ETV Bharat / state

રાજકોટમાં આંગળીના ટેરવે મેળવી શકશે ટ્રાફિકની માહિતી, પોલીસ લાવશે એપ્લિકેશન

author img

By

Published : Jan 11, 2023, 9:27 AM IST

Updated : Jan 11, 2023, 11:29 AM IST

રાજકોટમાં આંગળીના ટેરવે મેળવી શકશે ટ્રાફિકની માહિતી, પોલીસ લાવશે એપ્લિકેશન
રાજકોટમાં આંગળીના ટેરવે મેળવી શકશે ટ્રાફિકની માહિતી, પોલીસ લાવશે એપ્લિકેશન

રાજકોટમાં હવે શહેરીજનો ઘરે બેઠા ક્યાં કેટલો ટ્રાફિક છે ને કયા રસ્તા પર કઈ સમસ્યા છે (Mobile Application for traffic issue) તે જાણી શકશે. ટ્રાફિકને લઈને પોલીસ વધુ સતર્ક બની છે. આ માટે પોલીસે એક કંપની સાથે MoU (Rajkot Police MoU With Mappls ) કર્યા છે. હવે આ કંપની એક એવી એપ્લિકેશન (Rajkot Police to launch Mappls Map my india) બનાવશે જેમાં તમામ માહિતી આંગળીના ટેરવે મળી શકશે.

મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે પોલીસે કર્યા MoU

રાજકોટ રંગીલા રાજકોટમાં હવે ટ્રાફિક અને રસ્તા પરની સમસ્યા આંગળીના (Mobile Application for traffic issue) ટેરવે જાણી શકાશે. કારણ કે, રાજકોટમાં ટૂંક જ સમયમાં પોલીસ એક એપ્લિકેશન લોન્ચ (Rajkot Police to launch Mappls Map my india) કરવા જઈ રહી છે. તેના માધ્યમથી વાહનચાલકો ઘરે બેઠાં બેઠાં રસ્તા પર કેટલો ટ્રાફિક છે અને કઈ કઈ સમસ્યાઓ રસ્તા ઉપર આવશે. તે તમામ બાબતો જાણી શકશે.

મેપલ્સ એપ્લિકેશન પરથી મળશે માહિતી
મેપલ્સ એપ્લિકેશન પરથી મળશે માહિતી

આ પણ વાંચોઃ સાચા લોકસેવક, ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શ્રમજીવી બાળકોને આપ્યું નવજીવન, ઉઠાવ્યો સારવારનો ખર્ચ

ટૂંક સમયમાં લોન્ચ થશે એપ આ એપ્લિકેશન માટે રાજકોટ પોલીસે મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે MoU (Rajkot Police MoU With Mappls ) કર્યા છે. ત્યારબાદ હવે આગામી દિવસોમાં આ એપ્લિકેશનની (Mappls Map my india Mobile Application) કામગીરી શરૂ કરવામાં આવશે અને તેને લોન્ચ (Rajkot Police to launch Mappls Map my india) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે ગુજરાતની પ્રથમ એપ્લિકેશન હશે.

પોલીસે કર્યા મેપલ્સ સાથે MoU
પોલીસે કર્યા મેપલ્સ સાથે MoU

મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે પોલીસે કર્યા MoU શહેરમાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી (Mobile Application for traffic problems) મુક્તિ મળે અને તે સમયસર પોતાના નિયત કરેલા સ્થળોએ પહોંચી શકે તે માટે રાજકોટ પોલીસ હવે વધુ એલર્ટ બની છે. તેને લઈને પોલીસે મેપ માય ઇન્‍ડિયા સાથે MoU (Rajkot Police MoU With Mappls ) કર્યા છે. આ પ્રોજેક્ટની "મેપલ્સ" મોબાઈલ એપ્‍લિકેશન દ્વારા રાજકોટના રાજમાર્ગો પર થતી ટ્રાફિક અડચણોના સમયસર એકાએક અપડેટ આંગણીના ટેરવે મેળવી શકાશે. હાલ આ એપ્લિકેશન (Mappls Map my india Mobile Application)બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે આગામી 4થી 6 અઠવાડિયામાં એપ્લિકેશન લોકો વચ્ચે મૂકવામાં આવશે.

પોલીસે કર્યા મેપલ્સ સાથે MoU
મેપલ્સ પોલીસે કર્યા મેપલ્સ સાથે MoU

મેપલ્સ એપ પર આ પ્રકારની માહિતી મળશે એપ્લિકેશન (Mappls Map my india Mobile Application) લોન્ચ થયા બાદ તેમાં રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડાયવર્ઝન, રસ્તા પર ટ્રાફિકજામ (Mobile Application for traffic problems) , રોડ રસ્તાનું ખોદકામ, રોડરસ્તા પરના સ્‍પીડબ્રેકર, રોડ રસ્તા પરના ખાડા, રોડ બંધ હોવાની સ્‍થિતિમાં સારામાં સારો વૈકલ્‍પિક માર્ગ, VIPનો કાફલો પસાર થવો, રિયલ ટાઇમ અપડેટ સહિતની માહિતી ઘરે બેઠા આંગણીના ટેરવે શહેરીજનોને મળી રહેશે. ને તે પણ નિઃશુલ્ક મળશે. જ્યારે આ એપ્લિકેશન માટે રાજકોટ શહેર પોલીસ અને મેક માય ઇન્ડિયા વચ્ચે MoU (Rajkot Police MoU With Mappls ) પણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન શહેર પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ અને મેક માય ઇન્ડિયાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેપલ્સ મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ
મેપલ્સ મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ

આ પણ વાંચો સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી

પોલીસ કમિશનરે આપી માહિતી આ પ્રોજેક્ટ અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે (Rajkot Police Commissioner Raju Bhargav) જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ અને મેક માય ઇન્ડિયા દ્વારા એક MOU (Rajkot Police MoU With Mappls ) કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પોલીસ દ્વારા શહેરની જે સમસ્યા છે તેને કેવી રીતે નિવારી શકાય અને શહેરના નાગરિકને ટ્રાફિકની માહિતી (Mobile Application for traffic problems) કેવી રીતે ત્વરિત મળે તેને લઈને એક એપ્લિકેશન (Mappls Map my india Mobile Application) બનાવામાં આવશે.

મેપલ્સ મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ
મેપલ્સ મેપ માય ઇન્ડિયા પ્રોજેક્ટ

આ પણ વાંચો સુરતમાં પૂર્ણેશ મોદીના હસ્તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ તેમણે ઉમેર્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, દરેક શહેરમાં ટ્રાફિકની સમસ્યા (Mobile Application for traffic problems) ખૂબ જ વિકટ બનતી જાય છે. વસ્તી અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આના કારણે ઘણી બધી સમસ્યાઓ વધી છે. તેમાં ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી બનશે તેનું પ્રથમ પગલું અહીં લેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં પ્રથમ એવા રાજકોટમાં આ માટેના MoU થયા છે.

Last Updated :Jan 11, 2023, 11:29 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.