ETV Bharat / state

Rajkot Crime : 36 છરીના ઘા મારીને છોકરીને વીંધી નાખનાર એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા

author img

By

Published : Mar 9, 2023, 1:56 PM IST

Rajkot Crime : 36 છરીના ઘા મારીને છોકરીને વીંધીં નાખનાર એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા
Rajkot Crime : 36 છરીના ઘા મારીને છોકરીને વીંધીં નાખનાર એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા

જેતપુરના જેતલસર ગામે સગીરાને 36 છરીના ઘા મારનાર એકતરફ પ્રેમીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. જેતપુર કોર્ટે રાતના બાર વાગ્યા સુધી કોર્ટ ચલાવી આ કપાતરને દોષિત જાહેર કર્યો છે. આ એકતરફી પ્રેમીએ સગીરા તેમજ સગીરા ભાઈ પર પણ હુમલો કરતા શેરીમાં લોહીની નદી વહેતી થઈ હતી. ત્યારે શુ છે સમગ્ર મામલો જૂઓ.

જેતલસરની સગીરાને મોતને ઘાટ ઉતારનારને કોર્ટે ઠેરવ્યો દોશી, આગામી દિવસમાં કોર્ટ ફટકારશે સજા

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બનેલ અને જે ચુકાદાનો સૌ કોઈ ઇંતજાર કરતા હતાં. તે જેતપુરના જેતલસરની સગીરાની હત્યા અને બેનને બચાવવા વચ્ચે પડેલા સગીર ભાઈ ઉપર જીવલેણ હુમલાના બનાવનો કેસ જેતપુર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેતપુર કોર્ટે અભૂતપૂર્વ કહી શકાય તેવું રાતના બાર વાગ્યા સુધી કોર્ટ ચલાવી હતી. ચુકાદો આવે ત્યાં સુધી ફરિયાદ પક્ષના સમર્થકોની કોર્ટ પણ ખીચોખીચ ભરેલ હતી. જેમાં જજે હત્યારાને દોષિત જાહેર કર્યો છે અને 10 માર્ચના રોજ તેમની સજા જાહેર કરશે.

સગીરાની હત્યા
સગીરાની હત્યા

શું હતો સમગ્ર મામલો : જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતો જયેશ ગિરધર સરવૈયા નામના યુવાન ગામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેથી તેણીને પામવા માટે વારંવાર પ્રયાસો કરતો હતો. મૃતક સગીરા ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી, ત્યાં તેણીની પાછળ-પાછળ જતો હતો. જેમાં ગત તારીખ 16 માર્ચ 2021ના રોજ તરૂણીના પિતા અને માતા ખેતમજૂરીએ ગયેલા હતાં, ત્યારે બપોરના સમયે મોકો જોઇ ઘરમાં ઘુસી તરૂણીને લગ્ન માટે હત્યારાએ દબાણ કરેલું હતું.

એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા
એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા

32 છરીના ઘા મારી વીંધી નાખી : આ દબાણ બાદ તરુણીએ જયેશની વાત ન માનતા જ્યેશે તરૂણીને મનાવવા પ્રથમ ઢોર માર માર્યો હતો. તેમ છતાં તેણી એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી હતી, ત્યારે અંતે હવે પોતે ફાવશે નહિ અને મારી નહિ તો કોઈની નહિ તે આશયે શૈતાન બની ગયેલ હત્યારા જયેશે છરી કાઢી એક-બે નહિ પરંતુ 32 જેટલા છરીના ઘા મારી આખી વીંધી નાંખી હતી. આ દરમિયાન ઘરમાં હાજર સગીરનો સગીર ભાઈ બેનને લોહી લુહાણ હાલતમાં કણસતી જોતા બચાવવા વચ્ચે પડ્યો હતો. આ ઘટનામાં જેના પર શેતાન સવાર થયો હતો. તે જયેશે હર્ષને પણ છરીના ઘા મારવા લાગતા એમને પણ મરણોતલ ઇજાથી તડપતી બેન ભાઈને બચાવવા વચ્ચે પડી હતી. ત્યાં જયેશે વધુ ચાર છરીના ઘા મારી દેતા તેણીને છરીના 36 જેટલા ઘા લાગ્યા હોવાથી ત્યાં જ ઢળી પડી હતી.

જેતપુર કોર્ટે
જેતપુર કોર્ટે

હત્યારો આરામથી ચાલ્યો ગયો : ઘટનામાં આ બાજુ લોહીલુહાણ થઈ ગયેલી સગીર પોતાના જીવ બચાવવા શેરીમાં ભાગતા જયેશે તેને વધુ ઘા મારી દેતા આઠેક જેટલા ઘાથી સગીરાનો સગીર ભાઈ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો હતો. આ ઘટનામાં આખી શેરીમાં લોહીની નદી વહેતી હોય તેવું દ્રશ્ય થઈ ગયું હતું. બંને ભાઈ બહેન લોહીથી લથબથ જમીન પર ફસાયેલા જોઈ જયેશ હાથમાં લોહી નીતરતી છરી સાથે આરામથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

આગામી દિવસમાં કોર્ટ ફટકારશે સજા
આગામી દિવસમાં કોર્ટ ફટકારશે સજા

ભર બપોરે ખુની ખેલ : નાના એવા ગામમાં ભર બપોરે ખૂની ખેલ ખેલતા થોડીવારમાં સમગ્ર ગામમાં વાત ફેલાઈ ગઈ હતી. સગીરાના માતા-પિતાને પણ જાણ કરાતા તેઓ તરત જ ઘરે પહોંચતા સગીરાને નિર્જીવ બની ચુકી હતી. જ્યારે સગીર ભાઈ લોહી નીતરતી હાલતમાં કણસતો હતો. આ ઘટના બાદ સગીરાના મૃતદેહને પીએમ માટે અને તેમન ભાઈને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં તેમન ભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.

રાજકીય નેતા પરિવારની મુલાકાતે : આ ઘટનામાં ત્રણ દિવસ બાદ હત્યારા જયેશ ઝડપાઇ જતાં પોલીસે તેની રિમાન્ડ મેળવી રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યો હતો. આ બાજુ તરૂણીની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને તત્કાલીન સમયે તે વખતના કોંગ્રેસના નેતા અને વર્તમાન સમયના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, એનસીપીના રેશ્મા પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓએ સ્વર્ગસ્થ તરુણીના પરિવારની મુલાકાત લઈને સરકાર આ બનાવમાં સ્પેશીયલ સરકારી વકીલની નિમણૂક કરી કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવે તેવી માંગ કરી હતી.

તપાસ માટે સ્પેશિયલ ટીમ : જેતલસર ગામમાં ધોળા દિવસે સગીરાની હત્યાના બનાવે સરકારની પણ આબરુનું ધોવાણ થયું હોવાથી સી. આર. પાટીલ પણ તરૂણીના પરિવારની મુલાકાત લીધી હતી. ન્યાય મેળવવામાં સરકાર તમામ પ્રકારની મદદ કરશે તેવી બાંહેધરી આપી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી અને તેના વડા તરીકે તત્કાલીન એલ.સી.બી. પી.આઇ. અજયસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પી.એસ.આઈ. પી.જે. બાંટવા, ધોરાજીના મહિલા પી.એસ.આઇ. કદાવલા, એલ.સી.બી. રાઇટર રસિક જમોડ, જેતપુર તાલુકા પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ પીટીના હરેન્દ્રસિંહ, ઉપલેટા પોલીસના રાઇટર ભાવેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેનની અને સરકાર તરફથી કેસ લડવા સ્પેશીયલ સરકારી વકીલ તરીકે એડવોકેટ જનક પટેલની નિમણુંક કરવામાં આવી હતી.

સજા ક્યારે : સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસના અંતે બસો પેઈજનું હત્યારા સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. બે વર્ષ ચાલેલી આ કેસમાં 51 સાહેદોને તપસ્યા બાદ જેતપુર સેશન્સ કોર્ટના જજ આર.આર. ચૌધરીએ આરોપી પર લગાવવામાં આવેલા તમામ કલમ હેઠળ દોષિત જાહેર કર્યો છે. તેમણે સજા 10 માર્ચે સાંભળવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Murder In Ahmedabad: સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

સગીરાના પિતાએ શું કહ્યું : આ કેસમાં સગીરાના પિતાએ જણાવ્યું કે, અમારી તો એક જ માંગ છે કે તેમણે ફાંસી મળે કારણ કે તેમણે જે રીતે હત્યા કરી અમારી અપેક્ષા એ છે કે એમને ફાંસીની સજા મળવી જોઈએ. જેથી એક મિસાલ બને અને અન્ય સમાજના લોકોને ફાયદો પણ થાય. ભવિષ્યમાં આ પ્રકારના ગુના ન બને તે માટે અમારી માંગ ફાંસીની સજા મળે એવી છે.

આ પણ વાંચો : તમિલનાડુના વતની યુવકની ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને હત્યા કરવાના કેસમાં ધરપકડ

વકીલે શું કહ્યું : આ કેસના એડવોકેટ જયેશ પટેલે જણાવ્યું કે, આ કેસમાં કોર્ટે આરોપી પર લગાવવામાં આવેલા તમામ કલમો હેઠળ દોષી ઠેરવ્યો છે. આ સાથે સગીરાના ભાઈ પર કરેલ હુમલામાં પણ તેમણે દોષી ઠેરવ્યો છે. આ કેસમાં કોર્ટે તમામ કલમો હેઠળ દોષી ઠેરવ્યો છે. આ એક નિર્મમ હત્યા હતી. જેમાં એક સગીરાની હત્યા એ ખૂબ જ ગંભીર બાબત અને ઘટના હતી. આ કેસમાં કોર્ટે ખૂબ જ જહેમત ઉઠાવીને ચુકાદો આપ્યો છે. આગામી 10 માર્ચના રોજ કોર્ટ આ કેસની સજા સાંભડાવશે. આ સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસમાં આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગણી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.