ETV Bharat / state

Rajkot News: રામ જન્મભૂમિના સંદેશા સાથે નવસારીના નરેશભાઈ આહિરની છેલ્લા 11 વર્ષથી 1700 કિમીની સાયકલ યાત્રા

author img

By

Published : Aug 20, 2023, 1:45 PM IST

Updated : Aug 20, 2023, 3:09 PM IST

રામ જન્મભૂમિના સંદેશા સાથે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહિર 1700 કિમીનો સાયકલ પ્રવાસ કરશે ત્યારે તેઓ સાયકલ લઈને રાજકોટના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર પહોંચ્યા હતા. જુઓ આ અહેવાલમાં.

Rajkot New
Rajkot New
રામ જન્મભૂમિના સંદેશા સાથે નરેશભાઈ આહિરની સાયકલ યાત્રા

રાજકોટ: સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વિરપુર કે જ્યાં લોક વેક મુજબ એવા માનવામાં આવે છે કે અહીં વીરપુરની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામ પૂજ્ય જલાબાપાની ઝૂંપડીએ આવ્યા હતા. ત્યારથી હજારો ભક્તો, શ્રધ્ધાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા પોત-પોતાની આસ્થા અને શ્રધ્ધા સાથે અહી આવે છે. કોઈ ભક્તો પગપાળા આવે છે તો કોઈ સાઇકલ લઈને આવતા હોય છે. ત્યારે આવી જ એક શ્રધ્ધા અને આસ્થા સાથે છેલ્લા અગિયાર વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના પ્રવાસે લોક સાહિત્યકાર નરેશભાઈ આહિર આવે છે. જેમાં આ વર્ષે પણ તેઓ વીરપુર ખાતે સાયકલ લઈને આવી પહોંચ્યા હતા.

નરેશભાઈની આસ્થા, શ્રદ્ધાને લોકોએ બિરદાવી

રામ જન્મભૂમિના સંદેશા સાથે સાયકલ યાત્રા: આ યાત્રા અંગે સાયકલ યાત્રા કરનાર નરેશભાઈએ વધુમાં જણાવ્યું છે કે દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કોઈ ને કોઈ ધ્યેય અને સંદેશા સાથે આવે છે. જેમાં આ વર્ષે દેશના ગૌરવસમા અને હિન્દૂ સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સંદેશો લઈને પોતાના ગામ નવસારીના એન્જલ ગામથી રાજપરા, ભાવનગર, રોહિશાળા, બગદાણા, સારંગપુર, ઘેલા સોમનાથ સહિત વીરપુરથી ક્ચ્છ 1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા આવ્યા હતા.

1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ
1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ

1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ: નરેશભાઈએ વીરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરી અને કચ્છ તરફ આગળ પ્રયાણ કર્યું છે. અહીં નવાઈની વાત તો એ છે કે આસ્થા અને શ્રધ્ધા સાથે સાયકલ યાત્રા કરનાર નરેશભાઈ આહીર પોતે એકલા જ 1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘેર પણ સાયકલ પર જ જાય છે. આ દરમિયાન પણ પોતે કોઈપણ વાહનોનો સહારો પણ લેતા નથી. ત્યારે અગિયાર વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરતા નરેશભાઈ આહીરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે અને તેમની આસ્થા, શ્રદ્ધા અને સદેશાઓને પણ લોકોએ ખૂબ બિરદાવ્યા છે.

  1. Mother & son Yatra on Scooter: કળિયુગનો શ્રવણ, માતાને 23 વર્ષ જૂના સ્કૂટર પર આખા ભારતમાં તીર્થયાત્રા કરાવી
  2. Patan News: ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા પાટણના શિવાલયો, ભાવિકોનો ભારે ઘસારો

Last Updated : Aug 20, 2023, 3:09 PM IST

For All Latest Updates

TAGGED:

Rajkot News
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.