ETV Bharat / state

Rajkot News: રખડતા ઢોરનો ત્રાસ રાજકોટમાં વકર્યો, 5 વર્ષના બાળકને કર્યો લોહી લુહાણ

રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા વકરતી જાય છે. રાજકોટમાં રખડતા ઢોરોએ 5 વર્ષના બાળકને ઘાયલ કર્યો છે. આ બાળક એટલી હદે ઘાયલ થયો કે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Rajkot Stray cattle 5 years old child injured

રખડતા ઢોરનો ત્રાસ રાજકોટમાં વકર્યો
રખડતા ઢોરનો ત્રાસ રાજકોટમાં વકર્યો
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 2:41 PM IST

રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવો

રાજકોટઃ રખડતા ઢોરનો ત્રાસ રાજ્યના નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. આજે રાજકોટ શહેરના 5 વર્ષના બાળકને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. આ બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઢોરના હુમલામાં બાળકોનો જીવ માંડ માંડ બચ્યો છે.

સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 5 વર્ષનું બાળક ટયુશનેથી ઘરે પરત ફરી રહ્યો હતો. આ વખતે બે ઢોરો તોફાન કરતા કરતા આવ્યા. આ ઢોરોએ પાછળથી બાળકને ઢીંક મારીને જમીન પર પાડી દીધું હતું. આ બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. લોહીલુહાણ અવસ્થામાં રોડ પર પડેલ બાળકની જાણ પાડોશી દ્વારા તેના પરિવારને કરવામાં આવી. પરિવાર સત્વરે ઘટના સ્થળે દોડી ગયો. બાળકને માથાના ભાગે લોહી બંધ થતું ન હતું તેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

5 વર્ષના બાળકને કર્યો લોહી લુહાણ
5 વર્ષના બાળકને કર્યો લોહી લુહાણ

રખડતા ઢોરોનો સતત ત્રાસઃ રાજકોટમાં 5 વર્ષના બાળકને રખડતા ઢોરોએ ઘાયલ કર્યુ છે તે એકમાત્ર ઘટના નથી. રાજકોટમાં અનેકવાર રખડતા ઢોરો અને શ્વાનો આતંક મચાવી ચૂક્યા છે. અગાઉ રખડતા ઢોરોથી ઘાયલ થયેલ નાગરિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ શ્વાનોએ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી.

જંગલેશ્વર વિસ્તારમાં મારા બાળક પર રખડતા ઢોરોએ હુમલો કરીને તેને લોહી લુહાણ કરી દીધો હતો. અત્યારે તેને લોહી બંધ ન થતું હોવાથી સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. અમારા વિસ્તારમાં રખડતા ઢોરોનો બહુ ત્રાસ છે. કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા આવતી નથી. અગાઉ પણ અમારા વિસ્તારમાં 4 વર્ષની બાળકીને શ્વાનોએ ફાડી ખાધી હતી...આરતી ઢામેચા(ઘાયલ બાળકની માતા, રાજકોટ)

  1. જામનગરમાં રખડતા ઢોર બન્યા બેફામઃ ઘર બહાર બેઠેલા વ્યક્તિને લીધા અડફેટે, જુઓ CCTV
  2. રખડતા ઢોર મુદ્દે HCની લાલ આંખ, AMCને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવા આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.