ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં બોગસ દસ્તાવેજ બનાવીને વિધર્મીને મકાન વેચતા વિવાદ

author img

By

Published : Jun 20, 2023, 12:02 PM IST

રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં બોગસ દસ્તાવેજ બનાવીને વિધર્મીને મકાન વેચતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે વિસ્તારમાં રહેતા અર્ચનાબેન જાનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી શેરીમાં હિન્દુનું નામે મકાન વેચવામાં આવે છે અને ત્યારબાદ વિધર્મીને આ મકાન આપવામાં આવે છે. આ મકાન વેચાયો દસ્તાવેજ છેલ્લા બે મહિના પહેલા તૈયાર થયો હતો.

રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં બોગસ દસ્તાવેજ બનાવીને વિધર્મીને મકાન વેચતા વિવાદ
રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં બોગસ દસ્તાવેજ બનાવીને વિધર્મીને મકાન વેચતા વિવાદ

રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં બોગસ દસ્તાવેજ બનાવીને વિધર્મીને મકાન વેચતા વિવાદ

રાજકોટ: રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં એક વિધર્મીને મકાન વેચવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે સ્થાનિકો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ મકાનના દસ્તાવેજોને રદ કરવા માટેની માંગણી કરી હતી. જ્યારે સ્થાનિકો છેલ્લા બે મહિનાથી આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા અને તાત્કાલિક વિધર્મીને વેચવામાં આવેલ મકાનના દસ્તાવેજો રદ કરવાની ઉગ્ર માગણી કરી હતી.

હિન્દુના નામે વિધર્મીએ મકાન ખરીદ્યું: સ્થાનિકસમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના વોર્ડ નંબર 16 કોઠારીયા વિસ્તાર આવે છે. જ્યારે આ વિસ્તાર ભક્તિનગર પોલીસ સ્ટેશન મથકમાં સમાવેશ થાય છે. એવામાં આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લગાવવામાં આવ્યો છે પરંતુ અશાંત ધારો લાગુ હોવા છતાં પણ આ વિસ્તારમાં વીધર્મીને અન્યના નામે મકાન વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.

વિસ્તારમાં અશાંત ધારો: જ્યારે આ વાત સ્થાનિકોને જાણ થતા સ્થાનિકો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત માટે દોડી આવ્યા હતા. તેમજ તાત્કાલિક આ મકાનના દસ્તાવેજોને રદ કરવાની માંગણી કરી હતી. આ અંગે વિસ્તારમાં રહેતા અર્ચનાબેન જાનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી શેરીમાં હિન્દુનું નામે મકાન વેચવામાં આવે છે અને ત્યારબાદ વિધર્મીને આ મકાન આપવામાં આવે છે. આ મકાન વેચાયો દસ્તાવેજ છેલ્લા બે મહિના પહેલા તૈયાર થયો હતો. જ્યારે હાલ અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે છતાં પણ આવું થઈ રહ્યું છે.

તાત્કાલિક રદ કરવાની માંગ: બીજી તરફ આ મામલે હિતેશ માંડલિયા નામના સ્થાનિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં હિન્દુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે. જેના કારણે અમે રજૂઆત માટે આવ્યા છીએ. જ્યારે આ પ્રકારની સમસ્યાના કારણે અમે અગાઉ પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે તેની તપાસ પણ કરવામાં આવી છે. જે મામલે વિવાદ વધતા વિસ્તારમાં જે વિધર્મીને મકાન વેચવામાં આવ્યું છે તે અમારી શેરીમાં આવ્યો હતો અને લતાવાસીઓને આ મામલે તેણે ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ પણ અમે કરી છે. ત્યારે અમે અમારા વિસ્તારમાં જે મકાનન દસ્તાવેજ બન્યો છે તેને રદ કરાવા માટે આવ્યા છીએ. આ અગાઉ અમે ધારાસભ્ય, પોલીસ કમિશનર અને કલેક્ટરને પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી આ મામલાનો ઉકેલ આવ્યો નથી.

  1. Rajkot News: ભારે પવનથી પાટણવાવ ઓસમ પર્વતના પટાંગણમાં સ્થપાયેલ ભગવાન શંકરની મૂર્તિ થઈ ખંડિત
  2. Rajkot Crime : 397 કિલો ગાંજો પકડવાનો કેસ, રાજકોટ કોર્ટે બે મહિલા સહિત 8 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.