કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ જન આશીર્વાદ યાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

author img

By

Published : Aug 20, 2021, 10:45 AM IST

કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ જન આશીર્વાદ યાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ જન આશીર્વાદ યાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા ()

ભાજપ દ્વારા યોજવામાં આવેલી જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે હતા, ત્યારે તેમણે કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તેમની રજતતુલા પણ કરવામાં આવી હતી.

  • નયા ભારતમાં પાટીદારો મોદી સરકારનો સાથ આપે: મનસુખ માંડવિયા
  • મનસુખ માંડવિયાને કેન્દ્ર સરકારમાં તાજેતરમાં જ આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે
  • ભાજપના પાટીદાર નેતાઓ આ કાર્યક્રમમાં રહ્યાં ઉપસ્થિત

રાજકોટ: ભાજપ દ્વારા લોકો સુધી મોદી સરકારના કામની માહિતી પહોંચે તેને લઈને જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે. જેને લઈને આજે રાજકોટ જિલ્લામાં આ જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી હતી. જેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન અને પાટીદાર નેતા મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત હતા. આ જન આશીર્વાદ યાત્રા રાજકોટ બાદ ગોંડલ થઈને ખોડલધામ મંદિરે આવી પહોંચી હતી. જેમાં મોટાભાગના પાટીદાર નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી. જે રજત મનસુખ માંડવિયા દ્વારા ખોડલધામ ટ્રસ્ટને દાનમાં આપવામાં આવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ જન આશીર્વાદ યાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

આ પણ વાંચો: વિપક્ષ મહિલાઓનું અપમાન કરી રહી છે: મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા ખોડલધામમાં દર્શનાર્થે

ભાજપની જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ખોડલધામમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. જેમાં તેમની સાથે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, લાખાભાઈ સાગઠિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમાં, રાજુ ધ્રુવ, વલ્લભ કથીરિયા સહિતના ભાજપના નેતાઓ કાર્યકરો હાજર રહ્યાં હતા. જેમાં આ જન આશીર્વાદ યાત્રામાં કોરોનાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: મનસુખ માંડવિયા: કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કરાયો વધારો

દરેક સમાજને પોતાનો અધિકાર માંગવાનો હક છે: નરેશ પટેલ

આગામી 2022 માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ખોડલધામ ખાતે બે મહિના લેઉઆ અને કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક પણ યોજવામાં આવી હતી. જે બાદ આજે ભાજપના નેતાઓનો કાર્યક્રમ ખોડલધામ ખાતે યોજવામાં આવ્યો હતો, ત્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ દ્વારા મીડિયા સાથેની વાંત ચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ જેવા આગેવાન મળ્યા નથી. જે એક ગર્ભિત ઈશારા તરીકે આગામી 2022 માં પાટીદાર CMની માગ તરફ પણ દોરી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.