ETV Bharat / state

ભાજપ સંકલ્પ પત્રમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાતને લઈને સ્પોર્ટ્સમેનએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Nov 28, 2022, 4:38 PM IST

ભાજપ સંકલ્પ પત્રમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાતને લઈને સ્પોર્ટ્સમેનની પ્રતિક્રિયા
ભાજપ સંકલ્પ પત્રમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાતને લઈને સ્પોર્ટ્સમેનની પ્રતિક્રિયા

વિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 2036ની ઓલમ્પિક ગેમ્સની ભારત યજમાની કરશે. જેમાં ગુજરાત મદદ કરશે તેવી માહિતી આપવામાં આવી છે.જેને લઇને રાજકોટના રેસકોર્સ સ્પોર્ટ્સ એકેડમીના કોચ કૌશિક અઢિયાએ ઈટીવી ભારતને પોતાની પ્રતિક્રિયા આપી છે.

રાજકોટ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2036ની ઓલમ્પિક ગેમ્સની ભારત યજમાની કરશે અને તેમાં ગુજરાત મદદ કરશે. એટલે કે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(World class sports infrastructure) ગુજરાતમાં વિકસાવાની વાત કરી છે. ત્યારે આ અંગે ખેલાડીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના રેસકોર્સ સ્પોર્ટ્સ એકેડમીના કોચ કૌશિક અઢિયાએ ઈટીવી ભારતને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભાજપ સંકલ્પ પત્રમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાતને લઈને સ્પોર્ટ્સમેનની પ્રતિક્રિયા

આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતમાં આવશે જ્યારે ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી છે. જેને લઇને સ્પોર્ટ્સ એકેડમીના કોચ કૌશિક અઢિયાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ સારી બાબત છે. જ્યારે ગુજરાતમાં ઓલમ્પિક જેવી ગેમ રમાશે તો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતમાં આવશે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ટેકનીક તેમજ તેમની મહેનત સહિતની વસ્તુઓ આપણા ગુજરાતના ખેલાડીઓ જોશે અને તેઓ પણ તેમના જેવી મહેનત કરી શકશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ગેમ્સને લઈને વિવિધ દેશોના પ્લેયર્સ અહીંયા આવશે જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને મળશે.

રમત ગમતના ગ્રાઉન્ડ નવા નવા ગ્રાઉન્ડ પણ બનશે જ્યારે ઓલમ્પિક ગેમ્સની વાત કરવામાં આવે તો તેમાં ઘણી બધી રમતોનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતમાં આ ગેમ્સના ખેલાડીઓ આવશે તેનો સૌથી મોટો ફાયદો એ મળશે કે ગુજરાતમાં નવા નવા અલગ અલગ રમત ગમતના ગ્રાઉન્ડ પણ તૈયાર થશે. જેના કારણે ગુજરાતના ખેલાડીઓને સૌથી મોટો ફાયદો થશે. આપણા ગુજરાતના તેમજ ઇન્ડિયાના ખેલાડીઓ પણ વિશ્વકક્ષા સુધી રમી શકશે.

ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર ગુજરાતમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sports Complex in Gujarat) ખૂબ જ ઓછા કૌશિક અઢિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઓછા છે. જ્યારે તાજેતરમાં જ નરેન્દ્ર મોદી ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયુ છે. આ સાથે જ રાજકોટમાં રેસકોર્સ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં જો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વિવિધ રમતગમતના ગ્રાઉન્ડ તૈયાર થાય તો છેલ્લે તે આપણા દેશના ખેલાડીઓને જ કામ આવવાના છે માટે આ બાબત ખૂબ જ જરૂરી છે.

સ્વિમિંગની સ્પર્ધાનો સમાવેશ નેશનલ ગેમ્સ પણ રાજકોટમાં રમાઈ હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેશનલ ગેમ્સ યોજાઇ હતી. ત્યારે રાજકોટમાં પણ નેશનલ ગેમ્સ રમાઈ હતી. જેમાં હોકી અને સ્વિમિંગની સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં નેશનલ ગેમ્સ રમાય તે પ્રકારના ગ્રાઉન્ડ હાલ તૈયાર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.