ATM માંથી 2 મીનીટમાં લાખોની લૂંટ, ઘટના CCTVમાં કેદ

author img

By

Published : Sep 19, 2022, 7:56 AM IST

ATM માંથી બે મીનીટમાં 17.33 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

બેંક ઓફ બરોડા શાખાના ATM નું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા વ્યક્તિએ રૂપીયા 17.33 લાખની રોકડ ચોરી થઈ હોવાની બાબત પ્રકાશમાં આવી છે.(jasadan bob bank atm) જેમાં આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ બનાવમાં પોલીસે શાખાના ચીફ મેનેજરની ફરિયાદના આધારે ત્રણ શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે.(17 lakh robbery from ATM in two minutes)

રાજકોટ: જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા 3 શખ્સોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. જેની ફરિયાદ શાખાના ચીફ મેનેજર દ્વારા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.(17 lakh robbery from ATM in two minutes) આ બનાવમાં પોલીસે શાખાના ચીફ મેનેજર પિન્ટુકુમાર રુદ્રનારાયણ મિશ્રાની ફરિયાદના આધારે રાજકોટના ત્રણ શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે. જેમાં ત્રણ શખ્સોમાંથી એકે તો માત્ર બે જ મિનિટમાં ATM નું મશીન ખોલી નાખ્યું હતું, અને 17.33 લાખની ચોરી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. (jasadan bob bank atm)

ATM માંથી બે મીનીટમાં 17.33 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

મુંબઇથી સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે: BOB શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે. જેમાં ATMમાં કેશ નાખવાવાળી એજન્સી તરીકે કોર્પોરેટ ઓફિસ મુંબઇથી સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને જસદણ બેંક ઓફ બરોડા ખાતે કેશ નાખવા માટે કોન્ટ્રેક્ટ સિક્યોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રાક્ટ છે. જેમાં રાજકોટના રવીન્દ્ર ગોસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે, તેમજ સમગ્ર ગુજરાતના ઇન્ચાર્જ કમલેશ ઠાકોર છે.

જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા: શાખાના ચીફ મેનેજર જણાવ્યા અનુસાર, 'ગત 15 સપ્ટેમ્બરના રોજ જસદણ ખાનપર રોડ ગીતાનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં બ્રાન્ચ ખાતે હાજર હતો. ત્યારે અમારી બેંકની બાજુમાં અમારું બેંક ઓફ બરોડાનુ ATM આવેલું છે. ત્યા સાંજના 6 વાગ્યે રાજકોટ ખાતેથી કોડીયલ રવીન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગોસ્વામી બન્ને ફરિયાદ અંગે આવ્યા હતા, અને વાત કરી કે તેઓ એ ATM મશીન ખોલેલ હતું, ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા આથી CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા'.

પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયા: તેઓ આગળ જણાવે છે, 'ગત 6 સપ્ટેમ્બરના રોજ ATMમાં બેલેન્સ રૂ.27,500 હતુ, અને રૂ.25 લાખ નાખ્યા હતા. જેથી ATMમાં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતું અને જેમાં કસ્ટમરે ATM મારફતે રૂ.7,94,000 ઉપડ્યા હતા. અને તેમાં હાલ સિસ્ટમના હિસાબે ATMમાં રૂ.17,33,500 હોવા જોઈએ, પણ તેમાં રૂ.500 જ હતા. જેથી રાજકોટથી પૈસા નાખવા આવેલા કસ્ટોડિયલના માણસોએ સાથે મળીને આ બાબતે કેમેરા ચેક કર્યા હતા. જેમાં કેમેરામાં ગત 6 સપ્ટેમ્બરના રાત્રિના કોઇ અજાણ્યો શખ્સ ATMમાં આવીને ચાવી વડે ખોલીને, તેમાં પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું કેમેરામાં રેકોર્ડિંગ થઇ ગયું હતું.

પોલીસે તપાસ હાથ ધરી છે: 3458 નોટો રૂ.500ના દરની તથા 2 નોટો રૂ.2000ના દરની નોટોની 6 સપ્ટેમ્બરના કોઇ અજાણ્યો શખ્સ શાખાના ATMમાં પ્રવેશ કરી કવર ચાવીથી ખોલી તેમાં ડિજિટલ પાસવર્ડ નાખી ATMનું કેશ રાખવાનું બોક્સ ખોલી, તેમાં રહેલી કુલ રોકડ રકમ રૂ.17,33,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાઈ છે. ત્યારે હાલ આ મામલે CCTV ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.