રાજકોટ : ધોરાજી અને ઉપલેટા પંથકના પ્રવાસીઓ પૂરતી ટ્રેન સુવિધાઓથી વંચિત (tourists are deprived of train facility in dhoraji) છે. ધાર્મિક સ્થળોએ તથા અપડાઉન માટે ટ્રેનની કોઈ સારી વ્યવસ્થા જ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈને અહિયાના પ્રવાસીઓ સાથે અન્યાય ભર્યું વર્તન જોવા મળેલ છે. જેમાં ધોરાજી-ઉપલેટાથી 2 જ ટ્રેનો ચાલી રહે છે. આ ઉપરાંત એક વિકલી ટ્રેન ચાલે છે જેમાં આ વિકલી ટ્રેનનો ધોરાજીમાં સ્ટોપ જ નથી જેથી તેમા પ્રવાસીકરવા માંગતા પ્રવાસીઓને ફરજિયાત ઉપલેટા જવું પડે છે અને ત્યાં પણ પ્લેટફોર્મની સમસ્યાનો સામનો કરવો પડે છે.
પ્રવાસીઓ મોતના મુખમાંથી પસાર થતાં હોવાની કરે છે ફરીયાદ : ધોરાજી-ઉપલેટા પંથકના લોકોના પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા (tourists are deprived of train facility in dhoraji) ઉપલબ્ધ નથી, ત્યારે આ વિસ્તારમાં હાલ એક પણ લોકલ ટ્રેન સુવિધા ઉપલબ્ધ જ નથી જેને લઈને પ્રવાસીઓમાં અગવડ પડી રહી છે. આ વિસ્તારમાં લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વાર આવે છે અને જે છે ટ્રેન પણ હાલ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવતી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન છે જે ટ્રેન પણ મોતની સવારી છે કારણ કે, ઉપલેટા ખાતેથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મની બહાર છ જેટલા કોચ નીકળી જાય છે જેને લઈને પ્રવાસીઓ મોતના મુખમાંથી પસાર થતાં હોવાની ફરીયાદ કરે છે.
451 મિટરનું છે પ્લેટફોર્મ : ઉપલેટા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએતો અહી હાલ 18 કોચ સમાઈ સકે તેવડું એટલે કે 451 મિટરનું પ્લેટફોર્મ છે જે પૂરી સુવિધા આપી શકે તેમ નથી કારણ કે, આહિયા લાંબા અંતરની ટ્રેન 21 થી 24 જેટલા કોચ લઈને આવે છે. જેને લઈને આહિયા રિજરવેશન વાળા કોચ પણ પ્લેટફોર્મની બહાર રહે છે જેના કારણે ચડવા ઉતારવામાં જીવનું જોખમ ખેડવું પડે છે તેવું પણ પ્રવાસીઓ જણાવે છે.
પ્રવાસીઓ ખાનગી બસના મોંઘા ભડાઓ ચૂકવી રહ્યા છે : ધોરાજીને એકમાત્ર રેલવે સ્ટેશન એટલે કે ધોરાજી રેલ્વે સ્ટેશન લાગુ પડે છે, જ્યારે ઉપલેટાને ત્રણ જેટલા રેલ્વે સ્ટેશનો લાગુ પડે છે. જેમાં ઉપલેટા તાલુકા વિસ્તારમાં ઉપલેટા રેલવે, સ્ટેશન ભાયાવદર રેલવે સ્ટેશન અને મોટી પાનેલી રેલવે સ્ટેશન લાગુ પડે છે જેની અંદર અનેક પ્રવાસીઓ પ્રવાસી કરતા નજરે પડતા હોય છે અને આ પ્રવાસીઓ છેલ્લા ઘણા સમયથી રેલવેની પૂરતી સુવિધા ન હોવાને કારણે ખાનગી બસના મોંઘા ભડાઓ ચૂકવી રહ્યા છે.
પ્રવાસીઓ અને લોકોની રેલવે પ્રત્યેની માગ : પ્રવાસીઓ અને લોકોની રેલવે પ્રત્યેની માગ અંગે લોકો જણાવે છે કે, હાલ અહિયાં લોકલ ટ્રેન શરૂ કરવાની ખાસ જરૂર છે જે બાબતે સૌ કોઈ માંગણી કરી રહ્યા છે. ઉપરાંત લાંબા અંતરની ટ્રેનમાં પડતી સમસ્યા અને જીવના જોખમે ચડવું અને ઊતરવું પણ મોતને ભાળવા સમાન છે કારણ કે, આ લાંબા અંતરની ટ્રેન છેલ્લા ઘણા સમયથી પોતાના સમયથી મોડી ચાલે છે. જેને લઈને આ ટ્રેન ક્યારેક વહેલી સવારે અથવાતો રાત્રની મોડી આવે છે.
લેખિત રજૂઆત અને ફરિયાદ કરશે : લાંબા અંતરની ટ્રેન જ્યારે પરત આવી હતી ત્યારે રાત્રિ દરમિયાન અહિયાં ઉતારી રહેલ પેસેન્જરોમાં ગત દિવસે એજ વૃધ્ધ વ્યકિત અંધારામાં ટ્રેનમાંથી ઉતરીને સીધો નીચે પુલ પરથી પડી જઈને મોતને ભેટત, પરંતુ સ્થાનિક રેલવે કર્મચારીની સતર્કતા અને સુજબૂજથી કોઈના પરિવારનો વૃદ્ધ બચી ગયા હતા. ત્યારે રેલવે વિભાગના કર્મચારીઓ પણ ઘણી વખત આ મોડી ટ્રેનના કારણે અંધારામાં પોતાની જીવન જોખમે ફરજ બજાવે છે. ત્યારે સ્થાનિક પ્રજાના ચુંટાયેલ નેતાઓ અને જવાબદાર રાજનેતાઓ જેમ કે ધારાસભ્ય અને સંસદ સહિતના નેતાઓને લેખિત રજૂઆત અને ફરિયાદ કરશે. જેથી આવનાર દિવસોમાં પ્રજા પ્રત્યેની જરૂરિયાત અને કામની દાનત અને જવાબદારી કેટલી નિભાવાઈ છે તે આવનાર દિવસોમાં ખ્યાલ આવશે.
ધોરાજી-ઉપલેટાથી સોમનાથ જવા માટે એક જ છે ટ્રેન : આ વિસ્તારમાં અબજો રૂપિયાના ખર્ચે વિકસાવેલ રેલવે લાઇન પર પૂરતી ટ્રેન ન હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને ખાનગી વાહનોનો મજબૂરીવશ સહારો લઈ રહ્યા છે. જેમાં આ વિસ્તારમાં ધોરાજી-ઉપલેટાથી સોમનાથ જવા માટે એક જ ટ્રેન છે જે પણ એકપ્રેસ છે અને દ્વારકા, હરિદ્વાર, અજમેર શરીફ તથા અન્ય રાજયમા જવા માટેની ટ્રેનો એક પણ ન ફાળવતા પેસેન્જરોમા રોષ છે. આ ટ્રેનો ફાળવાઇ તે માટે ધોરાજી-ઉપલેટાના લોકોએ 10 વર્ષથી લેખિત રજૂઆત અનેકવાર કરેલ જે બાબતે પણ કોઈ નિરાકરણ ન આવેલ હોવાથી ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકોએ જો યોગ્ય ન્યાય નહી મળે તો આગામી દિવસો આંદોલનની ચીમકી અપાઈ હોવાનું સામે આવું છે.