ETV Bharat / state

Rain in Himmatnagar : નવાનગર ગામે એકર તળાવ ઓવરફ્લો થતા લોકો જોવા ઉમટી પડ્યા

author img

By

Published : Jul 25, 2022, 2:13 PM IST

Rain in Himmatnagar : નવાનગર ગામે 27 એકર ઓવરફ્લો થતા લોકો તળાવ જોવા ઉમટી પડ્યા
Rain in Himmatnagar : નવાનગર ગામે 27 એકર ઓવરફ્લો થતા લોકો તળાવ જોવા ઉમટી પડ્યા

હિંમતનગરમાં સારા વરસાદના પગલે નવાનગર (Rain in Himmatnagar) ગામનું એકર તળાવ ઓવરફ્લો થતાં ખુશીનો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગામ લોકોએ તળાવના પાણીના (Gujarat rain update) વધામણા કર્યા છે. તળાવ થકી સમગ્ર ગ્રામ લોકોના સંપ દ્વારા સિંચાઈની ખેતી કરવામાં આવે છે.

સાબરકાંઠા : હવામાન ખાતાની આગાહીને (Rain weather in Himmatnagar) લઈને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું. 23મી 24ના રોજ સાબરકાંઠા જિલ્લામાં સાવિત્રીક વરસાદ વરસ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં 1.5 ઇંચ વરસાદ વિજયનગર અને પોશીનામાં અડધો ઇંચ વરસાદ અને ઇડરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રીએ ઇડરમાં વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલને લઈને હિંમતનગરમાં કેટલા નાના મોટા (Lakes in Sabarkantha) તળાવો ઓવરફ્લો થતા જોવા મળ્યા હતા.

નવાનગર ગામે 27 એકર ઓવરફ્લો થતા લોકો તળાવ જોવા ઉમટી પડ્યા

આ પણ વાંચો : વરસાદે બગાડી સુરતી લાલાઓની રજા

નવા નીરની આવક ખેડૂતોમાં ખુશી - હિંમતનગરના નવાનગર કંપામાં 27 એકર નવા નીરની આવકથી તળાવ (Gujarat rain update) ઓવરફ્લો થયું હતું. નવાનગરનું સૌથી મોટું તળાવ વરસાદની પહેલી સિઝનથી જ ભરાતા ગામ લોકોમાં અને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તળાવમાં નવા નિર્માણ લઈને ગ્રામ લોકો દ્વારા બાળકો મહિલાઓ સહિત નવા નિરના વધામણા કરી પૂજા અર્ચના કરી હતી. આ તળાવ થકી સમગ્ર ગ્રામ લોકોના સંપ દ્વારા (Rain weather in Sabarkantha) સિંચાઈની ખેતી કરવામાં આવે છે. તળાવની બાજુમાં સંપ બનાવી ગામ લોકો ડ્રિપ એરીપેરીગેશનથી આખા ગામના સિંચાઈ માટે ડ્રીપ એરીપેરીગેશનથી ખેતી કરતા થયા છે.

27 એકર તળાવ
27 એકર તળાવ

આ પણ વાંચો : વાહ... મગરનું બચ્ચું રસ્તામાં ગાયમાતાના દર્શન કરી વધ્યું આગળ

વરૂણદેવને પૂજા અર્ચના કરી - નવાનગરના ગામનું આટલું મોટું તળાવ પહેલા વરસાદની સિઝનમાં (Rain Forecast in Gujarat) ભરાતા ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેને લઈને ગામ લોકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો તળાવના નવા નીરના વધામણા કરી વરૂણદેવને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તળાવ ભરાતા આસપાસના વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે. તેમજ બોરકૂવામાં જળ સ્તર ઊંચા આવશે. જેને લઈને સિંચાઈ માટે ખૂબ મહત્વનું બની રહેશે. હાલ તો સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે આવનાર સમયમાં હજુ ભારે વરસાદની ખેડૂતો દ્વારા આશા ફેરવી રહ્યા છે. મોટાભાગના જળાશયો ખાલી હોવાને પગલે હજુ વરસાદ આવે તેવી સૌ કોઈ અપેક્ષા રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.