ETV Bharat / state

Groundnut Oil Price: સિંગતેલ કાઢશે લોકોનું તેલ, ફરી 40 રૂપિયાનો ભાવવધારો

author img

By

Published : Feb 17, 2023, 3:35 PM IST

Groundnut Oil Price: સિંગતેલ કાઢશે લોકોનું તેલ, ફરી 40 રૂપિયાનો ભાવવધારો
Groundnut Oil Price: સિંગતેલ કાઢશે લોકોનું તેલ, ફરી 40 રૂપિયાનો ભાવવધારો

સામાન્ય જનતાને અત્યારે ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. કારણ કે, આજે ફરી એક વાર સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ ચાર દિવસની અંદર સિંગતેલના ભાવમાં 190 રૂપિયા સુધીનો વધારો થઈ ચૂક્યો છે.

રાજકોટઃ સામાન્ય જનતાનું ફરી એક વાર બજેટ ખોરવાઈ ગયું છે. તાજેતરમાં જ સિંગતેલમાં ભાવવધારાના કારણે જનતા ચિંતામાં હતી. ને હવે આજે ફરી એક વખત સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. એટલે હાલ ડગલેને પગલે સિંગતેલના ભાવ વધી રહ્યા છે. આવામાં ફરી સિંગતેલના ડબ્બે 40 રૂપિયાનો વધતો નોંધાયો છે, પરંતુ અન્ય સાઈડ તેલના ભાવ સ્થિત જોવા મળી રહ્યા છે. આને લઈને હવે સિંગતેલનો 15 કિલોનો ડબ્બો 2,940 રૂપિયાએ પહોંચ્યો છે.

આ પણ વાંચો Oil Prices Hike: સીંગતેલના ભાવથી પેટમાં તેલ રેડાયું, મહિલાઓએ કહ્યું, મોંઘવારીમાં વધુ એક ડામ

ચોથા દિવસે સતત ભાવવધારોઃ હાલ તમામ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે. તેમાં પણ હજી સિંગતેલની બજારમાં માગ વધી રહી છે. ત્યારે આ ભાવવધારો હજી પણ આગામી દિવસોમાં વધે તેવું તેલના વેપારીઓ માની રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં સિંગતેલના ભાવમાં 190 રૂપિયા વધ્યા છે, જેને લઈને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

આ પણ વાંચોઃ Groundnut Oil Price: સિંગતેલ ફરી 50 રૂપિયા મોંઘું થયું, 3 દિવસમાં 90 રૂપિયાનો ઉછાળો

ચીનની માર્કેટમાં સિંગતેલના સારા ભાવ: વેપારીઃ સિંગતેલના સતત ભાવવધારાને લઈને રાજકોટમાં તેલની એજન્સી ધરાવતા ભાવેશ પોપટે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં સિંગતેલની માગ વધી છે. લોકો અન્ય તેલ કરતા સિંગતેલ ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બીજી તરફ ચીનની માર્કેટમાં પણ સિંગતેલના હાલમાં સારા ભાવ મળી રહ્યા છે. આના કારણે ભારતમાંથી મોટા પ્રમાણમાં સિંગતેલનું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સિંગતેલના ભાવ છેલ્લા એક અઠવાડિયામાં વધુ ઉંચકાયા છે. તો આગામી દિવસોમાં આ જ પ્રકારનું માર્કેટ રહેશે તો હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.