ETV Bharat / state

Al-Qaeda: અલ કાયદા માટે ટેરર ફંડિંગ કરનાર બાંગ્લાદેશનો વતની અબુ બકર ઝડપાયો, NIA કરશે તપાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 10:06 AM IST

Updated : Oct 28, 2023, 10:20 AM IST

સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડોક્યુમેન્ટના આધારે નકલી નામ હેઠળ બિનકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID મળી આવ્યું છે. ઝડપાયેલો બાંગ્લાદેશી અલ કાયદા માટે ટેરર ફંડિંગ કરનાર વોન્ટેડ આરોપીના સંપર્કમાં પણ હોવાનું સામે આવી રહ્યું છે.

Al-Qaeda
Al-Qaeda

ટેરર ફંડિંગ કરનાર બાંગ્લાદેશનો વતની અબુ બકર ઝડપાયો

સુરત: આતંકવાદી સંસ્થા અલ કાયદા માટે ટેરર ફંડિંગ કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી અબુ બકરની શોધખોળ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA પણ કરી રહી હતી. આરોપી મૂળ બાંગ્લાદેશી છે. ભારત આવીને તેણે નકલી આધાર કાર્ડ પણ બનાવી લીધો હતો. એટલું જ નહીં તે અન્ય એક આરોપી હુમાયુ ખાન સાથે સંપર્કમાં હતો. બંને ટેરર ફંડિંગ માટે નાણાં મોકલતા હતા.

આતંકવાદી સંસ્થા અલ કાયદા સાથે સંકળાયેલા એક વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વેસુ વિસ્તારથી ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશી આરોપી છેલ્લા ઘણા વર્ષથી અમદાવાદ રહેતો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તેની ધરપકડ ન કરી લે આ માટે તે સુરત આવી ગયો હતો અને વરાછામાં નોકરીની શોધખોળ કરી રહ્યો હતો. આતંકી સંસ્થા અલગ કાયદા સાથે સંકળાયેલા આરોપી હુમાયુ ખાન સાથે તે સંપર્કમાં હતો. હુમાયુખાનને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ વોન્ટેડ જાહેર કર્યો છે. હુમાયુ ખાનના સાગરીત અબુ બકર અમદાવાદ છોડીને ભાગી સુરત આવી ગયો હતો.

અમદાવાદમાં બનાવ્યું બોગસ આધાર કાર્ડ: આરોપી અબુ બકરની તપાસ કરતા તેની પાસેથી બોગસ આધારકાર્ડ, ગવર્મેન્ટ ઓફ પીપલ્સરી રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ નેશનલ નું આઈડેન્ટીકાર્ડ તેમજ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જન્મના પ્રમાણપત્રની નકલ મળી આવી હતી. અબુ બકરે અમદાવાદ ખાતે ગૌતમ નામના વ્યક્તિ પાસે નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું. તેને આધારે ભારતીય હોવાનું જણાવીને છેલ્લા ઘણા સમયથી તે પહેલા અમદાવાદ અને ત્યાર પછી વેસુ વિસ્તારમાં રહેતો હતો. જ્યારે અબુ બકરને ખબર પડી કે NIA હુમાયુ ખાનની તપાસ શરૂ કરી છે ત્યારે તે અમદાવાદ છોડીને સુરત આવી ગયો હતો.

આરોપી NIAના એક કેસમાં વોન્ટેડ છે. તે પોતાના એક અન્ય ઓળખીતા હુમાયુ ખાન સાથે અલ કાયદાને ફંડિંગ કરતો હતો. આરોપી મૂળ બાંગ્લાદેશી છે. બોગસ પુરાવાના આધારે તે ભારતીય આધારકાર્ડ બનાવી અહીં રહેતો હતો. NIAના તપાસના ભયથી સુરત આવી ગયો હતો. ટેરર ફંડિંગ અંગે હવે એનઆઈએ તપાસ કરશે. - રૂપલ સોલંકી ( ડીસીપી - સુરત પોલીસ)

  1. Surat News: અલ કાયદા સાથેના કનેક્શન મામલામાં ચાલી રહેલી NIA ની તપાસમાં વોન્ટેડ જાહેર થયેલો આરોપી સુરતથી ઝડપાયા
  2. Rajkot News: રાજકોટથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓની તપાસમાં ખુલાસા, છેલ્લા એક વર્ષથી હતા અલકાયદાના સંપર્કમાં
Last Updated : Oct 28, 2023, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.