ETV Bharat / state

ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે જિલ્લા વહીવટી તંત્ર

author img

By

Published : Dec 28, 2022, 7:59 PM IST

gondal administration help to Mental retardation children
gondal administration help to Mental retardation children

ગોંડલ પ્રાંત અધિકારીની (gondal administration) ટીમની તત્કાલ કામગીરીથી આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડના ફોર્મ ભરવાની અને રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી કરી (gondal administration help to Mental retardation) છે. ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ આવ્યા (rajkot collector help Mental retardation children) હતા.

રાજકોટ: ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાનું વહીવટી તંત્ર ખડેપગે ઊભું (rajkot collector help Mental retardation children) છે અને તેમને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવાઈ (gondal administration help to Mental retardation) છે. તથા અન્ય બાકી દસ્તાવેજો પણ તત્કાલ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી (cm Bhupendra Patel instructed to immediate help) હતી જે બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્થિતિની સંવેદનશીલતા પારખીને વહીવટી તંત્રને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામે લગાડ્યું (rajkot collector help Mental retardation children) હતું.

મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે જિલ્લા વહીવટી તંત્ર
મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે જિલ્લા વહીવટી તંત્ર

ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની કામગીરી: ગોંડલના પ્રાંત અધિકારી કે. વી. બાટી, મામલતદાર એચ.વી.ચાવડા તેમજ સર્કલ અધિકારી યશપાલસિંહ ગોહિલ તાત્કાલિક ગોંડલ તાલુકા ખાતે રેલવે લાઇનની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતા રત્નાભાઈ ભૂરાભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા. આ પરિવારને મળતી સરકારી સહાયની વિગતો જાણી હતી જેમાં ત્રણ બાળકોની ફિંગર પ્રિન્ટ આવતી ન હોવાથી તેમના આધારકાર્ડ નીકળી શક્યા નહોતા આથી 27મી ડિસેમ્બરે તંત્રની ટીમ તેમના ઘરે ગઈ હતી અને દોઢેક કલાકની જહેમત ઉઠાવીને ત્રણ બાળકોના આંગળાની પ્રિન્ટ મેળવીને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરી (rajkot collector help Mental retardation children) હતી.

આ પણ વાંચો કળિયુગમાં પ્રામાણિકતા, હેર સલુનના કર્મચારીએ દાગીનાનું પાકીટ માલિકને કર્યું પરત

નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર: આ ઉપરાંત રત્નાભાઈ તથા તેમના પત્નીને મળવાપાત્ર નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજનાના ફોર્મ પણ સ્થળ પર જ ભરી દેવામાં આવ્યા હતા. જેમાં રત્નાભાઈના પેન્શનનો હુકમ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તેમના પત્નીના પેન્શનનો હુકમ પણ મંજૂરી હેઠળ છે. આ ઉપરાંત, આ પરિવારના આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડ કાઢવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી તેમજ આધારકાર્ઢના અભાવે રેશનકાર્ડમાં બાકી રહી ગયેલા બે બાળકોના નામ ઉમેરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની ત્વરિત અને માનવીય કામગીરી બદલ આ પરિવારે ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી (rajkot collector help Mental retardation children) હતી.

આ પણ વાંચો દિલ્હીની કડકડતી ઠંડીમાં માત્ર ટી-શર્ટ પહેરવા અંગે રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો

મનો દિવ્યાંગ બાળકોની મદદે ખજૂર: ખજૂરના નામ તરીકે પ્રખ્યાત થયેલા નીતિન જાની અનેક લોકોની મદદે આવી પહોંચે છે જરૂરિયાત મંદ પરિવાર માટે મકાન બનાવી આપે છે. ગોંડલ જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે 9 દિવ્યાંગ બાળકો સાથે રહેતા પરિવારને મકાન બનાવી આપ્યાં છે. ત્યારબાદ ઘરના બાળકો છૂટથી રમી શકે તે માટે ફરતે લોખંડની જાળી ફિટ કરવામાં આવી છે તેમજ મકાનમાં ફરતે હવા ઉજાસનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ ઘરમાં ઇલેક્ટ્રિસિટીથી માંડી તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઘરમાં કબાટ, શેટી, ગાદલા, ઘરની દીવાલ પર ભગવાન અને પ્રાકૃતિક સૌંદર્યની છબી રાખવામાં આવી છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.