હિંમતનગરથી પ્રસિદ્ધ થયેલી વેબ સિરીઝને દેશમાં મળ્યું સ્થાન

author img

By

Published : Sep 3, 2021, 1:25 PM IST

હિંમતનગરથી પ્રસિદ્ધ થયેલી વેબ સિરીઝને દેશમાં મળ્યું સ્થાન

ભારતમાં સાડા ત્રણસો વર્ષ પહેલા અમર ઈતિહાસ ધરાવનારા મહારાજા છત્રસાલનો ઇતિહાસ હાલના તબક્કે નામશેષ થઇ રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસી એ કરોડો રૂપિયાના ખર્ચે વિસરાઈ રહેલા ઇતિહાસને જાગૃત કર્યો છે, તેમજ માત્ર 1 મહિનામાં 6 કરોડથી વધારે લોકો સુધી આ ઇતિહાસ પહોંચાતો થયો છે.

  • સાબરકાંઠાના હિંમતનગરના મહેશ પટેલ તેમજ એનઆરઆઈ મનુ પટેલે રચ્યો ઇતિહાસ.
  • મુઘલ સામ્રાજ્ય અને હંફાવનાર છત્રસાલ નામની રજૂ થઇ સીરીઝ
  • ઔરંગઝેબને બાવન વખત હરાવનાર છત્રસાલ બોલાતા બનાવાની વેબસિરીઝ
  • આજના યુવાન માટે છત્રસાલ આદર્શ ઉદાહરણ

સાબરકાંઠા: ભારતમાં મોગલ સામ્રાજ્ય વખતે મહારાજા શિવાજીના સમર્થક રહેલા તેમજ ઔરંગઝેબને 52 વખત હરાવનાર મહારાજા છત્રસાલ હાલના તબક્કે વિસરાઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તેમજ તેમના એનઆરઆઈ ભાઈ દ્વારા હિંમતનગર ખાતેથી છત્રાલ નામની વેબસાઇટ બનાવાય છે, જે તેમજ આગામી સમયમાં મહારાજા છત્રસાલ દ્વારા લેવાયેલા પગલાં અને કરાયેલા કામોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જેમાં 20 જેટલા ભાગ બનાવાયા છે. પ્રત્યેક ભાગમાં મહારાજા છત્રસાલ દ્વારા લેવાયેલાં પગલાઓની જાણકારી આપવાની સાથોસાથ આગામી પેઢીની ચિંતા કરાયા હોવાનું પણ ખુલ્યું છે, ત્યારે આ મામલે ફિલ્મમાં છત્રસાલની ઓળખ તેમજ કામગીરી અંગેની જાણકારી અપાઈ હતી.

હિંમતનગરથી પ્રસિદ્ધ થયેલી વેબ સિરીઝને દેશમાં મળ્યું સ્થાન

આ પણ વાંચો: વેબસીરિઝ મિર્ઝાપુરને એક વર્ષ પૂર્ણ, ક્યારે આવશે મિર્ઝાપુર-2?

ફિલ્મ તમામ સૌ કોઈએ જોવા માટે વિશેષ આગ્રહ

હિંમતનગર ખાતે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત આગામી સમયમાં આ ફિલ્મ તમામ સૌ કોઈએ જોવા માટે વિશેષ આગ્રહ કર્યો છે. તે જોઈ રહી છે કે, આ મામલે આગામી સમયમાં સ્થાનિકો વહીવટી તંત્ર તેમજ સામાજિક આગેવાનો દ્વારા મહારાજા છત્રસાલ અંગે વિસરાતા જતા ઇતિહાસને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. જે કેટલો સફળ બને છે તે પણ ખૂબ મહત્ત્વનું બની રહેશે.

હિંમતનગરના રહેવાસી દ્વારા ઇતિહાસને પુનઃજીવિત કરવાનો પ્રયાસ

સાડા ત્રણસો વર્ષ પહેલા ભારતના બુંદેલખંડમાં મુઘલ સામ્રાજ્ય સામે બાવન જેટલાં યુદ્ધમાં અજય રહેનારા મહારાજા છત્રસાલનું પાત્ર વર્તમાન સમય સંજોગ કે, ભૂલી જવા પામી છે, ત્યારે સાબરકાંઠા હિંમતનગરના રહેવાસી દ્વારા ઇતિહાસને પુનઃજીવિત કરવાનો પ્રયાસ ના પગલે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહારાજા છત્રસાલને કેટલી સફળતા મળે છે તે પણ મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.