેલા બે આરોપીઓ (Attempt to rob jewelers in Surat )રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાન માલિકે પ્રતિકાર કરતા બન્ને આરોપી બાઈક પર ભાગી (Attempt to rob jeweller shop)છૂટ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.

લૂંટનો પ્રયાસ,

આ પણ વાંચોઃ લ્યો બોલો : લૂંટની ઘટનાનો ફરિયાદી જ નીકળ્યો આરોપી

જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ - સુરતના અલથાણમાં રહેતા નીરજ બાફના પાંડેસરા વિસ્તારમાં જવેલર્સની દુકાન(robbery attempt in pandesara) ધરાવે છે. તેઓ દુકાને હાજર હતા તે સમયે બે આરોપીઓ તેઓની દુકાનમાં આવ્યા હતા. જેમાં બે પૈકી એક આરોપીએ (Surat Police)રિવોલ્વર કાઢી દાગીના આપી દેવા માટે ધમકીઓ આપી હતી. જયારે બીજા આરોપીએ દુકાનમાં ઘુસી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દુકાન માલિકે પ્રતિકાર કર્યો હતો જેથી બે પૈકી એક આરોપીએ રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યું હતું.

પોલીસ ઘટના સ્થળે દોડી આવી - જો કે તેમાં દુકાન માલીકનો બચાવ થયો હતો. દુકાન માલિકે પ્રતિકાર કરતા બન્ને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં આ સમગ્ર ઘટના જોઈ શકાય છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

આ પણ વાંચોઃ loot in Surat : CCTV માં કેદ થઇ ડીંડોલીની બહાદુર મહિલા, પોલીસે વખાણી સતર્કતા

આરોપીઓને ઝડપી પાડ્યા - ઉલ્લેખનીય છે કે બન્ને શખ્સો પોતાની ઓળખ છતી ના થાય તે માટે મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા. જો કે દુકાન માલિકે હિમ્મત રાખી પ્રતિકાર કરતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. બન્ને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની માહિતી પણ મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.