ETV Bharat / state

વિધાનસભાની ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ, રાજકોટમાં ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ પ્રથમ કાર્યાલય ખુલ્યું મુકાયું

author img

By

Published : Oct 7, 2021, 12:54 PM IST

વિધાનસભાની ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ, રાજકોટમાં ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ પ્રથમ કાર્યાલય ખુલ્યું મુકાયું
વિધાનસભાની ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ, રાજકોટમાં ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ પ્રથમ કાર્યાલય ખુલ્યું મુકાયું

આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગી ગયું છે. જ્યારે શહેરમાં પ્રથમ કહી શકાય એવું વોર્ડવાઇઝ કાર્યાલય રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ ભાજપ કાર્યાલયને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

  • રાજકોટમાં વોર્ડ વાઇઝ પ્રથમ કાર્યાલય ખુલ્યું મુકાયું
  • ભાજપના પદાધિકારીઓ તેમજ દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
  • રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ રાજકોટમાં વિશેષ હાજરી

રાજકોટ : આ સાથે જ કાર્યક્રમમાં રાજકોટ ભાજપના પદાધિકારીઓ તેમજ દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટમાં વોર્ડમાં પ્રથમ કાર્યાલય ભાજપનું વોર્ડ નંબર 8 માં આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

વોર્ડ વાઇઝ ભાજપનું પ્રથમ કાર્યાલય શરૂ થયું

રાજકોટમાં અત્યાર સુધી શહેર ભાજપનું અને જિલ્લા ભાજપનું એમ 2 અલગ અલગ જગ્યાએ કાર્યાલય હતા. જ્યારે મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ કાર્યાલય હજુ સુધી એક પણ નહોતું. ત્યારે આજે શહેરના વોર્ડ નંબર 8માં શહેર ભાજપ દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરનું પ્રથમ વોર્ડ વાઈઝ કાર્યાલય વોર્ડ નંબર 8માં શરૂ થયું છે. જેને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં વોર્ડવાઇઝ કાર્યાલય શરૂ થતા શહેર ભાજપમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણીની પુર્વ તૈયારીઓ શરૂ, રાજકોટમાં ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ પ્રથમ કાર્યાલય ખુલ્યું મુકાયું

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ

આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ વખતે મુખ્ય પક્ષો એવા ભાજપ-કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ પૂરી તૈયારી સાથે વિધાનસભાની ચૂંટણી લડવાની છે. ત્યારે અત્યારથી જ શહેર ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઈને તેની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે હાલ રાજ્યમાં ભાજપના નેતાઓ દ્વારા જન આશીર્વાદ યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે. તેમજ વિવિધ શહેરોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના વિવિધ સમાજના લોકો સાથે બેઠકો પણ યોજવામાં આવી રહી છે.

રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ રાજકોટમાં વિશેષ હાજરી

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણીની સહિત આખી સરકારે તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે. ત્યારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે અવારનવાર જોવા મળી રહ્યા છે. શહેરના વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે. તેમજ લોકાર્પણ તેમજ ઉદ્ઘાટન સહિતના સમારોહમાં પણ તેઓ વિશેષ રૂપે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જ્યારે રૂપાણી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ત્યારે તેઓએ રાજીનામુ આપ્યા બાદ સૌપ્રથમ આ વિસ્તારમાં જ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓને મળવાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ હવે રાજકોટના અલગ-અલગ કાર્યક્રમમાં તેઓ જોવા મળીરહ્યા છે.

આ પણ વાંચો : UP Road Accident : બારાબંકીમાં પ્રાઇવેટ બસ અને ટ્રકની ટક્કર, 9 ના મોત, અનેક લોકો ઘાયલ થયા

આ પણ વાંચો : Petrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ઉછાળો, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.