ETV Bharat / state

સુરેન્દ્રનગરની આશાવર્કરે કલેક્ટરને આઠ માગો પૂરી કરવા આપ્યું આવેદન

author img

By

Published : Feb 12, 2021, 7:00 PM IST

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની આશાવર્કર બહેનોએ એકત્રિત થઈ આઠ જેટલી અલગ અલગ માગ પૂરી કરવા માટે સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

  • ટાગોર બાગમાં બહેનોએ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું
  • ફ્રન્ટલાઈન વોરિયર આશાવર્કર અને ફેસિલિટેટરે પ્રશ્નોની રજૂઆત કરી
  • ગુજરાત જનતા જાગૃતિ મંચની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર : ટાગોર બાગમાં જિલ્લાભરમાંથી આશાવર્કર બહેનો એકત્ર થઈ હતી. આશાવર્કર બહેનોને ગત છ મહિનાથી વેતન ચૂકવવામાં ન આવતા આશાવર્કર બહેનોમાં રોષની લાગણી ઊભી થઈ છે. ટાગોર બાગમાં બહેનોએ સૂત્રોચ્ચાર પોકારીને પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગરની આશાવર્કરે કલેક્ટરને આઠ જેટલી માંગ પૂરી કરવા આપ્યું આવેદન

આઠ વિવિધ માગ સાથે આપ્યું આવેદનપત્ર

ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આશા વર્કર અને ફેસિલિટેટરના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા સુરેન્દ્રનગર દોડી આવ્યા હતા. જ્યાં કલેકટરને ઉદ્દેશીને રજૂઆત કરી હતી. ત્યારે આશાવર્કર અને ફેસિલિટેટરનુ રેગ્યુલર મહેકમ ઉભુ કરવા અને કાયમી કરવા, ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરી બેહેનોને લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર આપવા, 180 દિવસની સવેતન મેટરનીટી લીવ આપવા, ઉમર ભેદભાવ રાખ્યા વગર પેન્શન યોજનાનો લાભ આપવા, નિયમિત પગાર ચૂકવવા સહિતની માંગણીઓનો ઉકેલ લાવવાની આશાવર્કર બહેનો અને ફેસિલિટેટરના પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે.

કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી
કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.