- ગોંડલ પોલીસે કરી વડાપાઉંની રેંકડી ચાલક સામે ફરિયાદ
- જાહેરનામાનો ભંગ કરવા બદલ કરાઇ કાર્યવાહી
- વ્યાપક પ્રમાણમાં ભીડ એકઠી થતી હોવાને કારણે દાખલ થઇ ફરિયાદ
રાજકોટ : ગોંડલ શહેરમાં મહાવીર વડાપાઉંની રેંકડીએ વ્યાપક પ્રમાણમાં ભીડ એકઠી થતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હતો. જે કારણે ગોંડલ પોલીસ દ્વારા રેંકડી ચાલક પ્રિતમ દાણીધારીયા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો - ગોંડલના હોસ્પિટલ સંચાલકોની સરકારને ધમકી, સરકાર ઓક્સિજન નહીં આપે તો હોસ્પિટલ બંધ કરી દઈશું
લોકો દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર થાય તેવી માગ ઉઠી છે
મહાવીર વડાપાઉંની રેંકડી આસપાસ સાંજના સમયે વ્યાપકપણે ભીડ એકઠી થતી હોવાથી બાઈક, કાર, રિક્ષા જેવા વાહનો આડેધડ પાર્ક કરવામાં આવે છે. જે કારણે ગોંડલ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. તેમજ મંદિરની આસપાસ કેટલાક દુકાનદારો કાર પાર્ક કરીને આખો દિવસ નડતર ઉભું કરતા હોય છે, તેમની સામે પણ કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો - ગોંડલમાં યુવતી પર તેના કૌટુંબિક કાકા અને ભત્રીજા દ્વારા કરવામાં આવ્યું દુષ્કર્મ