ETV Bharat / state

રાજકોટ Railway Stationના પટાંગણમાંથી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

author img

By

Published : Jul 17, 2021, 9:45 AM IST

રાજકોટમાં યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો
રાજકોટમાં યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

રાજકોટ જિલ્લાના જંક્શન ખાતે આવેલા Railway Stationના પટાંગણ લગાવવામાં આવેલા સાઈનબોર્ડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે. રેલ્વે પટાંગણમાં આ પ્રકારે યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જ્યારે આ યુવક ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

  • રાજકોટ Railway Stationના પટાંગણમાં એક યુવાનનો મૃતદેહ મળ્યો
  • રેલ્વે તેમજ સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
  • મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ : જિલ્લામાં ગઇકાલે સવારના સમયે રાજકોટ Railway Station પર પટાંગણમાં લગાવવામાં આવેલ સાઈન બોર્ડમાં લટકતી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા રેલ્વે તેમજ સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવકની મૃતદેહને સાઈન બોર્ડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હેડ કોન્સ્ટેબલે રોજ કરતા એક કલાક વહેલા આવીને લોકર રૂમમાંથી રિવોલ્વર કાઢી, માથે ધરબીને આત્મહત્યા કરી

યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

જેને લઇને રેલ્વે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને આ યુવકના મૃતદેહને બોર્ડ પરથી નીચે ઉતારવાની કામગીરી કરી હતી. મૃતક યુવક મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરંતુ યુવકે આત્મહત્યા કરી છે કે, તેની હત્યા કરાઇ છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાંં આવી છે.

આ પણ વાંચો : ભુજ નગરપાલિકાના સફાઇ કર્મચારીએ દિવાલ પર લોહીથી Suicide Note લખી અને ગળેફાંસો ખાઈ Suicide કર્યું

CCTVના આધારે પોલીસ તપાસ શરૂ કરી

રેલ્વે પટાંગણમાં આવેલા સાઈન બોર્ડ ઉપરથી મળી આવેલા યુવકનો મૃતદેહને લઈને પોલીસ પણ એલર્ટ થઈ હતી. આ યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ યુવક અહીં કેવી રીતે પહોંચ્યો તેને લઈને પોલીસ દ્વારા Railway Stationમાં લગાવવામાં આવેલા CCTVનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એ પણ શંકા જઇ રહી છે કે, યુવકે આત્મહત્યા કરી હોય.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.