ETV Bharat / state

Rajkot News : યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું, ફરી એક યુવાન બાથરુમમાં ઢળી પડ્યો

author img

By

Published : Mar 17, 2023, 8:33 AM IST

Rajkot News : યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું, ફરી એક યુવાન બાથરુમમાં ઢળી પડ્યો
Rajkot News : યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું, ફરી એક યુવાન બાથરુમમાં ઢળી પડ્યો

રાજકોટના આજી વિસ્તારમાં રહેતા યુવાનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રાજકોટમાં હાર્ટએટેકના કારણે મૃત્યુનો લગભગ પાંચો કે છઠ્ઠો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફરી એકવાર યુવાન બાથરૂમમાં ઢળી પડચા પરિવારમાં પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

રાજકોટ : દેશમાં કોરોનાની લહેર આવ્યા બાદ સતત નાની વયના યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે અને તેઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આ પ્રકારના પાંચથી છ જેટલા કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક નાની વયના યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. માત્ર 23 વર્ષના યુવાનનું હાર્ટએટેકના કારણે મોત થવાની ઘટનાને પગલે શહેરભરમાં ચોકચાર મચી જવા પામી છે. જ્યારે આ મૃતક યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને હાર્ટએટેકના કારણે તેનું મોત થતા પરિવારમાં પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો : Heart Disease in Young Age : શા માટે યુવાનોને આવે છે હાર્ટ એટેક, જાણો આ રહ્યું કારણ

કુદરતી હાજતે ગયા બાદ દરવાજો જ ન ખોલ્યો : સમગ્ર ઘટનાનીની વાત કરવામાં આવે તો મૃતકના પરિવારજનો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના આજી વસાહતમાં પોતાના પરિવાર સાથે રહેતો નિલેશ ચાવડા નામનો 23 વર્ષનો યુવાન આજે વહેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ ઘરે બાથરૂમમાં કુદરતી હાજતે ગયો હતો. જ્યારે તેને મોડે સુધી બાથરૂમનો દરવાજો નહિ ખોલતા તેના પિતાએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો હતો. જ્યાં નિલેશ બેભાન અવસ્થામાં ઢળી પડેલો જોવા મળ્યો હતો. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Rajkot Crime: રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, માર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ

એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન : મૃતકના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. જ્યારે બે ભાઈ અને એક બહેનમાં મોટો પુત્ર હતો અને પોતાના પિતા સાથે મજૂરી કામ કરતો હતો. નિલેશની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી અને અચાનક આ યુવાનનું હાર્ટએટેકના કારણે મોત થવાથી વિસ્તારમાં પણ ચકચાર મચી જેવા પામી છે. જ્યારે બીજી તરફ સમગ્ર મામલે રાજકોટની થોરાળા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા ત્રણ જેટલા યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. જ્યારે એક અઠવાડિયા પહેલા માત્ર 34 વર્ષના યુવાનનું પણ જિમમાં ગયા બાદ ઘરે પરત ફર્યા પછી હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.