Budget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને રાજકોટમાં નોકરિયાત વર્ગની શું છે આશા અપેક્ષા?

author img

By

Published : Jan 31, 2023, 1:17 PM IST

Budget 2023 Expectations of rajkot
Budget 2023 Expectations of rajkot ()

કેન્દ્રીય બજેટને લઈને રાજકોટ વાસીઓને ઘણી અપેક્ષાઓ છે. રાજકોટવાસીઓએ ભારત સાથે વાતચીતમાં મોંઘવારી ઘટે, શાળાઓની સુવિધાઓમાં વધારો થાય અને બજેટ સામાન્યલક્ષી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. ગંભીર બીમારોની સારવાર માટે સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવે તેવી પણ અપેક્ષા છે.

કેન્દ્રીય બજેટને લઈને રાજકોટમાં નોકરિયાત વર્ગની શું છે આશા અપેક્ષા?

રાજકોટ: કેન્દ્રીય બજેટ આવનાર છે. ત્યારે આ બજેટને લઈને મધ્યમ અને નોકરી કરતા વર્ગને ઘણી આશા અપેક્ષા સરકાર પાસે છે. જેને લઈને રાજકોટમાં નોકરી કરતા મધ્યમ વર્ગના લોકો સાથે ETV BHARAT દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમને પોતાની આશા અને અપેક્ષા તેમજ બજેટને લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

મોંઘવારી ઘટે તેવી અપેક્ષા: બજેટને લઈને નોકરી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા રોહિત પટેલે જણાવ્યું હતું કે બજેટમાં ખાસ મોંઘવારી ઘટે તેવી અપેક્ષા છે. હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. જ્યારે સામાન્ય ખાણીપીણીના ભાવ વધી રહ્યા છે. એવામાં નોકરિયાત વર્ગના પગારના સ્લેબ સામે જોઈએ તેવા વધતા નથી. આ સાથે જ ખેતીની વેટ કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ પાકના નથી મળી રહ્યા અને અમુક વર્ષે જો ખેડૂતોનો પાસ નિષ્ફળ જાય તો તેની જે યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેનો પણ લાભ જોઈએ તેટલા પ્રમાણમાં નથી મળતો બજેટમાં ખાસ આ મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

આ પણ વાંચો SMC Budget: સુરત મનપાનું વર્ષ 2023-24 બજેટ રજૂ, સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંકાયો

સરકારી શાળાઓને વધુ સારી બનાવામાં આવે: રાજકોટના જ રહેવાસી રાયધન ભાઈ ગડચરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે. જેને લઈને હું એવું માનું છું કે સરકારી શાળાઓ સુદ્રઢ બને તેવું હોવું જોઇએ. આજે મોંઘવારી સામે ખાનગી શાળાઓમાં ફી બેફામ રીતે લેવામાં આવે છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને ખાનગી શાળાઓની ફી ભરવા માટે મુશ્કેલીઓ ઉભી થાય છે. જ્યારે સરકારી શાઓમાં શિક્ષકોની પણ ભરતી કરવી જોઈએ. જેના કારણે લોકો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તરફ વધે અને પોતાના બાળકોને અહીં ભણાવે જેના કારણે મધ્યમ વર્ગને પણ સારા શિક્ષણનો લાભ મળી રહે.

આ પણ વાંચો Budget Session 2023: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પહેલું સંબોધન મહિલાઓ માટે ગર્વની વાત: PM મોદી

બજેટ સામાન્યલક્ષી હોય તો વધારે સારું: બજેટને લઈને લીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે એક મહિલા તરીકે હું માનું છું કે બજેટ છે તે સામાન્ય લક્ષી હોવું જોઈએ. જ્યારે આજે દરેક ચીજવસ્તુઓનો ભાવ વધી રહ્યો છે. ફુગાવાનો દર વધી રહ્યો છે. જેમાં બેલેન્સ રહેવું જોઈએ. જ્યારે આ ભગવતી બા ધાંધલે જણાવ્યું હતું કે આવનાર બજેટમાં આરોગ્ય ક્ષેત્રને આવરી લેવામાં આવે, આપણે પાછળ બે ત્રણ વર્ષમાં જોયું કે કોરોનાને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટી ગઈ છે અને અન્ય ગંભીર બીમારીઓના પ્રમાણ વધી ગયા છે. જ્યારે આ ગંભીર બીમારોની સારવાર માટે સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવે તેવી મારી માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.