ETV Bharat / state

Rajkot News : જાડેજા પરિવારે લોકોની સેવા માટે ફાળવી બે એમ્બ્યુલન્સ, લાલબાપુએ બાંધી રક્ષા ચૂંદડી

author img

By

Published : Apr 7, 2023, 8:19 PM IST

Rajkot News : જાડેજા પરિવારે લોકોની સેવા માટે ફાળવી બે એમ્બ્યુલન્સ, લાલબાપુએ બાંધી રક્ષા ચૂંદડી
Rajkot News : જાડેજા પરિવારે લોકોની સેવા માટે ફાળવી બે એમ્બ્યુલન્સ, લાલબાપુએ બાંધી રક્ષા ચૂંદડી

રાજકોટના ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં રીબડા જાડેજા પરિવાર દ્વારા બે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. એમ્બ્યુલન્સની લોકાર્પણ વિધિ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં લાલબાપુએ પ્રાર્થના કરી હતી કે, આ એમ્બ્યુલન્સનો લોકોને ઓછામાં ઓછો ઉપયોગ કરે તેવી પ્રાર્થના.

ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં રીબડા જાડેજા પરિવાર દ્વારા બે એમ્બ્યુલન્સની ફાળવણી

રાજકોટ : રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ માટે બે એમ્બ્યુલન્સોની લોકાર્પણ વિધિ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાના થયેલ નિધન બાદ તેમના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગોંડલ સરકારી હોસ્પિટલ માટે બે એમ્બ્યુલન્સોની ફાળવણી કરવામાં આવી છે. રીબડાના જાડેજા પરિવાર દ્વારા આ પહેલા પણ ગોંડલ સરકારી હોસ્પિટલમાં લોકોને સુવિધા મળી રહે તે માટે મહિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રીબડા મારફત એમ્બ્યુલન્સ ફાળવેલી હતી.

બે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી : ગોંડલ સરકારી હોસ્પિટલમાં સેવાભાવી લોકોની માંગને ધ્યાનમાં લઈને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા તેમના માતા સ્વ. બારાજબા અને પિતા સ્વ. મહિપતસિંહજી ભાવુભા બાપુ જાડેજાના સ્મરણાર્થે બે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. તેમનો આ લોકાર્પણ કાર્યક્રમ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાના ત્રણ પુત્રો શક્તિસિંહ, સત્યજીતસિંહ તેમજ રાજદીપસિંહ તેમજ ગોંડલના દરેક જ્ઞાતિના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા.

આ પણ વાંચો : Surat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો

ચુંદડી અર્પણ કરીને એમ્બ્યુલન્સ : આ આગેવાનોની વચ્ચે ગાયત્રી આશ્રમના સંત લાલબાપુએ માતાજીની ચૂંદડી અર્પણ કરીને શાસ્ત્રોક્ત વિધિના પૂજન સાથે એમ્બ્યુલન્સ લોકાર્પણ કર્યું હતું. આ સાથે ગોંડલના સેવાભાવી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ, ગૌતમ વાઘેલા, કિશોર બાવળીયાને એમ્બ્યુલન્સની ચાવીઓ સંત લાલબાપુના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat 108 Mobile App: હવે ઈમરજન્સીમાં હાથવગી App 108, ત્રણ ભાષામાં પ્રાપ્ય

એમ્બ્યુલન્સનો ઓછામાં ઓછો ઉપયોગ : ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે એમ્બ્યુલન્સની પૂજા અર્ચના કરી માતાજીની રક્ષા ચૂંદડી બાંધીને સંસ્થાને ચાવીઓ સોંપવામાં આવી હતી. આ તકે સંત લાલબાપુએ માતાજીને પ્રાર્થના કરી હતી કે, લોકોને આ એમ્બ્યુલન્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે તેવું સ્વાસ્થ્ય રહે અને સલામત રહે. તેમજ આ એમબ્યુલન્સમાં જે કોઈ દર્દી સારવાર લેવા માટે સહારો લે ત્યારે સાજા અને સલામત ઘરે અને હોસ્પિટલે પહોંચે તેવી પ્રાર્થના સૌ કોઈ લોકોએ કરી હતી. આવાને આવા કાર્યો સૌ કોઈ કરતા રહે અને માનવતાની મહેક ફોરમ દરેકમાં સૌ કોઈ લોકો ફેલાવતા રહે તેવા આશીર્વાદ સંત લાલબાપુએ પ્રદાન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.