ETV Bharat / state

Russia Ukraine War : યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોંચતા લોકોના હર્ષના આંસુ છલકાયા

author img

By

Published : Mar 3, 2022, 8:31 AM IST

Updated : Mar 3, 2022, 9:33 AM IST

Russia Ukraine War : યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોચતા લોકોના હર્ષના આંસુ છલકાયા
Russia Ukraine War : યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોચતા લોકોના હર્ષના આંસુ છલકાયા

યુક્રેનથી (Russia Ukraine War) 10 જેટલા વિદ્યાર્થીઓ સુરત એરપોર્ટ પર પહોંચતા પરિવાર દ્વારા પોતાના બાળકોનું સ્વાગત કર્યું હતું. બાળકો એરપોર્ટ પર સલામત પહોંચતા (Students Surat Return from Ukraine) જ પરિવારજનોના હર્ષના આંસુઓ છલકાયા હતા. સમગ્ર એરપોર્ટ ગમગીન બની ગયું હોય તેમ લાગી રહ્યું હતું.

સુરત : સુરત એરપોર્ટ પર ફરી યુક્રેનથી 10 જેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પહોંચતા જ તેમના પરિવાર દ્વારા હાર, બુકી, ચોકલેટ સાથે સ્વાગત કરવા પહોચી ગયા હતા. ઘણી બધી સમસ્યાઓને પાર કરી પહોંચેલા વિદ્યાર્થીઓમાં અને પરિવારજનોના હર્ષના આંસુઓ (Students Surat Return from Ukraine) સરી પડ્યા હતા. સમગ્ર એરપોર્ટ ગમગીન બની ગયું હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે આ સમયે એકબીજાને ચોકલેટ, મીઠાઈ ખવડાવી ગળે મળતા નજરે જોવા મળ્યા હતા.

યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોચતા લોકોના હર્ષના આંસુ છલકાયા

"ઇન્ડિયન એમબીસીએ ખુબ જ મદદ કરી"

યુક્રેનથી આવેલ વિદ્યાર્થીની ખુશી પટેલે જણાવ્યું કે, હું ટેનોપોલમાં હતી. ત્યાંથી યુક્રેનથી બસમાં બોડર સુધી પહોંચી હતી. ત્યારબાદ અમે પોલેન્ડની બોડર ક્રોસ (2022 Russia Ukraine War) કર્યું હતું. અમને ઇન્ડિયન એમબીસીએ ખુબ જ મદદ કરી છે. તેમનો હું ખૂબ જ આભાર માનું છું. ત્યાં ઇન્ડિયન MBCએ ખાવા પીવાની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કર્યું હતું.

આ પણ વાંચોઃ Ukraine Russia war: પોલેન્ડ આજે પણ ભારતનું ઋણ ભૂલ્યું નથી, વિઝા વિના વિદ્યાર્થીઓને પરવાનગી

"અમે લોકો ત્રણ દિવસ સુધી માઇનસ 2 ડિગ્રીમાં સતત ઉભા રહ્યા"

યુક્રેનથી આવેલ વિદ્યાર્થીની (Students from Surat in Ukraine) ઋતિ પટેલે જણાવ્યું કે, પોલેન્ડ થ્રુ અમે લોકો યુક્રેન બોર્ડરથી આવ્યા છીએ. ત્યાં રહેવાનું ખાવાનું પીવાનું કોઈ પ્રકારની વ્યવસ્થા ન હતી. ત્યાં ખૂબ જ ઠંડી પડતી હતી. અમે લોકો ત્રણ દિવસ સુધી માઇનસ 2 ડિગ્રીમાં સતત ઉભા રહ્યા છીએ. ત્યાંની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યાં સૈનિકો એકબીજાને મારતા હતા. ખાસ કરીને છોકરાઓને મારતા હોય છે. અમે લોકો સતત ત્રણ દિવસ સુધી ખાવા પીવા વગર રહ્યા છીએ.

આ પણ વાંચોઃ હિટલરથી ડર્યા વગર પોલેન્ડના 600 બાળકોને બચાવનાર જામ દિગ્વિજયસિંહ....

"સાઇલેન્સર વાગતા જ લોકો ભાગ દોડમાં મુકાયા હતા"

યુક્રેનથી આવેલી વિદ્યાર્થીની હસ્તી વિરાળી જણાવ્યું કે, હું ત્યાં MBBSમાં અભ્યાસ કરવા માટે ત્યાં ગઈ હતી. ત્યાંની સ્થિતિ ખૂબ (Russia Ukraine War Update) જ ગંભીર છે, પરંતુ ગમે તેમ કરીને અહીં પહોંચ્યા છીએ. ખાસ કરીને ત્યાં તકલીફો બોર્ડર ઉપર જ થઇ રહી છે. જ્યારે સાઇલેન્સર વાગતું હતું ત્યારે લોકો ભાગ દોડ કરી મૂકતા હતા. બે થી ત્રણ દિવસથી અમારી પાસે જે ખાવાનું હતું, તે ચલાવ્યું હતું. પરંતુ ત્યારબાદ ઇન્ડિયન MBCએ બોર્ડર ક્રોસ કર્યા બાદ અમારી ખૂબ જ મદદ કરી હતી.

Last Updated :Mar 3, 2022, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.