ETV Bharat / state

Sabarkantha News: છ વર્ષના છોકરાની અદભુત છે વાકછટા, કડકડાટ બોલે છે શિવતાંડવના શ્લોક

author img

By

Published : Jul 25, 2023, 1:41 PM IST

સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે
સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે

કહેવાય છે કે બુદ્ધિ એ ભગવાનની અપ્રિતમ ગિફ્ટ છે અને એમાંય સ્મરણ શક્તિ માટે આજની તારીખે કેટલાય પ્રયાસો થાય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં મંત્ર પટેલ નામના છ વર્ષના બાળક ને સંસ્કૃતના શ્લોક વિવિધ ચાલીસા તેમજ શ્રીમદ્ ભગવત ગીતા કંઠસ્થ છે. સાથો સાથ તેની વાક્ય છટા અને રજૂઆત પણ સૌ કોઈ માટે અનોખી સાબિત થઈ રહી છે. એક તરફ સંસ્કૃતના પંડિતોને પણ શ્લોક અને મંત્રો માટે વિવિધ સહાય લેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારે મંત્ર પટેલ કોઈપણ વ્યક્તિના સહયોગ કે સહાય વિના ગાયત્રી મંત્ર હનુમાન ચાલીસા ઉમિયા ચાલીસા તેમજ ગણેશ ચાલીસા સહિત શિવ તાંડવ અને શ્રીમદ્ ભગવત ગીતા નો મુખપાઠ કરે છે. તેમજ અન્ય બાળકોને પણ ભારતની વૈદિક સંસ્કૃતિ અંતર્ગત તેની રજૂઆત કરે છે. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.

સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ

સાબરકાંઠા: દરેક વ્યક્તિમાં અમર્યાદિત બુદ્ધિ ક્ષમતા એ ભગવાને આપેલી વિશિષ્ટ તાકાત છે. જોકે કેટલાક બાળકો ને મળેલી અદ્વિતીય સ્મરણ શક્તિનો પરિવારજનોને બાળપણથી જ અનુભવ થતો હોય છે. જેમાં સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની મોટી રમતોમાં સમય પસાર કરતા હોય છે. જ્યારે સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.

વિશિષ્ટ તૈયારી: સામાન્ય રીતે પાંચ થી છ વર્ષની ઉંમર પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા માટેની પણ યોગ્યતા ધરાવતી નથી. સાથો સાથ છ વર્ષની ઉંમરે મોટાભાગના બાળકો નાની મોટી રમતો સહિત મોબાઈલની ગેમ સહિત નર્સરી વર્ગ એક અને બે માં અભ્યાસની ઉંમર છે. જોકે હિંમતનગરમાં છ વર્ષની ઉંમરમાં રહેતો મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા સંસ્કૃતના કઠિન શ્લોક નું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરે છે. તેમજ શિવ તાંડવ જેવા શ્લોકોનું મુખપાઠ કરે છે. મોટાભાગે શિવ તાંડવ ગાયત્રી ચાલીસા હનુમાન ચાલીસા તેમજ ગણપતિ ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરવા માટે વિશિષ્ટ તૈયારી કરવી પડતી હોય છે.

સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ
સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ

મંત્રો તદ્દન સરળતાથી સ્પષ્ટ: તેમજ સતત મહાવરા ના પગલે જ આવા શ્લોકો અને મંત્રો કંઠસ્થ થઈ શકે છે. જોકે છ વર્ષની ઉંમર ધરાવતા મંત્ર પટેલ ને વિશેષ કોઈ સલાહ સુચન કે તૈયારી વિના બાળપણથી જ જાણે કે કંઠસ્થ હોય તેમ મોટા ભાગની ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતા અને શિવ તાંડવ કંઠસ્થ કર્યા છે. સામાન્ય રીતે બાળકોના જન્મદિવસે નાના-મોટા રમકડા સહિત તેમની મનપસંદ ચીજ વસ્તુઓ આપીને તેમને ખુશ કરાવતા હોય છે. ત્યારે મંત્ર પટેલ ના જન્મદિન નિમિત્તે ત્રણ વર્ષ અગાઉ અપાયેલ શ્રીમદ્ ભગવદગીતા થકી તેનામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા મંત્રો તદ્દન સરળતાથી સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલી બતાવે છે.

સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ: સાથો સાથ તેના મિત્રોને પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રેષ્ઠતા બતાવી ધર્મ અને કર્મના પાઠ શીખવી રહ્યો છે. જોકે મંત્ર પટેલની અદ્વિતીય બુદ્ધિ ક્ષમતા વધારવામાં માતા-પિતાનો પણ વિશેષ રોલ રહ્યો છે. તેમને બાળપણ થી જ ભારતીય સંસ્કૃતિ સહિત વૈદિક સંસ્કૃતિ ઉપર વિશેષ ભાર આપ્યો હોવાના પગલે આજે મંત્ર પટેલ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે. જોકે પોતાની વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સહિત સ્મરણ શક્તિ અને વાત છતાં મંત્ર પટેલ કંઇક આવું જણાવી રહ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ
સાબરકાંઠાના હિંમતનગર નો મંત્ર પટેલ વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ

દીકરા માટે ગૌરવ: જોકે છ વર્ષની ઉંમર હોવા છતાં મંત્ર પટેલ ના માતા પિતા આજે તેમના દીકરા માટે ગૌરવ લઈ રહ્યા છે. સામાન્ય રીતે પોતાનું સંતાન વિશેષ કારનામા કરે તેમ જ મોબાઈલ કે અન્ય પરીક્ષાઓમાં વિશેષ સિદ્ધિ મેળવે તો મા-બાપને ગૌરવ થતું હોય છે. પરંતુ છ વર્ષના મંત્ર પટેલે અત્યારથી જ વિશિષ્ટ સ્મરણશક્તિ તેમજ ધારદાર વાક્છટા ના પગલે મા બાપ માટે અત્યારથી જ ગૌરવ સમાન બની રહ્યો છે. ત્યારે મા-બાપ માટે ભારતની વૈદિક સંસ્કૃતિ માટે મહત્વ હોવાના પગલે હવે તેમનો દીકરો મંત્ર પટેલ પણ અત્યારથી જ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેમ છે. જોકે છ વર્ષનો મંત્ર પટેલે 60 વર્ષના સતત તૈયારીઓ કરનારા અને હોમ હવન યજ્ઞ સહિત વિશિષ્ટ માન સન્માન મેળવનારાઓ માટે પણ અચરજ બની રહ્યા છે. ત્યારે મંત્ર પટેલ ની સિદ્ધિ માટે તેમની માતા કંઈક આમ જણાવે છે.

  1. Sabarkantha News : ધરોઇ ડેમમાં માછીમારીની કેઝ સીસ્ટમ અને કરોડોની ગ્રાન્ટની ગેરરીતિ ખુલ્લી પડી, ભીનું સંકેલાવાની ભીતિ
  2. Sabarkantha News: પ્રથમ વરસાદમાં જ ધરોઈડેમ છલોછલ, ખેડૂતોનું 'મન મોર બની થનાગટ કરે'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.