ETV Bharat / state

Epidemic in Rajkot : રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, શરદી ઉધરસના 418 કેસ નોંધાયા

author img

By

Published : Feb 7, 2023, 3:18 PM IST

Epidemic in Rajkot : બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, શરદી ઉધરસના 418 કેસ
Epidemic in Rajkot : બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, શરદી ઉધરસના 418 કેસ

રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં શરદી ઉધરસના 418 કેસ નોંધાયા છે. ત્યારે અન્ય ક્યાં ક્યાં રોગના કેટલા આંકડા સામે આવ્યા જૂઓ. (Epidemic in Rajkot)

રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો

રાજકોટ : રાજકોટ સહિત રાજ્યમાં હાલ લોકો શિયાળો અને ઉનાળો એમ બન્ને ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક અઠવાડિયા કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં શરદી ઉધરસના 418 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા છે. બેવડી ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં ઓન દર્દીઓની પણ ભીડ જોવા મળી રહી છે. દર્દીને જોઈ, તપાસી તબીબ તાત્કાલીક સારવાર માટે ખસેડે છે.

આ પણ વાંચો : Epidemic in Ahmedabad શહેરમાં રોગચાળો ઘટ્યો, પરંતુ પૂર્વ વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક

શરદી ઉધરસ તાવના કેસમાં આવ્યો ઉછાળો : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં છેલ્લા એક અઠવાડિયા શરદી ઉધરસના 418 કેસ, સામાન્ય તાવના 47 કેસ, ઝાડા ઉલ્ટીના 83 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના બે કેસ પણ સામે આવ્યા છે. એવામાં ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો 2023ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શરદી ઉધરસના 1877 કેસ, સામાન્ય તાવના 226 અને ઝાડા ઉલ્ટીના 410 કેસ સામે આવ્યા છે. વર્ષના શરૂઆતથી જ રાજકોટમાં રોગચાળો વધ્યો હોય તે આ આંકડા પરથી જાણવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ આ મામલે સત્તત ફિલ્ડમાં રહીને વિવિધ કામગીરી કરી રહ્યું છે.

આ પણ વાંચો : સિકલ સેલ રોગ, સગર્ભા સ્ત્રીઓમાં જોખમ વચ્ચેની કડી દર્શાવે છે: અભ્યાસ

છેલ્લા 45 દિવસમાં કોરોનાને એક પણ કેસ નહિ : રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલ બેવડી ઋતુના કારણે આ કેસમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા 45 દિવસથી શહેરમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. એવામાં મચ્છરજન્ય રોગચાળો પણ ઘટ્યો છે, પરંતુ હાલમાં સવારે અને સાંજે તડકો પડવાના કારણે સીઝનલ રોગના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે આરોગ્ય વિભાગની ટીમ સતત ફિલ્ડમાં કામગીરી કરી રહી છે અને સર્વેલન્સની કામગીરી શરૂ છે. આ ઉપરાંત ગુજરાતમાં રાજકોટ સહિત અમદાવાદમાં પણ સવારના સમયે ઠંડુ વાતાવરણ લોકોને અનુભવાઈ રહ્યું છે. તો બપોરના સમયે ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે લોકોએ ખાણીપીણીથી રહેણકેણીમાં તકેદારી રાખવી જરૂરી બને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.