Kargil Vijay Diwas 2021: કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ વીર શૈલેષ નીનામાં

author img

By

Published : Jul 26, 2021, 11:02 AM IST

Updated : Jul 27, 2021, 2:10 PM IST

Kargil Vijay Diwas 2021

1999માં થયેલા કારગિલ યુદ્ધમાં દેશના અનેક જવાનોએ શહાદત વહોરી હતી. આ યુદ્ધ માર્ચથી જુલાઈ સુધી ચાલ્યુ હતુ, જેમાં ગુજરાતના વીર સપૂતો પણ કૂરબાન થયા હતા. જેમાં સાંબરકાંઠાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામાએ પણ આ જંગમાં માભોમ કાજે કુરબાની આપી હતી.

  • કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ વીર શૈલેષ નીનામાં
  • માત્ર 3 વર્ષની નોકરીમાં બિહાર રેજીમેન્ટ થકી થયા શહીદ
  • માતા પિતાની આંખમાં 22 વર્ષ બાદ પણ યાદ સાથે આંસુ

સાબરકાંઠા: ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં માર્ચ થી જુલાઈ સુધી કારગિલ યુદ્ધ લડાયું હતું જે અંતર્ગત ભારતના 527 થી વધુ વીર જવાનોએ શહાદત વહોરી હતી. તેમજ 1,363 જેટલા જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે કારગિલ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી પરંતુ આ જીત પાછળ સમગ્ર દેશના વીર જવાનોએ પ્રચંડ તાકાતનો પરચો આપ્યો હતો. જેમાં 527 જેટલા વીર જવાનો શહીદ થયા હતા. તેમાંથી ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા પણ શહીદ થયા હતા.

Kargil Vijay Diwas 2021
Kargil Vijay Diwas 2021

બિહાર રેજીમેન્ટમાં મેળવી ટ્રેનિંગ

સાબરકાંઠાના વિજયનગરના કંથારીયા ગામના શૈલેષ નીનામા બાળપણથી જ શૌર્ય અને અદમ્ય સાહસ થકી બીલડીયા પ્રાથમિક સ્કૂલ તેમજ ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ ખાતે ફર્સ્ટ બિહાર રેજીમેન્ટની ભરતી બહાર પડતાં તેઓ સિલેક્ટ થયા હતા. ત્યારબાદ બિહારના પટના ખાતે તેમની ટ્રેનિંગ પૂરી થઈ હતી. તેમજ બિહાર રેજીમેન્ટની ટ્રેનિંગ બાદ 3 વર્ષ વિવિધ જગ્યાએ ફરજ પર મુકાયા હતા.

Kargil Vijay Diwas 2021
Kargil Vijay Diwas 2021

કારગીલ યુદ્ધમાં તેમની થયું હતું પોસ્ટિંગ

જોકે 1999માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા કારગીલ યુદ્ધમાં તેમની પોસ્ટિંગ થતા તેઓ કારગીલ વોરમાં જોડાયા હતા. જોકે જમ્મુ-કાશ્મીરના જુવાર ટોપ ઉપર 30 જૂન 1999ની રાત્રિના સમયે અચાનક દુશ્મનોએ હુમલો કરતાં શૈલેષ નીનામા વીરતાપૂર્વક લડ્યા હતા. તેમજ દુશ્મનોને આગળ વધતા અટકાવવા માટે જીવ સટોસટની બાજી ખેલી હતી.

Kargil Vijay Diwas 2021
Kargil Vijay Diwas 2021

કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ

અચાનક થયેલા હુમલાના પગલે શૈલેષ નીનામા ગંભીર રીતે ઘાયલ થયા હતા જોકે ગંભીર થયેલા હોવા છતાં દુશ્મનો સામે જીવનું જોખમ હોવા છતાં લડાઈ યથાવત રાખતા તેઓ શહીદ થયા હતા. જેના પગલે તેમના મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ તરીકે તેમનો પાર્થિવ વતન ખાતે લાવવામાં આવતા જિલ્લા સહિત રાજ્યમાં પણ ગૌરવ સાથે શોકનો માહોલ ફેલાયો હતો.

કારગિલ યુદ્ધમાં ગુજરાતના પ્રથમ શહીદ વીર શૈલેષ નીનામાં

22 વર્ષ બાદ પણ માતા-પિતાની આંખમાં આંસુ જોવા મળે

શૈલેષ નીનામાની શહાદતને 22 વર્ષ જેટલો સમય વિતવા છતાં તેમના માતા-પિતાની આંખમાં આજે પણ તસવીર જોતાની સાથે જ અશ્રુ છલકાઈ ઊઠે છે. તેમનું માનવું છે કે, બાવીસ વર્ષથી વધુ સમય થવા છતાં વ્હાલસોયા પુત્રની યાદ આજે પણ એટલી જ આવે છે. તેમજ હૃદયના એક ભાગમાં ખાલીપો જોવા મળે છે. દેશ માટે શહીદ થયાનું ગૌરવ છે પરંતુ પોતાના પરિવારમાં પડેલી ખોટ પણ એટલી જ મહત્વની છે.

પરિવારમાં કુલ 4 પુત્રોમાંથી શૈલૈષ ત્રીજા નંબરના

આજના દિવસે પણ પુત્રના નામની સાથે જ આંખમાંથી આંસુ સરી પડે છે. તેમના પરિવારમાં કુલ 4 પુત્રોમાંથી શૈલૈષ ત્રીજા નંબરના હતા. તેમની શહીદી બાદ તેમના બીજા બે ભાઈઓ પણ અવસાન પામ્યા હતા. હાલમાં માત્ર 1 પુત્ર જ માતા-પિતા સાથે છે. જોકે ઘડપણની લાકડી બનવાના ગુણોથી મોટા કરાયેલા દીકરાનું મા ભોમની રક્ષા કાજે શહીદ થતા ગૌરવની લાગણી થાય તે સ્વાભાવિક છે પરંતુ પારિવારિક જીવનમાં ઊભી થયેલી ખોટ તેમજ ઉણપ આજે પણ યથાવત છે.

વિજયનગર વિસ્તારના 800 જવાનો માં ભોમની કરે છે રક્ષા

વિજયનગર પંથકમાં હાલના તબક્કે 800થી વધારે જવાનો ભારતની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે. તેમજ મા ભોમની રક્ષા ખાતે જીવ સટોસટના ખેલ ખેલે છે. આ સાથો-સાથ હજુ પણ આગામી સમયમાં સ્થાનીક વિસ્તારમાંથી લોકો સેનામાં જોડાવા માટે ઉત્સુકતા દાખવી રહ્યા છે. કારગિલ વોરમાં શહીદ થયેલા શૈલેષ નિનામાંનો પરિવાર જનો પણ આગામી સમયમાં શૈલેષ નીનામાના પગલે ચાલવાની વાત કરતા જોવા મળે છે. જોકે સ્થાનિક આગેવાનો પણ મા ભૌમની રક્ષા માટે સમગ્ર પંથક તૈયાર છે.

જોકે આગામી સમયમાં પણ વિજયનગર વિસ્તારના લોકો દેશી સેવામાં ગુજરાત કક્ષાએ સૌથી વધારે અદમ્ય સાહસ બતાવી રહ્યા છે. ત્યારે કારગીલ દિવસે શહીદ થયેલા જવાનોની શહાદતને કેમ યાદ ન કરીએ...

Last Updated :Jul 27, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.