ETV Bharat / state

કાપડની દુકાનમાં લાખોની ચોરી કરી નાસી જતા ઈસમો સકંજામાં, 5 લાખ કેશ જપ્ત

author img

By

Published : Dec 26, 2022, 1:56 PM IST

કાપડની દુકાનમાં લાખોની ચોરી કરી યુપી નાસી જતા ઈસમો આવ્યા જાળમાં
કાપડની દુકાનમાં લાખોની ચોરી કરી યુપી નાસી જતા ઈસમો આવ્યા જાળમાં

કાપડની દુકાનમાં લાખોની થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. સલાબતપુરા રીંગરોડ ખાતે આવેલી મહાલક્ષ્મી માર્કેટમાં કાપડની દુકાનમાં ચોરીની ઘટના (Thieves went UP after stealing lakhs) સામે આવી હતી. આ ઘટનામાં પોલીસે એક સગીર સહીત 4 આરોપીની ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા થી ધરપકડ કરી છે. ચોરીને અંજામ આપ્યા બાદ સગીર આરોપીએ આઈફોન 13 પ્રો મેક્સ ખરીદ્યા હતા અને બીજા આરોપીએ પણ મોંઘા દીઠ મોબાઇલ ખરીદી (accused bought an iPhone 13 Pro Max) લીધા હતા.

સુરત: સલાબતપુરા રીંગરોડ ખાતે આવેલી મહાલક્ષ્મી માર્કેટમાંમાં એકતા એન્ટરપ્રાઇઝના નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. 14 ડીસેમ્બરની રાત્રીના સમયે તસ્કરો દુકાનનો લોક તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં રહેલી ડીઝીટલ લોકવાલા લોકરના પાછળના ભાગેના સ્ક્રુ કોઇક સાધન વડે કાપી નાખી લોકર કાઢી લઇ જેમાં રોકડા રૂપિયા 5,36,000મુકેલ હતા. તે તેમજ ઓફીસમાં મુકેલ ટેબલના ડ્રોવર તોડી તેમાંથી પણ રૂપિયા મળી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર (Thieves went UP after stealing lakhs) થઇ ગયા હતા. આ સમગ્ર મામલે દુકાન માલિક આકાશ જયપ્રકાશ ખેરાજાનીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે.

પ્રતાપગઢ જીલ્લાના સાંગીપુર ગામથી ધરપકડ: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઉતર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લાના સાંગીપુર ગામથી 21 વર્ષીય સોનું દાનપાલ વર્મા, 20 વર્ષીય અંકુર ઉર્ફે કલ્લુ સદાશિવ દુબે, 23 વર્ષીય અફસર અલી ઉર્ફે મોહમંદ રઝા મોહમંદ નિસાર શેખ અને એક સગીરની અટકાયત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી 50.07 લાખની રોકડ તેમજ 1.70 લાખની કિમતના ૪ મોબાઈલ ફોન (accused bought an iPhone 13 Pro Max) કબજે કર્યા હતા.

ઉતર પ્રદેશ ભાગી ગયા: ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ લલિત વાઘડીયા એ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે એકતા એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરતા સુરજ મિશ્રા નામના વ્યક્તિએ આરોપીઓને દુકાનમાં રહેલા લાખો રૂપિયા બાબતે જાણ કરી ચોરી કરવાની ટીપ આપી હતી અને પોતાનું નામ જાહેર ન થાય તે રીતે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. તે માટે દુકાન ના કારીગરે દિવસ દરમ્યાન દુકાને લઇ જઈ માર્કેટની રેકી પણ કરાવી હતી અને સાતેક દિવસ પહેલા આરોપીઓએ ઇલેક્ટ્રિક ગ્રેનડર મશીનથી રાત્રીના સમયે દુકાનનું શટર કાપી ડીઝીટલ લોકર તેમજ બીજા બે લાકડાનું ડ્રોવર તોડી તેમાંથી લાખો રૂપિયાની રોકડની ચોરી કરી હતી અને બાદમાં સરખા હિસ્સે રોકડા રૂપિયાની વહેચણી કરી ઉતર પ્રદેશ (Thieves went UP after stealing lakhs) ભાગી ગયા હતા.

સુરજ મિશ્રાને પકડવાના ચક્રોગતિમાન: ચોરી કરેલા આ રૂપિયામાંથી ઝડપાયેલા સગીરે આઈફોન 13 પ્રો મેક્સ મોબાઈલ ખરીદી (accused bought an iPhone 13 Pro Max) લીધો હતો અને અફસર અલી એ પણ મોઘીદાટ કંપનીનો મોબાઈલ ફોન ખરીદી લીધો હતો. જો કે આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ચોરી અંગે ટીપ આપનાર દુકાનના કારીગર સુરજ મિશ્રાને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.