ETV Bharat / state

રાજ્યના અધિક મુખ્ય સચિવે રાજકોટ સહિત જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી

author img

By

Published : Jul 21, 2020, 10:44 PM IST

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે 21 જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં થઇ રહેલા કોરોનાના ટેસ્ટ, પોઝિટિવ કેસની અને કોરોનાના એક્ટિવ કેસની ટકાવારી, રીકવરી રેટ, ડેથ રેટ, રીકવર થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓનું સાપેક્ષ પ્રમાણ વગેરે બાબતોની વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને આધિકારિક સૂચનો કર્યા હતા. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરાયેલા ગ્રાફ અને ટેબલ્સ અંગે પંકજકુમારે ઉપસ્થિત અધિકારી પાસેથી જરૂરી તમામ વિગતો મેળવી હતી.

રાજકોટ: સ્થાનિક કોરોના સંક્રમણ અટકાવવા અને આ માટે પાયાના સ્તરે વધુ સક્ષમ કાર્યવાહી કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. પંકજકુમારે રાજકોટ કોવિડ હોસ્પિટલની મુલાકાત સમયએ કંટ્રોલરૂમમાંથી આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ પાસેથી દર્દીઓને અપાતી સારવારની વિગતો જાણી હતી. આ તકે વોર્ડમાં દાખલ નિર્મલાબેન નામના દર્દીના ખબર અંતર પૂછ્યા હતા.

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી
પંકજકુમારે હાલ કોવિડ હોસ્પિટલમાં કુલ કેટલા બેડની સુવિધા અંગે સવાલ કરતા ડૉ. પંકજ બુચે જણાવ્યું હતું કે, નવા બિલ્ડીંગમાં 410 અને જુના બિલ્ડીંગમાં 102 મળીને કુલ 512 બેડની વ્યવસ્થા છે. જેમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તેવા દર્દીઓ માટે 250 બેડ છે અને આઇ.સી.યુ.ની સુવિધા વાળા 40 બેડ ઉપલબ્ધ છે. વધુ જરૂરિયાત ઉભી થયે તબક્કાવાર બેડની સંખ્યા વધારવામાંં આવશે.
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી

વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની પણ તેઓએ જાણકારી મેળવી હતી. દર્દીઓને આપવામાં આવતું ભોજન, દર્દીઓના સગાઓની રહેવા જમવાની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટેની વ્યવસ્થા વગેરે બાબતોની વિસ્તૃત પૂછપરછ કરીને વિગતો જાણી હતી. તંત્ર દ્વારા સારૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં વિષય-વસ્તુની જરૂરીયાતને ધ્યાને લઈને આયોજન કરવા પંકજકુમારે સૂચન કર્યું હતું.

આ મુલાકાત સમયએ ઉદ્યોગ સચિવ ડૉ. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતના આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.