ETV Bharat / state

રાજકોટમાં આરટીઓની ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ બહાર આવ્યું

author img

By

Published : Jan 10, 2023, 8:22 PM IST

Updated : Jan 10, 2023, 9:42 PM IST

રાજકોટમાં ડુપ્લીકેટ આરટીઓની રીસીપ્ટ બનાવીને વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજકોટમાં ડુપ્લીકેટ આરટીઓની રીસીપ્ટ બનાવીને વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટમાં (Rajkot scam) આરટીઓની ડુપ્લીકેટ રીસીપ્ટ (Duplicate RTO Receipt) બનાવીને વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ તપાસ કરી હતી. ડુપ્લીકેટ રીસીપ્ટ (Duplicate receipt of RTO) બનાવીને કૌભાંડ આચરતા બે આરોપીઓને પકડી (Bogus Receipt of RTO) પાડવામાં આવ્યા છે.

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને (Rajkot Special Operation Group) વધુ એક સફળતા મળી છે. જેમાં રાજકોટ આરટીઓની ડુપ્લીકેટ રીસીપ્ટ (Duplicate receipt of RTO) બનાવીને કૌભાંડ આચરતા બે (Crime News in Rajkot) આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ઈસમો દ્વારા ડિટેઇન કરેલા વાહનો અને મેમાના આધારે આરટીઓની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવતા હતા. ત્યારબાદ આ ડુપ્લીકેટ રસીદના આધારે વાહનોને છોડાવવામાં આવતા હતા. જ્યારે આ બંને ઈસમોની એસોજીએ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં RTOની ડુપ્લીકેટ રીસીપ્ટ (Bogus Receipt of RTO) બનાવવાનું કૌભાંડ (duplicate receipt frauds) સામે આવતા ચકચારમાંથી જવા પામી છે.

આચરવામાં આવતું હતું કૌભાંડ સમગ્ર ઘટનાની (RTO News) વાત કરવામાં આવે તો આ બંને શખ્સો દ્વારા આરટીઓની ડુપ્લીકેટ પહોંચ બનાવવામાં આવતી હતી. જ્યારે ઝડપાયેલા આરોપીમાંથી અશોક ડાયાભાઈ ટાંક નામનો આરોપી આરટીઓ (RTO Agent) એજન્ટ છે. જે RTO ખાતે દંડની રકમ ભરવા આવનાર અરજદારોનો સંપર્ક કરીને તેમના મેમાની અને દંડની રકમ વસૂલ કરતો હતો. ત્યારબાદ તે બીજા આરોપી એટલે કે રાજદીપસિંહ મહિપતસિંહ રાણાને આપતો હતો.

અરજદારોને આપવામાં આવતી ત્યારબાદ રાજદીપ તેની રાજકોટ RTOની ડુપ્લીકેટ રિસિપ્ત બનાવી (Rajkot scam)આપતો હતો. જેમાં રાજકોટ RTO અધિકારીના, ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતના કર્મચારીઓના સહીને સિક્કા કરવામાં આવતા હતા અને આ રિસીપ્ટ (releasing vehicle by making duplicate RTO receipt) અરજદારોને આપવામાં આવતી હતી. આ પ્રકારે આ આખું કૌભાંડ (releasing vehicle by making duplicate RTO receipt) ચલાવવામાં આવતું હતું.

આ પણ વાંચો મોબાઈલ સ્નેચિંગ કરતો 'શાહરૂખ' ઝડપાયો, સરખેજ પોલીસે ભણાવ્યો પાઠ

150થી વધુ ડુપ્લીકેટ ડુપ્લીકેટ રિસીપ્ટ (Rajkot scam) મામલે ઝડપાયેલા આરોપીની(Crime News in Rajkot) વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ઈસમો વાહન ડિટેઈન થયા તેનો સંપર્ક કરી દંડની રકમ પોતે રાખી લઈ નકલી રસીદ વાહન માલિકને આપતા આ બોગસ રસીદને (releasing vehicle by making duplicate RTO receipt) અસલી માની પોલીસ પણ વાહન છોડી દેતી હતી. આમ આરોપીઓ રૂપિયા લઈ સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડતા હતા. આવી 150થી વધુ બનાવટી રસીદો બનાવી હોવાનો ધડાકો થયો છે. ઝડપાયેલા આરોપીમાં અશોક નામનો આરોપી આરટીઓ એજન્ટ છે.

બન્ને સંપર્કમાં આવ્યા હતા પોલીસની પૂછપરછમાં (duplicate receipt frauds) સામે આવ્યું છે કે એકાદ વર્ષ પહેલા અશોક ટાંક નામના RTO એજન્ટ (Rajkot RTO) પાસે રાજદીપસિંહ તેની પાસે લાયસન્સ કઢાવવા આવ્યો હતો. પરિચયમાં આવતા સાતેક મહિના પૂર્વે રાજદીપસિંહે પોતે કમ્પ્યૂટરનો જાણકાર હોવાનું અને આરટીઓની બોગસ રસીદ બનાવી શકે છે. જેમાં આરટીઓમાં દંડ ભરવા આવતા લોકોનો સંપર્ક કરી તેની પાસેથી દંડની રકમ મેળવી બોગસ રસીદ આપી પૈસા કમાવવાનો કીમિયો બતાવ્યો હતો.

સરખા ભાગે વહેંચી લેશે જે રૂપિયા આવે તેમાંથી બંને સરખા ભાગે વહેંચી લેશે તેવું નક્કી કર્યું હતું. પોલીસે જે વાહન ડિટેઇન કર્યું હોય અને આરટીઓ દંડ ફટકાર્યો હોય તે વાહનચાલક દંડ ભરવા કચેરીએ આવે એટલે અશોક તેનો સંપર્ક કરી દંડની રકમ તે વાહનચાલક પાસેથી લઇ લેતો હતો અને સાંજે દંડ ભરાયાની આરટીઓની (releasing vehicle by making duplicate RTO receipt) રસીદ લઇ જજો તેમ કહેતો ત્યારબાદ તે વાહનચાલકના નામની નકલી રસીદ રાજદીપસિંહ બનાવી આપતો હતો.

આ પણ વાંચો કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક, મારામારી વાહનોની તોડફોડ કરનાર ઝડપાયા

છોડાવ્યા અને ફસાયા રાજદીપસિંહે રાજકોટ આરટીઓ કચેરીનો(Rajkot RTO Office) નકલી રાઉન્ડ સિક્કો પણ બનાવ્યો હતો. આરટીઓ અધિકારી અને ક્લાર્ક (RTO Officer) તરીકે તે રસીદ પર અશોક નકલી સહી કરતો હતો. આમ આરોપીઓએ 150થી વધુ લોકોને આવી પહોંચ બનાવી આપી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. અંગે રાજકોટ ગ્રામ્ય (Rajkot Rural SOG) SOGના PSI દ્વારા ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાપર વેરાવળમાં આવી બનાવતી નકલી પહોંચથી બે વાહનો છોડાવી લેવાતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેના આધારે પોલીસ દ્વારા ખાનગીરાહે તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ SOGએ બે આરોપીઓને પકડી પાડ્યા હતા. હાલ આ બન્ને આરોપીઓને SOG (Rajkot Rural SOG ) શાપર પોલીસને (Shapar Police Rajkot) હવાલે કર્યા છે તેમજ આ મામલે ગુનો નોંધી કોને કોને આવી પહોંચ બનાવી દીધી હતી તે અંગે તપાસ હાથ ધરી છે.

Last Updated :Jan 10, 2023, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.