ETV Bharat / state

'જાને નહીં દેંગે તુજે...' બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવક માટે મિત્ર બન્યો તારણહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 7:02 AM IST

બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવક માટે મિત્ર બન્યો તારણહાર
બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવક માટે મિત્ર બન્યો તારણહાર

સુરત શહેરમાં એક મિત્રએ બીજા મિત્રને આત્મહત્યા જેવું ગંભીર અને ગુનાકીય પગલું ભરવાથી અટકાવ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. જીવન ટૂંકાવવાના વિચારે યુવકે જ્યારે તાપી નદીના બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું ત્યારે તેના મિત્રએ તેનો પગ પકડી લીધો હતો અને તેને ભારે જહેમત બાદ બચાવી લેવામા આવ્યો હતો.

બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવક માટે મિત્ર બન્યો તારણહાર

સુરત: શહેરમાં એક મિત્રએ બીજા મિત્રને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવાથી અટકાવ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. જીવન ટૂંકાવવાના વિચારે યુવક જ્યારે તાપી નદીના બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું ત્યારે તેના મિત્રએ તેનો પગ પકડી લીધો હતો અને તે ઊંધા માથે લટકયો હતો. અડધો કલાક સુધી આવી સ્થિતિમાં મિત્રએ પોતાના મિત્રને પકડી રાખ્યો હતો. આ ઘટના અંગે જ્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગના જવાનો પણ દોડી આવ્યાં હતા અને યુવકનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.

તાપી નદીમાં ઝંપાલાવવાનો પ્રયાસ: સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે તાપી નદી ઉપરથી પસાર થનાર બ્રિજ પર અચાનક જ એક યુવક આત્મહત્યા કરવા માટે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, આ દરમિયાન સમયસર તેના મિત્રએ તેનો પગ પકડી લીધો હતો અને યુવકના પરિવાર પર આભ ફાટી પડ્તું રોકી દીધું હતું. જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતો આ 22 વર્ષિય યુવક સુરત શહેરના કાપોદ્રા વિસ્તારનો છે.

ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યૂ: આ ઘટના જોતા મોટી સંખ્યામાં લોકો પણ અહીં એકત્ર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ યુવકનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા કે તે ઉપર સુરક્ષિત આવી જાય, પરંતુ તે કોઈ પણ સંજોગે રેસ્ક્યુ કરાવવા માંગતો ન્હોતો.

મિત્ર બન્યો તારણહાર: મહત્વપૂર્ણ છે કે, લોકો બ્રિજ પરથી નદીમાં કૂદી આત્મહત્યા ન કરે આ માટે પાલિકા દ્વારા બ્રિજ પર ગ્રીલ બેસાડવામાં આવી છે, તેમ છતાં યુવકે નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેને કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા ગ્રીલ બ્રીજની સાઈડમાં ગ્રીલ નાખવામાં આવી છે. ફાયર વિભાગના ચીફ ઓફિસરે આ મામલે જણાવ્યું હતું કે, યુવકનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. આ બનાવ અંગે ફાયર વિભાગ દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી અને પોલીસ વિભાગે આ યુવકનો કબજો પણ કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા આ યુવકની તપાસ અને પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જો આ યુવકના મિત્રએ સમયસર તેનો પગ પકડીને બચાવ્યો ન હોત તો કદાચ આ યુવક આ દુનિયામાં ન હોત.

કહેવાય છે કે, માનવ જીવન એક જ વખત મળે છે અને આત્મહત્યા કરવી એ સૌથી મોટું પાપ છે અને ગુનાકીય અપરાધ પણ છે. કોઈપણ મુશ્કેલીનો હલ ક્યારેય આપઘાત નથી. દરેક લોકોના જીવનમાં ચડતી અને પડતી આવતી હોય છે એનો એ અર્થ એ નથી કે નિરાશ-હતાશ થઈને આપઘાતનો માર્ગ પસંદ કરવો આ બિલ્કુલ યોગ્ય નથી. વ્યક્તિ તો આ દુનિયામાંથી ચાલ્યો જાય છે પરંતુ તેની પાછળ તેનો પરિવાર કેટકેટલી મુશ્કેલી અને યાતના ભોગવશે એ અંતિમ પગલું ભરનાર વ્યક્તિ કેમ વિચારતો નથી.

  1. માત્ર 1500 રુપિયા પરત ન કરતા એક મિત્રએ બીજા મિત્રની કરપીણ હત્યા કરી
  2. નેશનલ હાઇવે 48 ને બાનમાં લેનારા 5 આરોપી ઝડપાયા, લક્ઝરી ચાલકને ઢોર માર મારી લૂંટ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.