100 વર્ષની નિરાધાર દાદી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે ભાવુક થઈ ઈશ્વરને યાદ કરી ભજન ગાયું

author img

By

Published : Sep 7, 2022, 2:48 PM IST

100 વર્ષની નિરાધાર દાદી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે ભાવુક થઈ ઈશ્વરને યાદ કરી ભજન ગાયું

સુરતમાં 100 વર્ષની નિરાધાર દાદી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે ઈશ્વરને યાદ કરતા ભાવવિભોર થઈ ગઈ હતી અને વૃદ્ધાશ્રમમાં જે ભજન કરવા લાગી હતી. તેમને વગર સબંધે સાચવનાર પાલક પુત્ર જર્મની છે જેથી બાને એક મકાન લઈને રાખ્યા હતા. જો કે પરિસ્થિતિને વશ થઈને બાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા છે. Lokkalyan Old Age Home, Best senior citizen homes in Gujarat, Lokkalyan Old Age Home, grandmother in Surat

સુરત 100 વર્ષની નિરાધાર દાદી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે ઈશ્વરને યાદ કરતા ભાવવિભોર થઈ ગઈ હતી અને વૃદ્ધાશ્રમમાં ભજન કરવા (grandmother in Surat )લાગી હતી. છેલ્લા ઘણા સમયથી એકલી રહેલી આ દાદી અંગે જ્યારે સુરતના સમાજસેવક (Social worker from Surat)તરુણ મિશ્રાને જાણ થઈ ત્યારે તેઓએ તેમને વૃદ્ધાશ્રમ મોકલવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરી હતી. જ્યારે આ દાદી વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે જાણે તે મંદિર પહોંચી ગઈ હોય તેવી અનુભૂતિ તેમને લાગી હતી.

100 વર્ષની દાદી

પાલક પુત્રએ તેમની દેખભાળ કરી ગંગાબાના પતિનું વર્ષો પહેલા નિધન થઈ ચૂક્યું છે અને તેમને સંતાન ન હોવાને કારણે તેઓ નિરાધાર હતા. તેમને વગર સબંધે સાચવનાર પાલક પુત્ર જર્મની છે જેથી બાને એક મકાન લઈને રાખ્યા હતા. જો કે પરિસ્થિતિને વશ થઈને બાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં (Lokkalyan Old Age Home )આવ્યા છે. ગંગાબા વર્ષો અગાઉ જેમને ત્યાં નોકરી કરતા હતા તે ઘરની મહિલા માત્ર છ મહિનાના પુત્રને મૂકીને મૃત્યુ પામી હતી. જેને લઈને ગંગાબાએ સગા પુત્રની જેમ જ છ મહિનાના દીકરાનો ઉછેર કર્યો હતો. જેથી તેમના આ પાલક પુત્રએ જ તેમની દેખભાળ કરી હતી.

ચેતનાબહેન તેમની સાર સંભાળ રાખતા જોકે તે જર્મની જતા અહીં તેમણે એક મકાન ભાડે લઈ તેમની બહેનને બાનું ધ્યાન રાખવાનું કામ સોંપ્યું હતું. બાદમાં પાલક પુત્રએ એક મકાન ખરીદીને બાને તેમાં રાખ્યા હતા. જો કે તેમની સાર સંભાળ રાખતા ચેતનાબહેન શાળામાં શિક્ષક હોવાથી વધુ સમય તેમની સેવા માટે ફાળવી શકતા ન હોવાને કારણે તેમણે સમાજસેવી તરુણ મિશ્રાને બોલાવી બાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે.

પાણી પીને દિવસ પસાર આ અંગે સમાજસેવી તરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે, દાદીને રહેવા માટે મકાન તો હતું પરંતુ તેમની સાથે ત્યાં વાતચીત કરનાર કોઈ ન હતું. તેઓની રોજિંદી ક્રિયા પણ પથારીમાં જ થતી હતી. આજુબાજુ માંથી જમવાનું તો મળતું હતું પરંતુ તે ઢીલું ન હોવાથી ચાવી શકતા ન હતા. જેથી ઘણીવાર પાણી પીને દિવસ પસાર કરતા હતા.જેથી અમે તેમને ડીંડોલીના લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરીટબલ ટ્રસ્ટમાં લઈ આવ્યા હતા. અહીંયા તેમની યોગ્ય કાળજી લેવામાં આવશે.

વારંવાર ઈશ્વરને યાદ કરી રહ્યા આ અંગે વૃધ્ધાશ્રમના સંચાલક અનિલભાઈએ જણાવે છે કે, જ્યારે વૃદ્ધાશ્રમ પર પ્રથમ દિવસે આવ્યા હતા ત્યારે તેમણે ભજન પણ ગાયું હતું. તેઓએ વારંવાર ઈશ્વરને યાદ કરી રહ્યા હતા. તેમને દાઢી અને મૂછ પર વાળ છે પરંતુ તે ઉંમરને કારણે છે. તેમને નબળાઈ પણ ઉંમરને કારણે જ છે અને અન્ય કોઈ બીમારી નથી. તેમને ડાયપર પહેરાવીએ છીએ અને તેમનું ઘ્યાન સારી રીતે રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.