ETV Bharat / state

જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા હવે ખિસ્સામાં રાખવા પડશે પૈસા, નહીં તો પડશે ધક્કો

author img

By

Published : Dec 19, 2022, 4:52 PM IST

જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા હવે ખિસ્સામાં રાખવા પડશે પૈસા, નહીં તો પડશે ધક્કો
જસદણ ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેક કરવા હવે ખિસ્સામાં રાખવા પડશે પૈસા, નહીં તો પડશે ધક્કો

રાજકોટમાં જસદણ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં (Ghela Somnath Temple Rajkot) હવે જળાભિષેક (Devotees angry for charge on Jalabhishek) કરવા માટે 351 રૂપિયા ચૂકવવા પડશે. જસદણ નાયબ કલેક્ટરના આ હુકમથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે જ ભક્તો આક્ષેપ કરી રહ્યા છે કે આવા નિર્ણયથી તો ફક્ત શ્રીમંતો જ મંદિરના દર્શન કરી શકશે. ગરીબો ક્યાં જશે.

મહાદેવનું વિશેષ મહત્વ

રાજકોટ શહેરમાં જસદણ ખાતે આવેલા ઘેલા સોમનાથ મહાદેવમાં (Ghela Somnath Temple Rajkot) દર્શન કરવા જતા દર્શનાર્થીઓ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. કારણ કે, હવે આ મંદિરમાં તમે જળાભિષેક (Jalabhishek in Ghela Somnath Temple Rajkot) કરવા જશો તો તમારે એક બે નહીં પરંતુ પૂરા 351 રૂપિયા ચૂકવવા પડશે. જી હાં આ માટે જસદણ નાયબ કલેક્ટરે (Jasdan Deputy Collector) હુકમ કર્યો છે.

ભક્તોમાં રોષ બીજી તરફ આ હુકમ સામે ભક્તોએ ઉગ્ર વિરોધ (Devotees angry for charge on Jalabhishek) નોંધાવ્યો છે. આ માટેને બોર્ડ પણ મંદિર પરિસરમાં ઠેરઠેર લગાવી દેવામાં આવ્યા છે. મંદિરની આવક વધારવા માટે જળાભિષેક (Devotees angry for charge on Jalabhishek) પર ચાર્જ લગાવાયો હશે તો ધર્મનો નાશ થઈ જશે તેવી ચર્ચા ભક્તોમાં જોવા મળી રહી છે. તેમ જ આવા ચાર્જના કારણે ફક્ત શ્રીમંતો જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. ગરીબ વ્યક્તિ અહીં પ્રવેશ નહીં કરી શકે. તેવો ભક્તોએ આક્ષેપ કર્યો હતો.

મહાદેવનું વિશેષ મહત્વ જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું (Ghela Somnath Temple Rajkot) મહત્વ સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. આના કારણે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે (Ghela Somnath Temple Rajkot) ભાવિકોની ભીડ રહેતી હોય છે અને ઘેલા સોમનાથ દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજાઅર્ચના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટરે (Jasdan Deputy Collector) જળાભિષેક કરવા 351 રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરતા ભક્તોમાં રોષ (Devotees angry for charge on Jalabhishek) જોવા મળી રહ્યો છે. સાથે જ ભક્તોએ આ હુકમને પરત ખેંચવામાં નહીં આવે તો મંદિર ખાતે ઉપવાસ અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

જેની પાસે પૈસા ન હોય તેમને પડશે ધક્કો ભક્તોએ કહ્યું હતું કે, જે માણસ ચાલીને દાદાના દર્શને આવતા હોય તેની પાસે 5 રૂપિયા પણ ન હોય. આવામાં આટલી મોટી રકમ વસૂલવામાં આવે તો તેણે નિરાશ થઈને પરત જવું પડશે, જે ના થવું જોઈએ. આવું જ ચાલશે તો ધર્મનો નાશ થઈ જશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. સાથે જ ખરેખર અત્યાર સુધીમાં આવો કોઈ રૂપિયો લેવામાં આવતો નહતો અને કોઈ અધિકારી આવીને કમિટીની સંમતી લીધા વગર પોતાની રીતે મનસ્વી નિર્ણય લીધો છે તે સાવ ખોટો છે તેવું પણ ભક્તજનોએ જણાવ્યું હતું.

સ્થાનિકોએ આપી આંદોલનની ચીમકી સ્થાનિકો અને ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે અને છતાં કોઈ નિર્ણય નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કરીશું. આ બાબતે અત્યારે આવું સાંભળતા જ ભક્તજનોને આંચકો લાગ્યો છે, જેમાં મંદિરની આવક વધારવા માટે ભાવિકોની લાગણી દુભવવી તે વ્યાજબી ન કહેવાય તેવું પણ જણાવ્યું છે. ભાવિકો પાસેથી રૂ.351 લઈને જળાભિષેક (Devotees angry for charge on Jalabhishek) કરવાનું અમે અત્યાર સુધીમાં ક્યારેય સાંભળ્યું પણ નથી. ધર્મના નિયમનું પાલન કરવું જરૂરી બને છે, પરંતુ આ ધર્મની વિરુદ્ધનું કાર્ય ગણી શકાય.

આ નિર્ણય ગેરવ્યાજબી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ખરેખર આવો નિર્ણય ( Jalabhishek in Ghela Somnath Temple Rajkot) ગેરવ્યાજબી છે અને હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તેવું કાર્ય કરવામાં આવ્યું છે. બીજા ધર્મમાં આવું ક્યાંય થતું નથી માત્ર હિન્દુ ધર્મમાં જ કેમ આવું થાય છે તે વિચારવાની ખાસ જરૂર છે. જેથી પરંપરા મુજબ અગાઉ જેમ ચાલતું હતું તેમ ચાલવા દેવું તેવી અમારી માગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.