ETV Bharat / state

Water problem in Rajkot : વરસાદ ખેચાતા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે! આ યોજના હેઠળ મેયર માગશે પાણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 6:13 PM IST

Rajkot News : વરસાદ પાછો ખેચાતા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે! આ યોજના હેઠળ મેયર માગશે પાણી
Rajkot News : વરસાદ પાછો ખેચાતા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે! આ યોજના હેઠળ મેયર માગશે પાણી

રાજકોટમાં વરસાદ ખેંચાવાની અસર કેવી થઇ રહી છે તેને લગતા આ ગંભીર સમાચાર સામે આવ્યાં છે. રાજકોટને પાણી પૂરું પાડતાં ડેમમાં જે પાણીને જથ્થો છે તેની ગણતરી કરતાં રાજકોટ મેયર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદા નીરની માગણી કરવાની તૈયારી છે.

નર્મદા નીરની માગણી કરવાની તૈયારી

રાજકોટ : ગુજરાતમાં આમ તો ચોમાસાની ઋતુ છે, પરંતુ પાછલા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારમા્ં વરસાદ ખેંચાઈ ગયો છે. ચોમાસાની શરુઆતે સારો વરસાદ જોવા મળ્યો હતો. આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન શરૂઆતમાં સારો વરસાદ થયો હતો, પરંતુ ખેડૂતોએ ખેતરમાં પાક વાવ્યા બાદ હવે વરસાદ પાછો ખેંચાયો છે. જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. એવામાં બીજી તરફ રાજકોટમાં પણ વરસાદ પાછો ખેંચવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ સામે આવી છે.

પાણીનો જથ્થો કેટલો : રાજકોટના અલગ અલગ જળાશયોમાં આગામી 15મી નવેમ્બર સુધી પાણીનો જથ્થો ચાલે તેટલો છે. તેમજ જો આગામી દિવસોમાં રાજકોટમાં વરસાદ નહીં થાય તો પીવાના પાણીની સમસ્યા છે તે સર્જાઈ શકે છે. ત્યારે આ મામલે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

15 નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી : રાજકોટમાં પાણીની સમસ્યા મામલે મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં પીવાના પાણીના મુખ્ય સ્થળ સ્ત્રોત આજી,ન્યારી અને ભાદર ડેમ છે. તેમજ સૌની યોજના મારફતે નર્મદાના નીર આપવામાં આવે છે.

મુખ્ય જળાશય એવા આજી અને નર્મદા ડેમમાં આગામી 15મી નવેમ્બર સુધી ચાલે એટલા પ્રમાણમાં જ પાણીનો જથ્થો છે. જો રાજકોટમાં આગામી દિવસોમાં વરસાદ ન આવે અથવા વરસાદ પાછો ખેંચાય તો 15મી ઓક્ટોબર સુધીમાં નર્મદાના નીરની સૌની યોજના મારફતે રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવશે. હાલમાં 15મી નવેમ્બર સુધી પાણી ચાલે તેટલો જથ્થો ડેમોમાં રહેલો છે. ત્યારે અગાઉ પણ જ્યારે પણ રાજકોટને પાણીની જરૂર હતી ત્યારે રાજ્ય સરકાર પાસે નર્મદાના નીર માંગણી કરવામાં આવી હતી અને તે જરૂરિયાત પણ સરકાર દ્વારા સંતોષવામાં આવી છે...પ્રદીપ ડલ (મેયર)

નર્મદા નીરની માગણી : મેયર પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કોઈ પાણીની જરૂરિયાત રહેતી નથી, પરંતુ જો આગામી દિવસોમાં વરસાદ પાછો ખેંચાશે તો રાજકોટ કોર્પોરેશન દ્વારા 15મી ઓક્ટોબર સુધીમાં રાજ્ય સરકારને રજૂઆત કરશે કે સૌની યોજના મારફતે નર્મદાના નીર રાજકોટના વિવિધ જળાશયોમાં ઠાલવવામાં આવે.

દર વર્ષે ઉનાળામાં સર્જાય છે પાણીની સમસ્યા : ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે. એવામાં આ વખતે ચોમાસામાં પ્રથમ તબક્કામાં સારો વરસાદ થયો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ જળાશયોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે પરંતુ હવે વરસાદ પાછો ખેંચાયો છે. જેને લઇને રાજકોટના જળાશયોમાં આગામી 15મી નવેમ્બર સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. જેને લઇને કોર્પોરેશન દ્વારા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે.

  1. રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, જૂનાગઢ જતી 40 એસટી બસો બંધ
  2. પાણનું સ્તર વધતા આજી-2 ડેમના દરવાજા ખોલાયા, ગ્રામ્યપંથકને એલર્ટ
  3. Rajkot Rain: સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના 29 દરવાજા 7.3 ફૂટ ખોલાયા, લોકોમાં આનંદની લાગણી, ભાદર નદીમાં ઘોડાપૂર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.