ETV Bharat / state

Chaitri Navratri 2023 : ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી, માના મહિમા સાથે વિશેષ આયોજન જાણો

author img

By

Published : Apr 1, 2023, 5:13 PM IST

Chaitri Navratri 2023 : ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રી ઉજવણી, માના મહિમા સાથે વિશેષ આયોજન જાણો
Chaitri Navratri 2023 : ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રી ઉજવણી, માના મહિમા સાથે વિશેષ આયોજન જાણો

સાબરકાંઠા જિલ્લાનું નાના અંબાજી એટલે ખેડબ્રહ્મા. મહિષાસુર વધ માટે મા અંબાએ અહી પોતાનું સક્ષાત સ્વરૂપ બતાવેલું. અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવેલું. ચૈત્રી નવરાત્રી ઉજવણીમાં ભક્તો માના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

નાના અંબાજી મંદિર તરીકે ઓળખાય છે

ખેડબ્રહ્મા : અંબિકા માતાનું આ મંદિર 11મી સદી આસપાસ બંધાયેલ છે. દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે મેળા દરમિયાન ઘણાં યાત્રીઓ અહીં આવે છે. તેને નાના અંબાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિકી પૂનમ વખતે પણ અહી મેળો ભરાય છે. અહીં પોષ પૂનમના મેળાનું મહત્વ છે કારણકે તે દિવસે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

સોનાના હળથી ખેડ : ખેડબ્રહ્મા ખાતે નાના અંબાજી તરીકે જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે. તેમાય આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરવા માટે બ્રહ્માજી વતી વિશ્વકર્માએ જે જગ્યાએ સોનાના હળથી ખેડ કરી હતી. તે જગ્યા બ્રહ્માની ખેડ તરીકે ઓળખાય છે. અને કાળક્રમે તે આજનું ખેડબ્રહ્મા યજ્ઞમાં વિઘ્ન નાખનાર મહિષાસુર રાક્ષસનો મા આદ્ય શકિત જગદંબાએ વધ કર્યો હતો. અને ત્યાર બાદ બ્રહ્માજીની વિનંતિથી માતાજીએ કાયમ માટે ખેડબ્રહ્મામાં વાસ કર્યો હતો. મા આદ્ય શકિત અંબાના જુદા જુદાવાર પ્રમાણે માતાજીની સવારી બદલાય છે.

આ પણ વાંચો Chitra Vichitra Mela: ગુણભાંખરી ગામમાં યોજાયો ચિત્રવિચિત્ર મેળો, આદિવાસીઓની લોકસંસ્કૃતિના થયા દર્શન

મંદિર પરિસરમાં ભવ્ય રોશની : દર પૂનમે કમલા સ્વરૂપે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા દૂર દૂરના શહેરો અને ગામડામાંથી હજારો શ્રધ્ધાળુઓ માઈ-ભકતો દર્શને ઊમટી પડે છે.ખેડબ્રહ્માના સુપ્રસિધ્ધ યાત્રાધામ નાના અંબિકા માતાજી મંદિરે પોષી પૂનમે મા અંબાનો જન્મ દિવસ હોઈ મંદિર પરિસરને ભવ્ય રોશની અને ફુલોના હારથી શણગારી સુશોભિત કરી મંદિરના ચાચરચોકમાં વહેલી સવારથીજ કડકડતી ઠંડી પડતી હોવા છતાં સવારથીજ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળે છે.

નવરાત્રીનો અનોખો માહોલ : જગતજનનીના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે અને નવરાત્રીના નવ દિવસો તો મંદિરમાં ભક્તોનો મેળાવડો જોવા મળતો હોય છે.. એક લોક વાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કરેલો મહિષાસુરનો. મહિષાસુરનાં ત્રાસથી લોકોને બચાવવા માટે અહી જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવેલું અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત લઇ જવાયેલી ગબ્બરમાં. ત્યારથી જ આ જગ્યા પર ભક્તોનો પ્રવાહ ઉમટતો રહ્યો છે. તો આસો નવરાત્રી કે ચૈત્રી નવરાત્રી હોય પણ ભક્તો માના દરબાર માના દર્શન કરી ગરબાની મજા માણતા હોય છે.

આ પણ વાંચો Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ

અન્ય રાજ્યોના ભક્તો પણ આવે છે : રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં લોકો પણ મોટી સંખ્યામાં અહી ભાદરવી પૂનમ સમયે પદયાત્રા કરતા આવતા હોય છે. તો ચૈત્રી નવરાતીમાં તો ભક્તો માના દર્શન કરવા અને રાત્રે ગરબે ઘૂમવા પણ આવતા હોય છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રીમાં મંદિર સવારના 7 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહે છે. આમ તો ચૈત્રી નવરાત્રીને લઈ માતાનુ વહેલી સવારે 6 વાગે ઘટ સ્થાપન કર્યા બાદ આરતી પછી 25 કિલો દૂધથી માતાજીનો અભિષેક કરાયો અને ઘજા પણ ચઢાવવામાં આવી છે અને સૌથી લાંબો તહેવાર એવા ગરબાનુ આયોજન રાત્રી દરમિયાન એક કલાક રખાયુ છે. આમ ચૈત્રી નવરાત્રીમાં ભક્તોને આખો દિવસ માતાજીના દર્શનનો લાભ મળશે તો આ ઉપરાંત રાત્રી દરમિયાન ગરબા પણ રમવા મળશે.

માના દરબારે ભીડ જામી : પાંચસો કિલોમીટરથી પણ વધુ અંતર કાપીને અહી આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે. તો આસ્થા, ભક્તિ પણ અહીં જોવા મળે છે અને એટલે નવરાત્રીના પ્રથમ દિવસે જ ભક્તોના માના દરબારે ભીડ જામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.