ETV Bharat / state

Rajkot: મિશ્ર ઋતુ દરમિયાન રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 3:09 PM IST

મિશ્ર ઋતુ દરમિયાન રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો
મિશ્ર ઋતુ દરમિયાન રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો

રાજ્યમાં ઋતુ બેવડાતા મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 9 કેસ અને ચિકનગુનિયાના 8 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે.

રાજકોટ: તાજેતરમાં જ ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ છે અને ધીમે ધીમે હવે શિયાળાની ઋતુ આવી રહી છે. એવામાં મિશ્ર ઋતુ દરમિયાન રાજકોટમાં રોગચાળો વકર્યો છે. હાલમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગના કેસ વધુ જોવા મળી રહ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા આ મામલે કોર્પોરેશન દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ પણ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. મિશ્ર ઋતુના કારણે શહેરમાં રોગચાળો વકરતાં આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે.

આરોગ્ય વિભાગ એલર્ટ
આરોગ્ય વિભાગ એલર્ટ

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઉછાળો: રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના આંકડા પ્રમાણે શહેરમાં ડેન્ગ્યુના 9 કેસ જ્યારે ચિકનગુનિયાના 8 કેસ અને મેલેરિયાનો 1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગયા અઠવાડિયામાં શરદી ઉધરસના 822કેસ, સામાન્ય તાવના 54 કેસ અને ઝાડા ઉલટીના 180 જેટલા કેસ નોંધાયા છે. જે ગયા અઠવાડિયા કરતા વધારે જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ ઉમટી પડી છે.

'છેલ્લા એક મહિનામાં રોગચાળો વકર્યો છે. જેમાં સૌથી વધુ કેસ ઝાડા ઉલટીના જોવા મળ્યા છે. ત્યારબાદ સામાન્ય તાવ, શરદી, ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો જોવા મળ્યા છે. જે ગયા મહિના કરતાં આ મહિનામાં 15 ટકા વધારે નોંધાયા છે.' - આર.એસ ત્રિવેદી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ

આરોગ્ય સ્ટાફને ફિલ્ડમાં ઉતારવામાં આવી
આરોગ્ય સ્ટાફને ફિલ્ડમાં ઉતારવામાં આવી

શહેરમાં સવારે ઠંડી અને બપોરે તાપ: રાજકોટમાં હાલ શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરે ભારે તાપનો સામનો શહેરીજનોને કરવો પડે છે. એવામાં રાજકોટમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રોગચાળો વધુ વકરે નહીં તેને લઈને આરોગ્ય સ્ટાફને ફિલ્ડમાં ઉતારવામાં આવી છે.

  1. Rajkot police alert : કેરળમાં બોમ્બ બ્લાસ્ટ બાદ રાજકોટ પોલીસ એલર્ટ, ઠેર ઠેર ચેકીંગની કામગીરી શરૂ કરાઇ
  2. Fire incident in Rajkot : રાજકોટમાં ટાયરના ગોડાઉનમાં વિકરાલ લાગી આગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.