ETV Bharat / state

સાબરકાંઠામાં વડાલીમાં વિધર્મી યુવક પરિણીતાને ભગાડવા જતા ઝડપાયો

author img

By

Published : Feb 3, 2021, 7:46 PM IST

ઇડર બસ સ્ટેન્ડથી પકડાયેલ યુગલ
ઇડર બસ સ્ટેન્ડથી પકડાયેલ યુગલ

સાબરકાંઠાના ઇડરમાં ઝારખંડથી આવેલો વિધર્મી યુવક વડાલીની પરિણીતાને બસ સ્ટેન્ડ નજીક ભગાડવા જતા ઝડપાઇ ગયો હતો. આ મામલે સમગ્ર વિસ્તારમાં હંગામો સર્જાયો હતો. પોલીસે યુવકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

  • ઝારખંડનો વિધર્મી યુવક પરિણીતાને ભગાડવા જતા ઝડપાયો
  • Facebook IDથી મહિલાને સતામણી કરી હતી
  • લવ જેહાદ મામલે સમગ્ર વિસ્તારમાં હંગામો સર્જાયો
    ઇડર પોલીસ
    ઇડર પોલીસ

સાબરકાંઠા : સાબરકાંઠાના ઇડરના બસ સ્ટેન્ડમાં બુધવારે ઝારખંડથી આવેલા વિધર્મી યુવકે વડાલીની પરણિતાને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. યુવકે ફેસબુક પર વિવિધ ID બનાવીને પરિણીતાને લોભામણી કરીને આકર્ષિત કરી હતી. જોકે, વિવિધ સંગઠનો દ્બારા બન્નેને ઝડપી લઇને ઇડર પોલીસને સોંપી દીધા છે. વડાલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ફેસબુક મારફતે સંપર્ક કરીને લોભામણી

સાબરકાંઠાના વડાલીમાં પરિણીતાને ઝારખંડના વિધર્મી યુવકે ફેસબુક મારફતે સંપર્ક કરી વિવિધ IDઓ થકી તેને લલચામણી અને લોભામણી બાબતોથી આકર્ષિત કરી હતી. જેના પગલે આજે ઝારખંડથી આવેલા યુવકે વડાલીથી પરણિતાને લઈ ઈડર બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યો હતો. સાથે-સાથે પરિણીતાને આજે જ ઈડરથી ઝારખંડ લઈ જવા રવાના થયો હતો. જોકે, વિવિધ સંગઠનો સહિત પોલીસે આ મામલે સતત આવતા યુવકને ઈડર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લેવાયો હતો. ઇડર પોલીસ મથકે રજૂ કરાયા બાદ ઇડર પોલીસે આ મામલે વડાલી પોલીસને જાણ કરતા યુગલને વડાલી પોલીસ મથકે રજૂ કરાયા છે. જો કે, લવ જેહાદના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો હતો.

બન્ને યુગલ ઇડર બસ સ્ટેન્ડથી ઝડપાયા

સાબરકાંઠાના વડાલી પરણિતાને ઝારખંડથી આવેલા વિધર્મી યુવકે Facebookના વિવિધ ID થકી પોતાના તરફ આકર્ષિત કરી. આજે જ વડાલીથી ઝારખંડ ભગાડી જવાના આશયથી નીકળ્યો હતો. જો કે, ઈડર બસ સ્ટેન્ડમાં વિવિધ સંગઠનો સહિત પોલીસની મદદ થકી બન્નેને ઝડપી લેવાયા હતા. ઇડર પોલીસ મથકે રજૂ કરાયા બાદ આ યુગલને વડાલી પોલીસ મથકમાં મોકલી આપવામાં આવ્યા છે.

લવ જેહાદના મામલે હંગામો સર્જાયો

સાબરકાંઠાના વડાલીમાં લવ જેહાદ મામલે આજે વધુ એક કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ સર્જાયો હતો. વડાલીની યુવતીને ઝારખંડથી આવેલા વિધર્મી યુવકે ભગાડી જવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો હતો. જો કે, આ મામલે પોલીસે બંન્નેને ઇડરથી વડાલી પોલીસ સ્ટેશનમાં હાજર કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.