ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં બેફામ કાર ચલાવતા શખ્સ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 3:14 PM IST

વાહન અકસ્માતના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વાહન ચાલકોને હજી ભાન આવી નથી. રાજકોટમાં આવેલા યાજ્ઞિક રોડ પર એક કાર ચાલક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે આ વીડિયોના આધારે તપાસ કરી હતી. પોલીસે આ બેફામ કાર ચાલકની ધરપકડ કરી છે.

રાજકોટમાં બેફામ કાર ચલાવતા શખ્સ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી
રાજકોટમાં બેફામ કાર ચલાવતા શખ્સ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી

રાજકોટમાં બેફામ કાર ચલાવતા શખ્સ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી

રાજકોટ: અમદાવાદમાં તથ્ય પટેલે કાર અકસ્માતમાં 9 લોકોના જીવ લીધા છે. ત્યારે આ મામલે હજુ કેસ ચાલી રહ્યો છે. એવામાં રાજકોટમાં પણ વાહન ચાલકો બેફામ બન્યા છે. રાજકોટમાં ગઈકાલે યાજ્ઞિક રોડ પર એક કાર ચાલક બેફામ રીતે કાર ચલાવતા નજરે પડ્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કાર ચાલકની ધરપકડ કરી હતી.

યાજ્ઞિક રોડ પર બેફામ રીતે કાર: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે શહેરના યાજ્ઞિક રોડ પર એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો. જેને પગલે વાહન ચાલકોના જીવ જોખમાયા હતા. ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને સમગ્ર ઘટના રાજકોટ પોલીસને ધ્યાને આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે કારચાલકની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.તેને કાયદાના પાઠ શીખવવામાં આવ્યા હતા. જોકે રાજકોટમાં કાર ચાલક બેફામ રીતે કાર ચલાવવાની ઘટના સામે આવ્યા બાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

કાર ચાલકે પોલીસ સમક્ષ માફી માંગી: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બેફામ રીતે કાર ચલાવનાર કાર ચાલક એવા હિમાંશુ નિલેશભાઈ મકવાણા નામના 23 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી છે. તેમજ આ મામલે તેને મીડિયા સમક્ષ માફી માંગતા જણાવ્યું હતું કે, " મેં યાજ્ઞિક રોડ પર સ્ટંટ કર્યા હતા અને જેના કારણે પોલીસે મારી ધરપકડ કરી છે. જ્યારે જાહેરમાં આવી રીતે સ્ટંટ કરવા જોઈએ નહિ અને હું આ ભૂલ માટે માફી માંગુ છું". ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગાઉ યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં સ્કોર્પિયો ચાલકે પણ બેફામ રીતે કાર ચલાવીને ત્રણ જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ માધાપર ચોકડી નજીક પણ અકસ્માત સર્જાયો હતો. એવામાં હવે યાજ્ઞિક રોડનો વિડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે".

  1. Rajkot News : રાજકોટમાં શ્રાવણ માસમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં, ભારત બેકરીમાં વેજબ્રેડના નામે ઈંડાયુક્ત બ્રેડનું વેચાણ
  2. Rajkot News : રાજકોટ શહેર ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા વાયરલ થતા ચકચાર!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.