ETV Bharat / state

ચૂંટણી પછી મતદારોને રીટન ગીફટ, તંત્ર તરફથી પ્રજાને પાણીકાપ

author img

By

Published : Dec 15, 2022, 12:52 PM IST

Updated : Dec 15, 2022, 2:18 PM IST

ચૂંટણી પછી મતદારોને રીટન ગીફટ, તંત્ર તરફથી પ્રજાને પાણીકાંપ
ચૂંટણી પછી મતદારોને રીટન ગીફટ, તંત્ર તરફથી પ્રજાને પાણીકાંપ

શિયાળો પિક પર (Rajkot Winter Season)જઇ રહ્યો છે તો બીજી બાજૂ રાજકોટમાં છ વોર્ડમાં પાણીકાંપ મૂકવામાં આવ્યો છે. શિયાળામાં પાણીની અખૂટ પડતી નથી આમ છતા રાજકોટમાં તારીખ 16 અને 17 તારીખે પાણીકાંપ(Rajkot Water crises) મૂકાશે.તો બીજી બાજુ રાજકોટ તંત્ર તોંતીક બહાના આપવામાં આવી રહ્યા છે કે પાઇપલાઈનમાં(water pipeline reparing work) લીકેજ હોવાના કારણે પાણીકાંપ મૂકવામાં આવશે.

રાજકોટ રાજયમાં હાલ રાજકારણની સાથે વાતાવરણ પણ ઠંડુ(Rajkot Winter Season) થઇ ગયું છે. ત્યારે હાલ વાતાવરણમાં પણ બેવડી ઋતુનો અનૂભવ થઇ રહ્યો છે. તો બીજી બાજુ રાજકોટના છ વોર્ડમાં પાણીકાંપ મૂકવામાં (Rajkot Water crises)આવ્યો છે. રાજકોટ કોર્પોરેશન દ્રારા શહેરના છ વોર્ડમાં આગામી તારીખ 16 અને 17 તારીખે પાણીકાંપ મૂકવામાં આવ્યો છે. હજુ તો નવી સરકારએ શપથ લીધા છે, ત્યારે શરૂઆતમાં જ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ 1 કરોડથી વધુના કામોને લઇ કર્યાં નિર્ણયો, 14 દરખાસ્તોને મંજૂરી

રાજકોટ વાસીઓમાં રોષ પાણીકાંપ મૂકવાના (Rajkot Ward wise water distribution) કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજુ તો લોકોએ ખોબલે ભરીને મત આપ્યા હતા સરકારને અને આવતાની સાથે જ લોકોને નિરાશા મળી છે. અને લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે જેના કારણે રાજકોટ વાસીઓને તંત્ર ઉપર રોષ હોય તેવું જોવા મળી રહ્યું છે.

સત્તાવાર જાહેરાત શુક્ર અને શનિવારે રહેશે પાણીકાંપ (Rajkot Water works department) રાજકોટમાં શુક્રવારે વોર્ડ નંબર 11,12 અને 13માં પાણી કાંપ રહે છે. જ્યારે શનિવારે વોર્ડ નંબર 7,14 અને 17માં પાણીકાંપ રહેશે. મુખ્યત્વે વાવડી વિસ્તાર અને ઢેબર રોડ વિસ્તારમાં આવેલા વોર્ડમાં આ પાણી (Rajkot water issue) કાંપ રહેશે. રાજકોટમાં શિયાળા દરમિયાન પાણીકાંપ રાખવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશન દ્વારા સત્તાવાર આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે પાઇપલાઇનમાં લીકેજ હોય જેને કારણે પાઇપલાઇન રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ મંત્રાલયમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને અન્યાયની રજૂઆત કરતી રાજપુત કરણી સેના

પાઇપલાઈનમાં લીકેજ રાજકોટમાં આપવામાં આવતું પાણી ભાદર ડેમમાંથી પણ આવે છે. જ્યારે ભાદર ડેમથી રાજકોટ સુધીની પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે આ લીકેજને રીપેર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. જેને લઈને રાજકોટમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ સુધી પાણીકાંપનો નિર્ણય કોર્પોરેશન (Rajkot Corporation) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાતિ હોય છે. પરંતુ શિયાળામાં આ પ્રકારની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

Last Updated :Dec 15, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.