ETV Bharat / state

2022 સુધી ગુજરાત ઝીરો બજેટ ખેતીમાં નંબર વન બનશેઃ રાજ્યપાલ

author img

By

Published : Sep 29, 2019, 11:18 PM IST

સ્પોટ ફોટો

સાબરકાંઠાઃ જિલ્લામાં ગુજરાત રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની શિબિર યોજાઇ હતી. રાજ્યપાલ આચાર્ય નિવૃત્તિ આગામી સમયની તાતી જરૂરિયાતની સાથો સાથ માનવજીવનને ટકાવવા માટે કુદરતી ખેતી એકમાત્ર ઉપાય હોવાની વાત કરી હતી.

સાબરકાંઠાના ઇડર તાલુકાના મુકામે સોથી વધારે ગામના ખેડૂતો દ્વારા સુભાષ પાલેકરની ઝીરો બજેટ ખેતી મુદ્દેની શિબિર યોજાઈ હતી. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આગામી સમયમાં માનવ જીવનને વિકાસલક્ષી બનાવવાનો એકમાત્ર ઉપાય સમાન કુદરતી ખેતી હોવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે છેલ્લા 50 વર્ષમાં ખેડૂત વિકાસ કર્યા હોવાની વાતો છે. પરંતુ, છેલ્લા 50 વર્ષમાં જમીન બિન ઉપજાઉ થઈ હોવાની વાત પણ એટલી જ સાચી હોવાનું વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે. ત્યારે, ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી તે સમયની માગ છે.

2022 સુધી ગુજરાત ઝીરો બજેટ ખેતીમાં નંબર વન બનશેઃ રાજ્યપાલ

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ગુજરાતમાં તમામ ખેડૂતો ઝીરો બજેટ ખેતી તરફ વળે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ ખેડૂતોને ઝેરની ખેતીથી દૂર થવાની સાથે સાથે કુદરતી ઊભી કરેલી પદ્ધતિમાં ભાગીદાર થવાની પણ વાત કરી હતી. તેમજ કુદરતી ખેતી કરવી એ પુણ્યનો પ્રયાસ હોવાનું પણ જણાવ્યું હતું. જોકે 100થી વધારે ગામડાઓમાંથી એકઠા થયેલા ખેડૂતોએ આગામી સમયમાં પોતાના વિસ્તારમાં છેવાડાના વ્યક્તિ અને ખેતર સુધી ઝીરો બજેટ ખેતી લઈ જવાનો નિશ્ચય કર્યો હતો.

આ પ્રસંગે વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે મારી બસો એકર જમીનમાં આજે પણ ઝીરો બજેટ ખેતી કરું છું, તેમજ ગાયને માત્ર માતા તરીકે ગણાવી કે ગૌ માતાકી જય કહેવું તેના કરતા ગાયને પોતાના ઘરે રાખવી એ ગાયની મોટી સેવા છે. ગાય થકી સમગ્ર રાજ્ય તેમજ દેશનું ભલું થઈ શકે તેમ છે. ત્યારે, ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય એ સમયની માગ છે અને તેના થકી ખેડૂતોનો વિકાસ છે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં આજે ગુજરાતના રાજ્યપાલ ના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની શિબિર યોજાઇ હતી રાજ્યપાલ આચાર્ય નિવૃત્તિ આગામી સમયની તાતી જરૂરિયાત ની સાથોસાથ માનવજીવન ને ટકાવવા માટે કુદરતી ખેતી એકમાત્ર ઉપાય હોવાની વાત કરી હતી.Body:
આજે સાબરકાંઠાના ઇડર તાલુકાના મુકામે સોથી વધારે ગામના ખેડૂતો દ્વારા સુભાષ પાલેકર ની ઝીરો બજેટ ખેતી મુદ્દે ની શિબિર યોજાઈ હતી જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત દ્વારા આગામી સમયમાં માનવ જીવન ને વિકાસલક્ષી બનાવવા નો એકમાત્ર ઉપાય સમાન કુદરતી ખેતી હોવાનું જણાવ્યું હતું સામાન્ય રીતે છેલ્લા 50 વર્ષમાં ખેડૂત વિકાસ કર્યા હોવાની વાતો છે પરંતુ છેલ્લા 50 વર્ષમાં જમીન બિન ઉપજાઉ થઈ હોવાની વાત પણ એટલી જ સાચી હોવાનું વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે ત્યારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી એ સમયની માંગ છે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં તમામ ખેડૂતો ઝીરો બજેટ ખેતી તરફ વળે તે માટેનો પ્રયાસ કરવામાં આવનાર છે તેમજ ખેડૂતોને ઝેરની ખેતી થી દૂર થવાની સાથે સાથે કુદરતી ઊભી કરેલી પદ્ધતિમાં ભાગીદાર થવાની પણ વાત કરી હતી તેમજ કુદરતી ખેતી કરવી એ પુણ્યનો પ્રયાસ હોવાનું પણ જણાવ્યું હતું જોકે ૧૦૦ થી વધારે ગામડાઓમાંથી એકઠા થયેલા ખેડૂતોએ આગામી સમયમાં પોતાના વિસ્તારમાં છેવાડાના વ્યક્તિ અને ખેતર સુધી ઝીરો બજેટ ખેતી લઈ જવાનો નિશ્ચય કર્યો હતો આ પ્રસંગે બોલતા રાજ્યપાલ જણાવ્યું હતું કે મારે બસો એકર જમીનમાં આજે પણ ઝીરો બજેટ ખેતી કરું છું તેમજ ગાયને માત્ર માતા તરીકે ગણવી કે ગૌ માતાકી જય કહેવું એના કરતા ગાયને પોતાના ઘરે રાખવી એ ગાયની મોટી સેવા છે ગાય થકી સમગ્ર રાજ્ય તેમજ દેશનું ભલું થઈ શકે તેમ છે ત્યારે ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય એ સમયની માંગ છે અને એ થકી ખેડૂતો વિકાસ છે

બાઈટ :આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ,ગુજરાત સરકાર
બાઈટ અરવિંદ પટેલ ખેડૂત
બાઈટ રઘજીભાઇ પટેલ આયોજકConclusion:જોકે સજીવ ખેતીનો કોન્સેપ્ટ છેવાડાનો ગ્રામજન ક્યારે સમજી શકે છે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.