ETV Bharat / state

Plantation: બ્રહ્મકુમારી નડિયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 10, 2021, 12:16 PM IST

વૃક્ષારોપણ
વૃક્ષારોપણ

બ્રહ્મકુમારી સંસ્થાના ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા સમસ્ત ભારતમાં વૃક્ષારોપણ(Plantation)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટેનો સંકલ્પ સંસ્થાના સેવા કેન્દ્રો પર વિશ્વ પર્યાવરણ દિવસ(World Environment Day)ના રોજ લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત નડિયાદ ખાતે વૃક્ષારોપણ(Plantation) કરવામાં આવ્યું હતું.

  • બહોળા પ્રમાણમાં તમામ લોકો વૃક્ષારોપણ(Plantation) કરે તે માટે સૌને પ્રોત્સાહિત કરાશે
  • નાગરિકોને સંસ્થા તરફથી જોઈએ તે છોડ અપાશે
  • આગામી સમયમાં મોટા પાયે વૃક્ષારોપણ(Plantation)નું આયોજન

ખેડાઃ નડિયાદ ખાતે પ્રભુ શરણમ સંકૂલમાં સંસ્થાના સબઝોન સંચાલીકા બી.કે.પુર્ણીમા તથા સાથી બહેનો દ્વારા વુક્ષારોપણ(Plantation)ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, વિવિધ સંગઠનો દ્વારા કરાયું વૃક્ષારોપણ

નાગરિકોને સંસ્થા તરફથી જોઈએ તે છોડ અપાશે

સંસ્થાના અનેક ભાઇ-બહેનો તથા જેમને રસ હોય તેવા તમામ નાગરિકોને સંસ્થા તથા વનવિભાગના સહયોગથી જે (યાદીમાંથી) જોઇએ તે છોડ આપવામાં આવશે અને બહોળા પ્રમાણમાં તમામ લોકો વુક્ષારોપણ(Plantation) કરે તે માટે તમામને પ્રોત્સાહિત કરાશે. આ માટે મિત્ર સંબંધીઓ તમામને આહ્વાન કરવામાં આવી રહ્યું છે.

વૃક્ષારોપણ
વૃક્ષારોપણ

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત

કોરોનાકાળમાં ગુમાવેલા સ્વજનની યાદમાં Plantation

ખાસ કરીને જ્યારે આપણે તમામ લોકોએ કોરોનાકાળમાં કોઇને કોઇ સંબંધી અને પ્રિયજનને ગુમાવ્યા છે, ત્યારે તેમની યાદમાં વિશેષ વુક્ષારોપણ(Plantation) કરવું જોઇએ. આ માટે સંસ્થા તરફથી જોઇતા છોડની નોંધણી કરાવવા એક ગૂગલ ફોર્મ બનાવવામાં આવ્યુ છે. જેની લીંક મેળવવા માટે સંસ્થાએ આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનો રહેશે. જેથી આપને આ ગૂગલ ફોર્મ(Google Form) મોકલવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ રોપા વિતરણની તારીખ આપને જણાવવામાં આવશે તે દિવસે આપે પસંદ કરેલા છોડ પ્રભુ શરણમ, નડિયાદ ખાતેથી મળશે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી દ્વારા વૃક્ષારોપણ કરાયું

તમામ લોકોને જોડાવવા કરાયું આહ્વાન

સંસ્થા દ્વારા આગામી સમયમાં મોટા પાયા પર એક સાથે વૃક્ષારોપણ(Plantation) માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વન વિભાગના સહયોગથી યોજાશે તો તમામને ઉમંગ-ઉત્સાહથી જોડાવા બી.કે પુર્ણીમા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.