ETV Bharat / state

Sabarkantha Crime News: સફાઈ કર્મચારીને લાકડી દ્વારા ઢોરમાર મારવા મુદ્દે હોબાળો, વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 5:23 PM IST

સફાઈ કર્મચારીને લાકડી દ્વારા ઢોરમાર મારવા મુદ્દે હોબાળો
સફાઈ કર્મચારીને લાકડી દ્વારા ઢોરમાર મારવા મુદ્દે હોબાળો

ઈડર નગર પાલિકાના સફાઈ કર્મચારીને લાકડીથી ઢોરમાર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના મુદ્દે સફાઈ કર્મચારીઓએ 1 દિવસની સાંકેતિક હડતાળ કરી છે. ઈડર પોલીસે ઘટનાની ગંભીરતા પારખી લઈને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Idar Nagar Palika Swipper Brutally Beaten

વીડિયો વાયરલ થતા મામલો ગરમાયો

ઈડરઃ નગર પાલિકાના સફાઈ કર્મચારીને લાકડીથી મારવાની ઘટના મુદ્દે હોબાળો મચી ગયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ઈડર નગર પાલિકાના કર્મચારીઓએ 1 દિવસની સાંકેતિક હડતાળ પર કરી છે. ઢોરમારને લીધે સફાઈ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે. જેની સારવાર ઈડર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ઈડર પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એક્શન મોડમાં આવી ગઈ હતી. ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ સાબરકાંઠાની ઈડર નગર પાલિકા ખાતે રામદેવ સોલંકી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. બપોરે પાલિકા ઓફિસમાં હાજરી પૂરાવ્યા બાદ રામદેવ સોલંકી પોતાની ફરજ પાંજરાપોળ વિસ્તારમાં બજાવી રહ્યા હતા. આ સમયે અચાનક જ એક ઈસમ તેમને લાકડીથી ઢોર માર મારવા લાગ્યો. આ ઢોરમારને લીધે રામદેવ સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતા પારખીને અશ્વિન જાની નામક આરોપીની સત્વરે ધરપકડ કરી લીધી છે. આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે.

ઘેરા પ્રત્યાઘાતોઃ આ ઘટનાને લઈને સફાઈ કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. સફાઈ કર્મચારીઓએ 1 દિવસની સાંકેતિક હડતાળ કરી છે અને એક રેલી પણ કાઢી હતી. આ રેલીમાં સફાઈ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઈડર નગર પાલિકાથી ઈડર પોલીસ સ્ટેશન સુધી ચાલતા પહોંચ્યા હતા.

ગઈકાલે રામદેવ સોલંકી પોતાની ફરજ બજાવતા હતા ત્યારે એક ઈસમે લાકડી વડે તેમના હાથ અને પગ પર ગંભીર હુમલો કર્યો હતો. અમે ઘાયલ કર્મચારીને ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઈડર પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીને કાયદાકીય સજા થવી જોઈએ...જીગર રામી(સેનેટરી ઈન્સ્પેક્ટર, ઈડર નગર પાલિકા)

રામદેવ સોલંકી નામક સફાઈ કર્મચારી બપોરે પાલિકા ઓફિસમાં હાજરી નોંધાવીને પાંજરાપોળ વિસ્તારમાં પોતાની ફરજ પર ગયા હતા. ત્યાં અચાનક એક ઈસમ દ્વારા તેમના પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘાયલ કર્મચારીને ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળેથી આરોપીની અટકાયત કરી લીધી છે...દિગ્વિજય સિંહ(હેડકલાર્ક, ઈડર નગર પાલિકા)

પાંજરાપોળમાં સફાઈ કર્મચારી રામદેવ સોલંકી પર લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં સફાઈ કર્મચારીઓ 1 દિવસ ફરજથી વેગળા રહી વિરોધ નોંધાવે છે. આ ઘટનાના આરોપીને સખતમાં સખત સજા કરવાની માંગણી સફાઈ કર્મચારીઓ કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં અન્ય સફાઈ કર્મચારી પર આવો હિચકારો હુમલો ફરી ન થાય...ભારતી સોલંકી(સફાઈ કર્મચારી, ઈડર નગર પાલિકા)

નગર પાલિકાના સફાઈ કર્મચારી પર એક ઈસમે લાકડી વડે હીચકારો હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની ખરાઈ કર્યા બાદ અમે પોલીસ ફરિયાદ કરી છે અને ડીવાયએસપી ઈડર સાથે ટેલીફોનિક ચર્ચા પણ કરી છે. આ કેસમાં નિયમ મુજબની કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે. સફાઈ કર્મચારીઓએ 1 દિવસની સાંકેતિક હડતાળ કરી છે જેમાં અમે તેમને માત્ર અડધો દિવસ હડતાળ કરવા સમજાવ્યા છે...ઉપેન્દ્ર સિંહ ગઢવી(ચીફ ઓફિસર, ઈડર નગર પાલિકા)

  1. Morbi Crime News: મોરબીમાં છોકરાના પ્રેમ સંબંધના કારણે માતાપિતાને ખાવો પડ્યો માર
  2. Rajkot Crime: જુગાર રમતી વખતે વૃદ્ધને માર માર્યા બાદ મોત, કારણ જાણીને ચોંકી જશો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.