ETV Bharat / state

Rajkot Murder Crime: મકાનનું ભાડું ન દેતા છરી મારી, અઠવાડિયામાં હત્યાનો 3જો કેસ

author img

By

Published : Feb 8, 2023, 11:07 AM IST

Rajkot Murder Crime : રંગીલું શહેર લોહી લુહાણ, એક અઠવાડિયામાં ત્રણ હત્યા
Rajkot Murder Crime : રંગીલું શહેર લોહી લુહાણ, એક અઠવાડિયામાં ત્રણ હત્યા

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં હત્યાની ત્રીજી ઘટના બની છે. જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા નીપજવામાં આવી હતી. જોકે, પોલીસ ગણતરીને કલાકમાં હત્યારાને પકડી પાડ્યો હતો. ફરી એકવખત રાજકોટ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે.

રાજકોટ છેલ્લા એક અઠવાડિયા ત્રીજી હત્યાની ઘટના

રાજકોટ : રાજકોટમાં ગઈકાલે (તારીખ 08.02.2023) મોડી રાત્રે જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા નીપજવામાં આવી હતી. રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારની એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ યુવાનની હત્યા નીપજવાના આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા મકાનનું ભાડું આપવા મામલે થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રએ જ કરી મિત્રની હત્યા : રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં મોડી રાત્રે કમલ સુરેશ ટમટા નામના યુવકની મકાનના ભાડા મામલે પોતાના જ મિત્રો એવા વિજય ઉજાગસિંગ વિશ્વકર્મા સાથે બોલાચાલી થઈ હતી. જે મામલો વધુ ગરમાતા વિજયે કમલના ગળાના ભાગમાં છરીના ઘા માર્યા હતા. જેમાં કમલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમલને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હત્યાના આરોપીને રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot Murder Case: જુગારની રમત બાબતે યુવાને હથિયારના ઘા મારી કરાય હત્યા

મકાનના ભાડા બાબતે ઝઘડો થયો હતો: પોલીસ : આ મામલે વધુ વિગત આપતા રાજકોટના ACP વી.એમ. રબારીએ જણાવ્યું હતું કે, તારીખ 6ની રાતે જાગનાથ પ્લોટ વિસ્તારમાં કમલ નામના યુવાનની તેના જાણીતા વ્યક્તિ એવા વિજય સાથે જ મકાનના ભાડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીમાં બંને ઉશ્કેરાઈ ગયા હતા. એવામાં વિજયે પોતાને પાસે રહેલી છરી કમલના ગળાના ભાગમાં ઝીંકી દેતા તેને આ ઘટનામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈને કમલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સિવિલના ડૉક્ટર દ્વારા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. જ્યારે આ હત્યાના આરોપીને પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : Murder Case Rajkot: રાજકોટમાં યુવાનની હત્યા કરનાર 8 શખ્સોની કરાઈ ધરપકડ

એક અઠવાડિયા હત્યાની ત્રીજી ઘટના : રંગીલા રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં આ હત્યાની ત્રીજી ઘટના બની છે. જ્યારે અગાઉ શહેરના થોરાળા વિસ્તારમાં મનપાના કોન્ટ્રાક્ટ કર્મચારીની હત્યા નીપજાવવામાં આવી હતી. ત્યારબાદ શહેરના જામનગર રોડ ઉપર આવેલા 25 વારિયા કવાર્ટરમાં પણ એક વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં પણ એક નેપાળી યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં ત્રણ ત્રણ હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.