ETV Bharat / state

સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મોત

author img

By

Published : Jan 3, 2020, 1:44 PM IST

surat
સુરત

સુરત : કતારગામ વિસ્તારમાં બેલગામ બનેલી સીટી બસના ચાલકે મોટરસાયકલ પર સવાર પરિવારને અડફેટે લેતા ઘટનામાં યુવકનું કરુણ મોત નીપજયું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોનો ચમત્કારીક બચાવ થયો હતો.

સુરત શહેરના રસ્તાઓ પર દોડતી બ્લુ કલરની સીટી બસ લોકો માટે મોતની બસ સાબિત થઈ રહી છે. છેલ્લા બે માસ દરમિયાન સુરતમાં BRTS અને સિટી બસ અડફેટે કુલ 5 લોકોના મોત થઇ ચુક્યા છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટના બાદ લોકોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મોત

કતારગામ દરવાજા વિસ્તારમાં મનપા સંચાલિત બ્લુ કલરની સિટી બસના ચાલકે ગતરોજ બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા. જયારે પરિવારના એક સભ્યનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં યુવક પોતાનું જન્મદિવસ ફોઈના ઘરે મનાવીને જઇ રહ્યો હતો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો.

ઘટનાના પગલે યુવકના મોતને લઇ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ધસી આવ્યા હતા. જ્યાં ટોળાનો રોષ પારખી ગયેલા ચાલકે બસ સ્થળ પર જ મૂકી નાસી છુટ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કતારગામ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડયો હતો. તેમજ આગળની તપાસ શરૂ કરી હતી.

આ દરમ્યાન ફરાર બસના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બસ ડ્રાઈવર વિજય પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. બીજીતરફ આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે ફૂટેજમાં સિટી બસનો ચાલક બેફામ બસ હંકારી મોટરસાયકલ પર સવાર પરિવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

Intro:સુરત : કતારગામ વિસ્તારમાં બેલગામ બનેલી સિટી બસના ચાલકે મોટરસાયકલ પર સવાર પરિવારને અડફેટે લેતા ઘટના માં યુવકનું કરુણ મોત નીપજયું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યો નો ચમત્કારિક બચાવ થયો હતો.ફોઈના ઘરે કેક કાપી નીકળેલા યુવકનું જન્મદિવસે જ મોત નિપજ્યા હતા..

Body:ઘટના ના પગલે સ્થાનિક લોકોનો રોષ પારખી ગયેલ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો.પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા કતારગામ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો.પોલીસે લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.જ્યાં બાદમાં ચાલકની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. યુવક પોતાનું જન્મદિવસ ફોઈના ઘરે મનાવી જી રહ્યો હતો.

સુરત શહેરના રસ્તાઓ પર દોડતી બ્લુ કલરની સીટી બસ લોકો માટે મોત ની બસ સાબિત થઈ રહી છે. છેલ્લા બે માસ દરમિયાન સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે કુલ પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટના બાદ લોકોમાં પણ રોષ ની લાગણી પ્રવર્તી રહી છે.કતારગામ દરવાજા વિસ્તારમાં મનપા સંચાલિત બ્લુ કલરની સિટી બસના ચાલકે ગતરોજ બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા. પરિવારના એક સભ્યનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ઘટનામાં પરિવારના બે સભ્યોના ચમત્કારિક બચાવ થયો હતો.. યુવકના મોત ને લઇ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ધસી આવ્યા હતા.જ્યાં ટોળાનો રોષ પારખી ગયેલા ચાલકે બસ સ્થળ પર જ મૂકી નાસી છુટ્યો હતો.. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કતારગામ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી...દરમ્યાન ફરાર બસના ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બસ દ્રાઈવર સમાધાન ઉર્ફે વિજય પાટીલ ની કરી ધરપકડ કરી.તે બસ સ્પીડ માં ચલાવતો હતો.

Conclusion:બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ફૂટેજમાં સિટી બસનો ચાલક બેફામ બસ હંકારી મોટરસાયકલ પર સવાર પરિવારને અડફેટે લઈ અકસ્માત સર્જે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.