ETV Bharat / state

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, સેનેટ સભ્ય ચૂંટણી પહેલાં પૂર્વ ડીનનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાયું

author img

By

Published : Aug 8, 2023, 2:30 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે આ સેનેટ સભ્યની ચૂંટણી પ્રક્રિયા મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને પૂર્વ ડીન ડૉ.મેહુલ રૂપાણીનું નામ મતદાન યાદીમાંથી કેન્સલ કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે.

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, સેનેટ સભ્ય ચૂંટણી પહેલાં પૂર્વ ડીનનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાયું
Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, સેનેટ સભ્ય ચૂંટણી પહેલાં પૂર્વ ડીનનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાયું

મેહુલ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક નથી

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદો જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ એક બાદ એક વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છેએમ જેમાં હાલ સેનેટ સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે આ સેનેટ સભ્યોની ચૂંટણી પ્રક્રિયા મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને પૂર્વ ડીન ડૉ.મેહુલ રૂપાણીનું નામ મતદાન યાદીમાંથી કેન્સલ કરવામાં આવ્યું છે.

પૂર્વ ડીન ડો મેહુલ રૂપાણીનું નામ દૂર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અધ્યાપકો માટેની મતદાન યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાંથી પૂર્વ ડીન ડો મેહુલ રૂપાણીનું નામ મતદારયાદીમાં ન હોવાનું સામે આવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે ડો. મેહુલ રૂપાણી અગાઉ અધ્યાપકની બેઠક ઉપર સેનેટ સભ્યની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ ડીનની ચૂંટણી લડ્યા હતા અને સાયન્સ ફેકલ્ટીના ડીન બન્યા હતા.

ચૂંટણી પહેલાં નામ દૂર થયું : ડીન બન્યા બાદ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ સિન્ડિકેટ સભ્ય તરીકે કાર્યરત હતા. એવામાં હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણી યોજનાર છે એ પૂર્વે મતદાન યાદીમાંથી ડો મેહુલ રૂપાણીનું નામ રદ કરવામાં આવતા ફરી એક વાર યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડો. મેહુલ રૂપાણીનું સેનેટની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન યાદીમાંથી નામ કમી કરવામાં આવતા ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી છે.

ડો મેહુલ રૂપાણી દ્વારા 16 A ફોર્મ નિયત સમયમાં રજૂ કરવામાં ન આવતા તેમનું મતદાન યાદીમાંથી નામ દૂર કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં સેનેટોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં વિજ્ઞાન શાખાના અધ્યાપક પદ પરથી તેમનું નામ રદ કરવામાં આવ્યું છે. ..ડો. ગિરીશ ભીમાણી, ઇન્ચાર્જ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

16A યુનિવર્સિટીમાં રજૂ કરવા જણાવાયું હતું : આ મામલે કોંગ્રેસના નેતા ડો. નિદત બારોટ દ્વારા જણાવાયું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે કોઈ વ્યક્તિ અધ્યાપક બને ત્યારે તેને ઇન્ટરવ્યૂ આપવાનું હોય અને તે ઇન્ટરવ્યૂ પાસ કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેની પસંદગી કરવામાં આવે અને ત્યારબાદ યુનિવર્સિટી તેને શૈક્ષણિક માન્યતા આપતી હોય છે. જ્યારે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક માન્યતા આપ્યા બાદ તે અધ્યાપક તરીકે કાયદેસર રીતે કાર્યરત થાય છે. તેમજ યુનિવર્સિટી દ્વારા તેને પગાર પણ ચૂકવવામાં આવતો હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી સેનેટની ચૂંટણી યોજવાનાભાગરૂપે એક મતદાર યાદી તૈયાર થઈ રહી છે. ત્યારે થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવી વાત સામે આવી હતી કે અવસાન પામેલા અધ્યાપકો પણ કાર્યરત છે. જે અંગે મેં રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી દ્વારા હાલમાં કાર્યરત અધ્યાપકોનું ઇન્કમટેક્સ રિટર્નનું ફોર્મ 16A યુનિવર્સિટીમાં રજૂ કરવા જણાવાયું હતું...ડો. નિદત બારોટ (કોંગ્રેસના નેતા)

ડો. મેહુલ રૂપાણી અધ્યાપક ન હોવાનું પ્રસ્થાપિત થાય છે : નિદત બારોટે વધુમાં જણાવ્યું હતું કે ડો. મેહુલ રૂપાણીએ ઇન્કમટેક્સનું 16 A ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂ કર્યું નથી. જેના કારણે તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મતદાન યાદીમાં નામ રદ કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે બે બાબતો સામે આવે છે જેમાં એક કે મેહુલ રૂપાણી અધ્યાપક છે અથવા તો તેઓ અધ્યાપક હોવા 16A ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમા કર્યું નથી. જ્યારે તેઓ અધ્યાપક હોય તો તેમની પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માન્યતા હોય છે તે સરળતાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજુ કરી શકે છે. જ્યારે તેમને 16Aનું ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કર્યું નથી. જેના કારણે તેમનું મતદાન યાદીમાં નામ ન આવે, તેમજ તેવું ઓન પ્રસ્થાપિત થાય કે મેહુલ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક નથી.

  1. Dummy Student : પરીક્ષામાં છબકડું ફેલ, યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવેલા યુવકને માસ્તરે કલાસમાંથી પકડી લીધો
  2. Saurashtra University Strife : સસ્પેન્શન નિર્ણયને પડકારશે પૂર્વ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય, કુલપતિનો ખુલાસો
  3. Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેન્ટીનમાંથી કીડી વાળો પફ મળ્યો, વિડીયો થયો વાયરલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.