ETV Bharat / state

Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 34મું અંગદાન કરવામાં આવ્યું

author img

By

Published : Jul 22, 2023, 10:11 AM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 34મું અંગદાન કરવામાં આવ્યું
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 34મું અંગદાન કરવામાં આવ્યું

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 34મું અંગદાન કરવામાં આવ્યું છે. 19 વર્ષીય બ્રેઈનડેડ યુવકના આંખ અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. ગત 17મી યુવક મિત્રના બર્થ ડેની ઉજવણી દરમિયાન મોબાઇલમાં સેલ્ફી લેતા પહેલા માળેથી પટકાયો હતો.જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર બાદ આજરોજ ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

સુરત: દાનવીરોની ભૂમિ સુરતમાં સપ્તાહમાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના કારણે અથવા બ્રેઈન સ્ટ્રોકના કારણે બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા હોય છે, ત્યારે બ્રેઈનડેડ વ્યક્તિના અંગો જરૂરિયાત મંદ દર્દીઓના નવજીવનના નવા રંગો પૂરે છે. શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના આંખ અને બે કિડનીનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે, જેનું દ્રશ્ય ઉદાહરણ મિશ્રા પરિવારે પૂરૂ પાડ્યું છે.

"આપણી સિવિલ હોસ્પિટલ માં 34મું અંગદાન થયું છે.જે શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં આવેલ ગીતાનગરમાં પરિવાર સાથે રહેતો 19 વર્ષીય નિરજ ભૈયાલાલ મિશ્રાજેઓ ગત તારીખ 17મી જુલાઇના સાંજે 5 વાગ્યેની આસપાસ ઉધના-ભેસ્તાન વિસ્તારમાં આવેલ સુર્યોદય સ્કુલમાં મિત્રની બર્થ ડેની ઉજવણી માટે ગયો હતો. તે દરમિયાન મોબાઇલમાં સેલ્ફી ખેંચતા સમયે પહેલા માળેથી પડી ગયો હતો.નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ તથા સારવાર માટે તાત્કાલિક 108એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અહીં તેમનું સારવાર કરવામાં આવતું હતું"--ડો.કેતન નાયક (નવી સિવિલ હોસ્પિટલના RMO)

દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ: બન્ને કિડની અમદાવાદની I.K.D હોસ્પિટલમાં એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યુંકે, જયારે આજે ચાર દિવસની સારવાર બાદ સવારે ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ ડોક્ટરે નિરજના પરિવારને અંગદાન વિષે માહિતી પુરી પાડી હતી. પરિવારે અંગદાનની સંપત્તિ આપતાં જ ડોક્ટરોએ અંગદાનની તૈયારીઓ શરૂ કરી હતી. જે થકી આંખ આઇ બેંક નવી સિવિલ હોસ્પિટલ માં રાખવામાં આવ્યા છે. તથા બન્ને કિડની અમદાવાદની I.K.D હોસ્પિટલમાં એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.આ રીતે મિશ્રા પરિવારે મહાદાન અંગદાનથી અન્ય વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

  1. Surat News : 21 વર્ષ દેશના સિમાડે સેવા આપ્યા બાદ પણ સુરતમાં આ જવાન નિઃશુલ્ક તૈયાર કરી રહ્યો છે નવા સૈનિકો
  2. Surat News : અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે સુરત પોલીસે લગાવ્યા બ્રિજ પર પોસ્ટર, 1.09 લાખ ઓવરસ્પીડ વાહનોના ફોટા પાડ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.