ETV Bharat / state

ગોંડલ સબજેલમાં આરોપીઓને સુવિધા પૂરી પાડવાના ગુનામાં નાસતા ફરતા જેલરની ધરપકડ

author img

By

Published : Dec 17, 2020, 1:18 PM IST

jailer
jailer

ગોંડલ સબજેલના જેલર ડી કે પરમાર પર આરોપીઓને જેલમાં સુવિધા પુરી પાડવાના આક્ષેપ લગાવવામાં આવ્યાં હતાં. જે મુદ્દે પોલીસે તેની ધરપકડ કરી છે.

  • જેલર છેલ્લા એક માસથી પોલીસની સાથે સંતાકૂકડી રમતા હતા
  • આગોતરા જામીન મેળવવા જેલરે અદાલતમાં પણ અરજી કરી હતી
  • જેલર વિરુદ્ધ IPC કલમ 466 269 188 114 તેમજ 201 મુજબ ગુનો નોંધાયો

ગોંડલઃ સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક શહેરોમાં હવાલા કબાલા કરનાર અને હાલ ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલને "જલસા જેલ" બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડી.કે પરમારની ગોંડલ સિટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

નિખિલ દોંગા અને તેના ૧૨ થી વધુ સાગરીતો ઉપર પોલીસ તંત્રએ ગુજસીટોક હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા સબજેલને નિખિલ દોંગા ગેંગ માટે જલસા જેલ બનાવનાર જેલર ડી કે પરમારનું નામ સામે આવ્યું છે. નામ બહાર આવતાં પકડાઈ જવાના ડરથી જેલર નો દો ગ્યારા થઈ ગયા હતાં. ગોંડલ ઘટનાની તપાસ ચલાવી રહેલા પીઆઈએસ એમ.જાડેજા, પીએસઆઇ બીએલ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા સહિતનાઓએ જેલરને પકડી પાડવા કમર કસી હોય તેમ બુધવારે જેલર ગોંડલમાં હોવાની જાણ થતા જ તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડની માંગ સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગોંડલ સબજેલમાં આરોપીઓને સુવિધા પૂરી પાડવાના ગુનામાં નાસતા ફરતા જેલરની ધરપકડ
જેલર વિરુદ્ધ IPC કલમ મુજબ ગુનો નોંધાયો
જેલર ડી.કે પરમાર વિરુદ્ધ ipc કલમ 466 269 188 114 તેમજ 201 મુજબ ગુનો નોંધાયો છે. જેલર દ્વારા આગોતરા જામીન માટે અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા પરંતુ તેને આગોતરા જામીન મળ્યા ન હતાં. આખરે જેલરે જ હવે જેલમાં રહેવું પડશે. નિખિલ દોંગા સાથે અન્ય બહારના 8 થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં નાસ્તો પાણી કરી મોજ કરતાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી જેલર ડી કે પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગવાના શરૂ થયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.