ETV Bharat / state

Rajkot Rain : ઉપલેટામાં ધોધમાર વરસાદ, મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલાતા નદીમાં ઘોડાપૂર, 40 ગામના રસ્તા બંધ

author img

By

Published : Jul 19, 2023, 8:59 PM IST

Rajkot Rain : ઉપલેટામાં ધોધમાર વરસાદ, મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલાતા નદીમાં ઘોડાપૂર
Rajkot Rain : ઉપલેટામાં ધોધમાર વરસાદ, મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલાતા નદીમાં ઘોડાપૂર

રાજકોટના ઉપલેટામાં સતત ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ છે. જેમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ વરસાદને કારણે મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલાયા

રાજકોટ : ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આ વરસાદના કારણે ઉપલેટા શહેર તેમજ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં કાંઈ સ્થિતિ સર્જાય છે. આ વરસાદના કારણે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો જેમ કે, રાજમાર્ગ, બંબાગેટ, ગાંધી ચોક, બાવલા ચોક, ભાદર ચોક, વીજળી રોડ, શહીદ અર્જુન રોડ, કટલેરી બજાર સહિતના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર : રાજકોટના ઉપલેટા તાલુકાના ગણોદ, વરજાંગજાળીયા, નીલાખા, નાગવદર, પાનેલી, તણસવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. જેને પગલે હજુ વધુ પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતાઓ છે જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી શકે છે.

મોજ ડેમના 27 દરવાજાને પાંચ ફૂટ ખોલ્યાં : ઉપલેટા મોજ ઇરીગેશનના સાઇટ ઇજનેર પવન જાવિયાએ જણાવ્યું છે કે, ઉપલેટા મોજીરા પાસે આવેલા મોજ ડેમના ઉપરવાસમાં અત્યાર સુધીમાં 780 એમએમ વરસાદ પડી ચૂક્યો છે અને ધોધમાર વરસાદના કારણે મોજ ડેમના 27 દરવાજાને પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે જેમાં પાણીની આવક અને જાવક 33021 કયુસેક હોવાનું જણાવ્યું છે.

ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ મોજ નદી કાંઠાના અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. તો સાથે જ લોકોએ નદીના પટમાં ન જવું કે પાણીના પ્રવાહમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું તે માટેની પણ સૂચના આપી છે...પવન જાવિયા(ઉપલેટા મોજ ઇરીગેશનના સાઇટ ઇજનેર)

મોજ નદીમાં ઘોડાપૂર લોકો જોવા ઉમટ્યાં : રાજકોટ જિલ્લાના ઉપલેટા તેમજ ધોરાજી પંથકની અંદર છેલ્લા ત્રણ દિવસથી મેઘો મહેરબાન હોય તેમ જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થઈ ચૂક્યું છે જેમાં ધોરાજીમાં ધોધમાર વરસાદથી તારાથી સર્જાય છે તો આજે ઉપલેટામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ધોધમાર વરસાદમાં મોજ ડેમની ઉપરની સાઈટ ઉપર વરસાદ વધુ પડવાથી ડેમની જળ સપાટીમાં એકાએક વધારો થતા મોજ ડેમના 27 પાટીયા પાંચ ફૂટ ખોલી અને નીચાણવાળા વિસ્તારોને હેડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મોજ નદી ગાંડીતૂર બની છે અને લોકો પણ આ પ્રવાહને જોવા માટે ઉમટી પડ્યા હતાં.

જળ સપાટીમાં એકાએક વધારો
જળ સપાટીમાં એકાએક વધારો

દ્વારકાધીશના વોકળાનું પાણી બ્લોક : રાજકોટના ઉપલેટા મોજ ડેમના 27 પાટિયા ખોલાયા બાદ મોજ નદીમાં ઘોડાપૂરમાં વહેતાં પાણીની સ્થિતિ જોવા માટે લોકો નદીના પુલ પર ઉમટી પડ્યા હતાં. મોજમાં પાણીનો પ્રવાહ વધી જતાં ઉપલેટાના દ્વારકાધીશના વોકળાનું પાણી બ્લોક થઇ ગયું હતું. જેને પગલે દ્વારકાધીશ વિસ્તારના લોકોની ચિંતા વધી ગઇ છે. કારણ કે બે વર્ષ પૂર્વે ધોધમાર વરસાદના કારણે અહીંથી પાણી ઉભરાઈને સોસાયટીમાં ઘૂસ્યું હતું.

40થી વધારે ગામને જોડતો રસ્તો બંધ : ઉપલેટામાં નવનિર્માણ કરાયેલા ભાદર નદીના પુલનો બનેલો ડાઈવર્ઝન ભારે પાણીના પ્રવાહથી બંધ કરાયો હતો. ભારે વરસાદ બાદ પાણીની સપાટીમાં વધારો થયો હતો જેના કારણે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવાયો હતો. મુખ્ય પુલ ખરાબ હાલતમાં છે ત્યારે વૈકલ્પિક રસ્તો પણ બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચીખલીયા, પાટણવાવ સહિતના 40 થી વધારે ગામને જોડતો રસ્તો બંધ થઈ જતા લોકો વિમાસણમાં પડ્યાં છે કે કયા રસ્તાનો ઉપયોગ કરી શકાશે.

  1. Rajkot Rain: ઉપલેટામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો, ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ અને વેણુ-2 ડેમના દરવાજા ખોલાયા
  2. Rajkot Rain: ઉપલેટામાં સતત વરસાદથી આનંદની લહેર, મોજ ડેમના 12 દરવાજા ખોલાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
  3. Rajkot Rain: મોજ ડેમના દરવાજા ખોલાતા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો બંધ, લોકોને મુશ્કેલી વધી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.