ETV Bharat / state

સાબરકાંઠામાં સપ્તાહના વિરામ બાદ વાવાઝોડા સાથે વરસાદ

author img

By

Published : Sep 18, 2019, 10:24 PM IST

સાબરકાંઠામાં સપ્તાહના વિરામ બાદ વાવાઝોડા સાથે વરસાદ

સાબરકાંઠા: જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયું હતો, જોકે વાવાઝોડા સાથે વરસાદ થવાને પગલે કેટલીક જગ્યાએ મકાન તેમજ ઝાડ પડતા લોકોને પરેશાની સર્જાઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો. જોકે બુધવારે વાવાઝોડા સાથે વરસાદ થતા સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. સવારથી જ ગરમીના માહોલમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ થવાને પગલે વિજયનગર તાલુકામાં દઢવાવ ગામમાં બે મકાન ધરાશાયી થયા હતા તો વિજયનગર ભિલોડા રોડ ઉપર વૃક્ષ પડવાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી રોડ તેમજ રસ્તા ખુલ્લા કરાવ્યા હતાં. વરસાદના પગલે જિલ્લામાં ઇડર, હિંમતનગર તેમજ વડાલી વિસ્તારમાં આવેલા તળાવ હજુ ખાલી છે. જોકે વરસાદને પગલે આ વિસ્તારમાં પણ પાણી વધવાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે સતત વરસાદને પગલે જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થવા જઇ રહ્યો છે.

સાબરકાંઠામાં સપ્તાહના વિરામ બાદ વાવાઝોડા સાથે વરસાદ
Intro:સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી વરસાદ શરૂ થયું છે જોકે વાવાઝોડા સાથે વરસાદ થવાને પગલે કેટલીક જગ્યાએ મકાન તેમજ ઝાડ પડવાના પગે કેટલાક લોકોને પરેશાની સર્જાઈ છેBody:સાબરકાંઠા જિલ્લામાં સલાહ એક સપ્તાહથી વરસાદ વિરામ લીધો હતો જોકે આજે બપોર બાદ વાવાઝોડા સાથે વરસાદ થતા સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી સવારથી જ ગરમીના માહોલમાં અચાનક વરસાદે આવતા કોસંબા તરત સાથોસાથ વાવાઝોડા સાથે વરસાદ થવાને પગલે વિજયનગર તાલુકામાં દઢવાવ ગામમાં બે મકાન ધરાશાયી થયા હતા તો વિજયનગર ભિલોડા રોડ ઉપર વૃક્ષ પડવાને પગલી વાહન વ્યવહાર પણ ખોરંભે ચડ્યો હતો જોકે સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી રોડ તેમજ રસ્તા ખુલ્લા કરાવ્યા છે તેમજ હાલમાં વાહન વ્યવહાર યથાવત્ શરૂ થયું છે વરસાદના પગલે જિલ્લામાં ઇડર હિંમતનગર તેમજ વડાલી વિસ્તારમાં આવેલ આ તળાવ હજુ ખાલી છે જોકે વરસાદને પગલે આ વિસ્તારમાં પણ પાણી વધવાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ છેConclusion:આ વર્ષે સતત વરસાદને પગલે જિલ્લામાં સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ થવા જઇ રહ્યું છે ત્યારે આગામી વર્ષમાં જિલ્લા મશીન છે તેમજ પાણીના પીવાની તકલીફ નહી તે હકીકત છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.