ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?

author img

By

Published : Mar 18, 2023, 8:48 PM IST

રાજકોટના વાવડી પંચાયત ઓફિસમાંથી દસ્તાવેજ ચોરીની ઘટના નોંધાઇ છે. જ્યારે વાવડી ગામ રાજકોટ કોર્પોરેશનની ઓફિસમાં ભળ્યુ ત્યારે આ પંચાયતની ઓફિસને વોર્ડ ઓફિસ બનાવવામાં આવી હતી. જેમાંથી કરોડો રૂપિયાના કિમતી દસ્તાવેજો ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે.

Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?
Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?

વાવડી ગામ લગભગ સાતથી આઠ વર્ષ પહેલાં જ રાજકોટ કોર્પોરેશનમાં ભળ્યું હતું

રાજકોટઃ રાજકોટ શહેરની ભાગોળે આવેલા વાવડી ગામમાં વોર્ડ ઓફિસમાંથી કરોડો રૂપિયાના કીમતી દસ્તાવેજોની ચોરી થયાની ઘટના સામે આવી છે. જ્યારે આ વાવડી ગામ લગભગ સાતથી આઠ વર્ષ પહેલાં જ રાજકોટ કોર્પોરેશનમાં ભળ્યું હતું. ત્યારે આ વાવડી ગામના મોટાભાગના દસ્તાવેજ ગ્રામ પંચાયતની ઓફિસમાં પડ્યા હતાં. જ્યારે વાવડી ગામ કોર્પોરેશનની ઓફિસમાં ભળ્યુ ત્યારે આ પંચાયતની ઓફિસને વોર્ડ ઓફિસર બનાવવામાં આવી હતી. જેમાંથી કરોડો રૂપિયાના કિમતી દસ્તાવેજો ગુમ થયાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જેને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

તલાટી મંત્રીએ વિઝીટ કરતા મામલો સામે આવ્યો : આ મામલે રાજકોટ વાવડી ગામ વિસ્તારના મામલતદાર કે.કે. કરમટા જણાવ્યું હતું કે વાવડી ગામમાં પંચાયતમાં જે તે સમયના જુના રેકોર્ડ અને દસ્તાવેજો રાખવામાં આવતા હતા. જ્યારે તે કોર્પોરેશનમાં ભળ્યુ ત્યારે આ પંચાયત ઓફિસને મનપાની વોર્ડ ઓફીસ બનાવવામાં આવી હતી. જેમાં જુના દસ્તાવેજો પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે છે બે ત્રણ દિવસ પહેલા વિસ્તારમાં તલાટીમંત્રી કામ અર્થે આ વોર્ડ ઓફિસમાં ગયા હતા જે દરમિયાન તેની સામે આવ્યું કે જે કબાટમાં તેઓ રેકોર્ડ રાખતા હતા. તેમાં આ દસ્તાવેજો હતા નહિ. જેની જાણ તલાટી મંત્રીએ અમને કરી હતી અને અમે એક દિવસ વિસ્તારમાં પ્રાથમિક તપાસ કરાવી છતાં આ દસ્તાવેજો અમને મળ્યા નહોતા જેના કારણે અમે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ

પોલીસ તપાસ માટે આવી હતી : આ સાથે જ વાવડી વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા મોહિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિસ્તારના તલાટી મંત્રી ચાર પાંચ દિવસ પહેલા અહીં આવ્યા હતા. જ્યારે તેમને જોયું કે અહીં કબાટમાં કેટલા ડોક્યુમેન્ટના પોટલા હતા. જે અહીં હતા નહીં. આ સાથે જ અહીંયા રાખવામાં આવેલ કબાટમાં કોઈ પણ લોક લગાડવામાં આવ્યા નહોતા. આ ઓફીસમાં હું જ બેસું છે માણસો આવે છે તે પણ સવારે કામ પણ નીકળી જાય છે અને હું પણ ફિલ્ડમાં જતો રહું છું. જ્યારે આ અંગે મને તલાટી મંત્રીએ કહ્યું હતું કે અહીં રાખવામાં આવેલ પોટલા નથી. ત્યારે આ મામલે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. આ સાથે જ અહીં રાખવામાં આવેલ પોટલા ભંગારના ડેલામાંથી મળ્યા છે. જે મામલે પોલીસ દ્વારા એક ઇસમની પૂછપરછ કરવામા આવી રહી છે.

આ પણ વાંચો Jasdan Petrol Pump : ડીઝલ નખાવી રૂપિયા દીધા વગર કારચાલકે ચાલતી પકડી, જૂઓ વિડીયો

દસ્તાવેજો ક્યાં ગુમ થયા તે સવાલ : આઠ વર્ષ પહેલાં વાવડી ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યું છે. ત્યારથી લઈને અત્યાર સુધીના અને તે અગાઉના ગ્રામ પંચાયતના દસ્તાવેજો પણ આ વોર્ડ ઓફિસમાં પડ્યા હતા. એક અંદાજ પ્રમાણે કરોડો રૂપિયાના આ વિસ્તારના દસ્તાવેજો અહીં એમને એમ પડ્યા હતા. ત્યારે અચાનક દસ્તાવેજ ગુમ થઈ જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે આ મામલે હવે રાજકોટ તાલુકા પોલીસ તપાસ કરી રહી છે તેને લઈને હવે શું સામે આવે છે તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.